• આજે રાષ્ટ્રીય હેન્ડશેક દિવસ

બેબીલોનનાં રાજાઓ વચ્ચે  900  બીસીમાં  તેની શરૂઆત થઈ: વિશ્ર્વની  ઘણી સંસ્કૃતિમાં હેન્ડશેકએ સંદેશા વ્યવહારનું મહત્વ પૂર્ણ માધ્યમ: એક બીજા વચ્ચે શાંતિપૂર્ણ ઈરાદાની નિશાની છે: વિવિધ દેશોમાં હાથ મિલાવવાના રિવાજો અલગ અલગ જોવા મળે છે

આપણા દેશમાં નમસ્તેની પ્રથા પ્રચલિત છે, તો વિદેશોમાં હગ, ચુંબન સાથે હાથ મિલાવવાની પ્રથા અમલમાં છે: પુરૂષો હાથ મિલાવે છે, તો સ્ત્રીઓ ક્ષોભ અનુભવે છે

વૈશ્ર્વિક સ્તરે આદર સત્કારની ભાવના વ્યકત કરવા હાથ મિલાવવા કે હેન્ડશેકનો રિવાજ પ્રચલિત છે. 2005થી  ઘણા દેશોમાં રાષ્ટ્રીય સ્તરે હાથ મિલાવવાનો દિવસ ઉજવાય છે. એક બીજા  દેશોના વડાપ્રધાન હેન્ડ શેક શાંતિના પ્રચાર માટે પણ કરતા જોવા મળે છે. હાથ સે હાથ મીલા આ સુત્ર થકી પ્રેમ હુંફ લાગણી સાથે સ્વાગત સાથે આદારની ભાવના પ્રગટ થાય છે. હેન્ડશેકની શરૂઆત બેબીલોન દેશના રાજાઓ વચ્ચે 900 બીસીમાં શરૂ થઈ હોવાનું મનાય છે. પુરૂષ પુરૂષ વચ્ચે હાથ મિલાવવાની પ્રથા રૂટીંગ જોવા પણ પુરૂષ-સ્ત્રી સાથે ઓછા જોવા મળતા હોય છે. વિશ્ર્વની લગભગ બધી સંસ્કૃતિમાં હેન્ડશેકની પ્રથા અમલમાં છે. લાગણી ઉમળકો દર્શાવવ આ પ્રથા આજકાલ વૈશ્ર્વિકસ્તરે કામેન જોવા મળે છે.

હેન્ડશેક એ સંદેશા વ્યવહારનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાય છે. તે એક બીજા વચ્ચે શાંતિપૂર્ણ ઈરાદાની નિશાની ગણાય છે. દુનિયાના વિવિધ દેશોમાં હાથ મિલાવવાના રિવાજો અલગ અલગ  જોવા મળે છે,  આપણે ત્યાં નમસ્તેનો રીવાજ વધુ જોવા મળે છે, તો વિદેશોમાં હગ-ચુંબન સાથે હાથ મિલાવવાની પ્રથા છે. છોકરા વાળા પણ છોકરીનો હાથ માંગવા દિકરી વાળા પાસે માંગુ નાખે છે. આજને યુગમાં તો છોકરા છોકરી બેધડક હાથે મિલાવતા કે હગ કરીને પોતાની લાગણી વ્યકત કરતા જોવા મળે છે, ત્યારે જુના લોકોકે વડીલોને આ ગમતુ હોતુ નથી.

એક વાત  નકકી છે કે તમે કોઈ સાથે હાથ મિલાવો ત્યારે તમારા હાથે સ્વચ્છ હોવા જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં પ્રભાતે ‘કર’ દર્શનમ્ની પ્રથા આદીકાળથી ચાલી આવે છે. કોઈતરફ તમે જયારે હાથ લંબાવો છો, ત્યારે સામેના માણસ તરફથી મદદની એક આશા પ્રગટ થાય છે. અકે બીજા પ્રત્યે સંવેદના પ્રગટ કરવા પણ હાથ મિલાવવાનો રિવાજ છે. આવો આવજો કે કોઈને બોલાવવા માટે હાના ઈશારાનો ઉપયોગ કરીએ છીએ. આજે પણ કેટલાક વર્તુળોમાં હેન્ડશેકનું મહત્વનથી ત્યારે આજના દિવસની  ઉજવણી  ફરી તે સમય પ્રથા લાવવાની વાત કરે છે. દિવસના સન્માનમાં અને  આગળ બધાને  હેન્ડશેક માટે અન્ય વ્યકિત તરફ હાથ લંબાવીને ફરીથી આ રિવાજના લાભોનો આનંદ લો એક બીજાને હાથ મિલાવવાથી સ્પર્શનો અહેસાસ થવાથી નેગેટીવ પોઝીટવ વેવ્સની પણ આપલે થતી હોવાનું  સંશોધન  જણાવે છે.

