વર્ષ ૨૦૧૩માં યાહુ પર થયેલા સૌથી મોટા સાયબર હુમલામાં ૩૦૦ કરોડ યુઝર્સોના ખાતા હેક થયા હતા
યાહુ કંપની છેલ્લા ઘણા સમયથી હેકિંગના મામલામાં ચર્ચામાં રહી છે. વર્ષ ૨૦૧૩માં યાહુ પર સૌથી મોટો સાઈબર હુમલો થયો હતો અને ડોમેનના લગભગ તમામ ખાતાઓ હેક થઈ ગયા હતા. શ‚આતમાં યાહુએ કહ્યું હતું કે તેના કરોડો યુઝર્સોના ખાતા હેક થયા હતા પરંતુ હવે તેણે સ્પષ્ટ જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૩માં સાઈબર અટેકમાં તમામ ખાતાઓ હેક થયા હતા.
કંપનીના જણાવ્યા અનુસાર સાઈબર અટેકમાં લગભગ ૩૦૦ કરોડ ખાતાઓ હેક થયા હતા. ડિસેમ્બરમાં જયારે આ મામલો સામે આવ્યો ત્યારે જણાવાયું હતું કે, ૧૦ કરોડ યુઝર્સોના ખાતા હેક થયા છે. યાહુ કંપનીએ તેના એક અહેવાલમાં કહ્યું કે, ફોરેન્સિક એકસપર્ટની સાથે કરવામાં આવેલા વિશ્ર્લેષણોના આધારે યાહુને જાણવા મળ્યું છે કે ઓગસ્ટ, ૨૦૧૩માં યાહુમાં જેટલા ખાતાઓ હતા તે તમામ ખાતાઓ હેક થઈ ગયા હતા. આ સાઈબર એટેક દરમિયાન એકાઉન્ટ, પાસવર્ડ, ફોન નંબર અને જન્મ તારીખ જેવી સંવેદનશીલ જાણકારીઓ ચોરી થઈ ગઈ હતી. યાહુના વેચાણ બાદ પણ યાહુ કંપનીના ખરાબ દિવસોનો અંત આવ્યો નથી.
એક સમયે ઈન્ટરનેટનો પર્યાય રહેલી યાહુ કંપની વર્ષ ૨૦૦૦માં ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ સામે પછડાતી હતી અને આ ખરાબ સ્થિતિઓમાં વર્ષ ૨૦૧૩માં સૌથી મોટો સાયબર હુમલો થયો.