કુલ ડેટાના પ ટકા ડેટા લીંક થઇ હોવાની વાત આવી સામે
દેશ અને વિશ્વ જયારે ડિજીટલ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેની સુરક્ષા અને સલામતી માટે પણ ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે. જે સાઇબર ઉપરની પકડ હોવી જોઇએ તે જોઇ શકાતી નથી. જેના કારણે દેશની સુરક્ષાને લગતી ઘણી માહીતી લીક થતી હોઇ છે. બીજી તરફ સરકાર દ્વારા હાલ પ૯ ચીની એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ હેકરો દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીની ઘણી વિગતોને હેક કરી લીધી હોવાની વાત સામે આવી છે. રેન સમવેરે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં મેલ સર્વરને હેક કરવાનો સાહસ કર્યો છે, જેમાં કુલ ડેટાના પ ટકા ડેટા લીંક થયો હોવાનું પણ જણાવ્યું છે, જે ડેટાને કોપી કરી તેને એન્કિપ્ટ પણ કરવામાં આવ્યા હતા.
હેકરોએ નેશનલ હાઇવેનાં ડેટા બે સેટમાં લીક કર્યા છે, જેમાં એનએચએઆઇનાં ચેરમેન અને વરિષ્ઠ અધિકારીનાં પાસપોર્ટ, બેન્ક ડિટેલ, બેન્ક સ્ટેટમેન્ટ, ટ્રાવેલ અને રોકાણ અંગેની વિગતો હેક કરી છે. જયારે બીજી તરફ ઝીપ ફાઇલ મારફતે અન્ય વરિષ્ઠ અધિકારીની ખાનગી વિગતો, નાણાકીય રેકોર્ડ, અને ટેકસ અંગેની વિગતો પણ લીંક કરી છે. સૂત્રોના જણાવ્યું અનુસાર હેકરોએ ટેમ્પલેટ રાખી ફાઇલને કેવી રીતે ડિકિવ્ટ કરાવું તે અંગેની વિગતો પણ આપી હતી.
હાલ હેકરો દ્વારા જે ડેટાની ચોરી કરવામાં આવી હતી. તે નેશનલ હાઇવે ઓથોરીટીની સિસ્ટમ અત્યંત સુરક્ષિત છે, ફાયરવોલ સારૂ હોવાથી વધુ ડેટા લીંક થઇ શકતા નથી. વિશ્ર્વ કક્ષાની સાયબર સિકયુરીટીને ભેદવૂ અત્યંત કઠીન છે. તેમ છતાં રેશમવેર સાઇબર એટેકથી પ ટકા ડેટા પણ લીંક થયા છે. હાલ સરકાર સાયબર સુરક્ષામાં છિંડા હોવાથી કેવી રીતે તેને બૂરી શકાઇ તે જણાવ્યું એટલું જ જરુરી છે. સાયબર એટેક થયા બાદ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા એ ડેટાનું બેકઅપ પણ લેવડાવ્યું હતું. જેમાં પ ટકા ડેટાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.