સુરતમાં દિવસેને દિવસે કોઈ ને કોઈ રીતે ગુનાહોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે તો હદ જ કરી નાખી છે. હવે શહેરના કિમમાં રેલવે ટ્રેક પર ટ્રેન પલટી મારવાના મોટા ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. જોકે સમય રહેતા આ ષડયંત્રને નિષ્ફળ પણ કરવામાં આવ્યો હતો. તો આ વિશે વધુ વિગતે વાત કરીએ તો….
સુરતના કિમમાં ટ્રેન પલટી મારવાના ષડ્યંત્રથી રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી કરવામાં આવી હતી. કોઈ અજાણ્યાએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. ત્યારે ઘટના અંગેની જાણ થતાં જ ટ્રેનનું આવાગમન રોકી દેવામાં આવ્યું હતુ જેથી મોટી જાનહાની ટળી હતી. ત્યારે સુરત ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ત્યારે ફરી એકવાર ટ્રેન સાથે ચેડા થતા હોબાળો મચી ગયો છે. ત્યારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ફરીયાદ નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે, વડોદરા ડિવીઝનમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ત્યારે આ ઘટના બાદ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વાતચીત કરતા પશ્ચિમ રેલ્વે (વડોદરા વિભાગ)એ જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોએ અપ લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ કાઢી નાખી હતી અને કીમ રેલ્વે સ્ટેશન પાસે તે જ ટ્રેક પર રાખી હતી. આ પછી ટ્રેનની અવરજવર રોકવી પડી હતી. જરૂરી વ્યવસ્થા અને તપાસ બાદ ટૂંક સમયમાં જ લાઇન પર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.