સારી સ્વચ્છતા માટે 20 થી  30 સેક્ધડ સાબુ કે ગરમ પાણીથી હાથ ધોવા જરૂરી છે. બાથરૂમ ગયા પછી  જયારે હાથ ગંદા હોય, નાક ફૂકયા પછી કે જમતા પહેલા આ તકેદારી રાખવાથી ઘણી બિમારીથી બચી શકાય છે. આપણી તો ઠીક સામેવાળી વ્યકિતની સંભાળ પણ લેવાની આપણી ફરજ છે. એટલા માટે જ ડોકટરો ગ્લોઝ પહેરીને દર્દીની તપાસ કરતા જોવા મળે છે. હાથ મિલાવવાનો અર્થ એ છે કે હાથ કોઈ શસ્ત્ર પકડી  શકતો નથી, તે સહકાર સધીયાારો સંગાથ કે શપથના હાવભાવ તરીકે  રજૂ થાય છે.

વ્યવસાયિક સોદાઓ, ખેલદીલી, અને વચનબધ્ધતા કોલ સાથેનું પ્રોમિસ હેન્ડશેક છે. આપણી લગ્ન પ્રથામાં પણ હસ્ત મેળાપની વિધી આદીકાળથી પ્રચલિત છે, તે આવકાર, સ્વીકૃતિ, સન્માન-આદર અને શાંતિની  ભાવના પ્રગટ કરે છે. હેન્ડશેક એ એક હાવભાવ પ્રગટ કરીને પ્રથમ છાપ ઉપસાવીને વ્યવસાયિક સંબંધો મજબૂત કરવાની ચાવી છે. તેના ગેરફાયદાઓમાં ઘણીવાર  સુક્ષ્મજંતુઓ અને રોગ ફેલાવવાનો ભય લોકોને હાથ મિલાવતા રોકી શકે છે, પણ સંશોધકોના તારણ મુજબ હાથ મિલાવવાથી બંને પક્ષે ઘણા ફાયદાઓ થાય છે. આપણા જન્મક્ષણથી  ત્વચાથી ત્વચાનો સંપર્ક માનવીને જીવંત રહેવા અને વિકાસ માટે મહત્વપૂર્ણ મનાય છે. હાથ મિલાવવું તે તેનું વિસ્તરણ ગણી શકાય છે.

શારીરીક સંપર્કના  ફાયદામાં ચેતા પ્રેષકોનાં સ્તરમાં વધારો કરીને,  સ્પર્શ આપણને સ્વસ્થ રાખવા માટે રોગ પ્રતિકારક તંત્રના કાર્યને વધારે છે. સ્પર્શ આપણામાં વેગસ ચેતાને  સક્રિય કરવા માટે જાણીતું છે, જે કરૂણા-પ્રેમની લાગણી સાથે સંકળાયેલું છે. જે માનસિક, સ્વાસ્થ્યને વેગ આપે છે. હેન્ડશેક વ્યકિત-વ્યકિત વચ્ચેનું અતૂટ જોડાણ પણ મનાય છે, અને હકારાત્મક સંબંધો વિકસાવે છે.

હાથ મિલાવીને અન્ય લોકો પ્રત્યે કૃતજ્ઞતા અને સદ્ભાવના વ્યકત કરો

આ દિવસ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે શાંતિ અને સદભાવનાનો સંદેશો આપે છે. સામાજીક ભૂમિકામાં તે સંબંધ વ્યકત કરવાનો અકે માર્ગ છે, તે સંબંધની ભાવના વ્યકત કરે છે. હેન્ડશેકએ શુભેચ્છાના સૌથી જુના સ્વરૂપોમાનુ એક છે, જે અત્યારે પણ ચાલુ છે. હેન્ડશેક એ પ્રાચિન એસીરિયા અને ગ્રીસની પ્રથા છે, જે પાછળથી મધ્યયુગીનયુરોપમાં અમલમાં આવી હતી. 1700 થી 1800ના દાયકામાં આ પ્રથા લોક પ્રિયબની હતી. આધુનિક સમયમા સમાનતા, આદર, વિશ્ર્વાસ અને સદભાવના વ્યકત કરવાનો માર્ગ બની ગયો છે. શુભેચ્છાનું  સાર્વત્રિક સ્વરૂપ આજે ગણાય છે, તેનો ઉપયોગ વિવિધ ઉંમરના લોકો, સંસ્કૃતિના  લોકો કરે છે. તે એક સરળ હાવભાવ છે, જે સામેની વ્યકિત વિશે ઘણુ જણાવે છે. પ્રથમ સારી છાપન ઉપસાવવા સૌથી મહત્વપૂર્ણ રીતએ છે કે તમારા હાથ મિલાવવાની સરમ દર મહિનાના છેલ્લા ગુરૂવારે આ દિવસ ઉજવાય છે. હાથ કેવી રીતે મિલાવો છો, તે પરથી પણ સામે વાળાની નિયતનો ખ્યાલ આવી જાય છે. હાથ મિલાવતી વખતે હંમેશા તમારા ડાબા હાથનો ઉપયોગ કરવી. તમે બેઠા હો તો ઉભા થઈને હાથ મિલાવવાની  ટેવ રાખવી ઘણીવાર હેન્ડશેક ખૂબ લંબો સમય ચાલે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.