ઝોમેટોના યુઝર્સને તાકીદે પાસવર્ડ બદલવા કહેવાયું: ડાટાની સુરક્ષા પર કંપની વધુ ફોકસ કરશે
ઝોમેટો ફૂડ એપના ૧.૭૦ કરોડ ગ્રાહકોના ડેટાની ચોરી થવાના અહેવાલોએ નેટીઝમમાં ફફડાટ સજર્યો છે. આ ફૂડ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ભોજનનો ઓર્ડર આપતા પહેલા બે વખત સાવધ રહેવા સ્વાદના રસિયાઓને ચેતવણી આપવામાં આવી છે.
જો કે, ગ્રાહકોમાં ક્રેડીટ અને ડેબીટ કાર્ડના ડેટા સુરક્ષીત હોવાનો કંપનીએ દાવો કર્યો છે. કંપની દ્વારા તેના જુદા જુદા એકાઉન્ટને વ્યવસ્થિત કરવામા આવી રહ્યા છે.
કંપનીએ એક બ્લોગમાં જણાવ્યું હતુ કે તેના ગ્રાહકોના ડેટા બેઝ હેક કરવામાં આવ્યા છે. કંપની હાલ ૧૨ કરોડ ગ્રાહકોનો બહોળો ગ્રાહકવર્ગ ધરાવે છે.
કંપનીના જણાવ્યા મુજબ યુઝર્સના યુઝર્સનેમ અને પાસવર્ડની માહિતી હેકર્સ દ્વારા ચોરી લેવામાં આવી છે. જો કે યુઝર્સનાં પાસવર્ડનો દૂ‚પયોગ કરી શકાય તેમ નથી આમ છતાંકંપની તેને સુરક્ષામાં મોટી ખામી ગણાવી રહી છે.
આથી ઝોમેટોના યુઝર્સને પાસવર્ડ તાત્કાલીક બદલવા કહેવાયું છે.સુરક્ષા સીસ્ટમ વધુ સઘન બનાવાઈઝોમેટોએ લખ્યું છે કે તેની સુરક્ષા સીસ્ટમને વધુ સુરક્ષીત કરવાના પગલા લેવાઈ રહ્યાછે. ડેટાની સુરક્ષા પર કંપની વધુ ફોકસ કરશે. આ માટે આધુનિક સાધનોની વ્યવસ્થા કરાશે કંપનીએ મોટાભાગના યુઝર્સનાં પાસવર્ડ રીસેટ કર્યા છે. અને ક્રેડીટ કાર્ડની માહિતી સંપૂર્ણ સુરક્ષીત છે તેમ જણાવ્યું છે.
યુઝર્સના અન્ય આઈ.ડી.હેક ન થાય તે અંગે સાવધ રહેવા ચેતવણી આપી છે. કંપનીના ડેટા પીસીએલ ડેટા સીકયોરીટી સ્ટાંડર્ડ વોટમાં રાખવામાં અાવ્યા છે. તેથી તેને કોઈ અસર થાય તેમ નથી તેમ કંપનીએ કહ્યું છે.