ટ્રમ્પે કહેલા સૂત્ર, બાય અમેરિકન, હિયર અમેરિકન પ્રમાણે હવે સ્થાનીકોની નોકરીમાં પ્રથમ પસંદગી કરવામાં આવશે
હવે અમેરિકામાં એચ-૧-બી વિઝા દ્વારા નોકરી મેળવવી મુશ્કેલ સાબિત થશે અમેરિકાના સિસ્ટઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિસના ડાયરેકટર એલ ફ્રાન્સિસ કિસનાના જણાવ્યા પ્રમાણે હું અમેરિકાના નવા કાયદાથી ખુશ છે. જેના દ્વારા હવે અમેરિકાના સ્થાનીકોને નોકરીમાં પ્રથમ પસંદગી કરવામાં આવશે અને તેના સ્થાને જે ભારતીય કે અન્ય દેશના અસ્થાનીક લોકો હશે તે હટાવવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જે અમેરીકી કંપનીઓ એક ગેર અપ્રવાસી વીઝા છે. જે અમેરિકી કંપનીઓમાં વિશેષ વ્યવસાયોમાં વિદેશી શ્રમિકોને રોજગારી આપવાની અનુમતિ આપે છે. જેને સૈઘ્ધાંતિક કે ટેકનીકલ માણસોની વધારે જરુર છે.
કોઇપણ ઇમિગ્રેશન સાથે જોડાયેલા વકીલ જો એમ કહે કે એચ-૧બી વિઝામાં એકસટેન્શન મળી શકે છે તો તે વાત સાવ ભૂલ ભરેલી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇમિગ્રેશન માટે હજારો અરજીઓ આવેલી છે. અને તેની ઝીણવટ પૂર્વક તપાસ થઇ રહી છે. જો અરજીઓ ક્ષતિગ્રસ્ત હશે તો તેને રદ કરવામાં આવશે. ગ્રીન કાર્ડ મેળવવા માટે મુળ ભારતીય લોકો દસ દસ વર્ષ સુધી રાહ જોવે છે. અને તેમના ઇમીગ્રેશન ને એકશટેન્શન કરવા અરજીઓ કરે છે.
વોશિગ્ટન ડીસીમાં ૧પ ઓગષ્ટે ઇમીગ્રેશન સ્ટડીશ અંતર્ગત ઇમીગ્રેશન ન્યુઝમાર્ક ની એક ઇવેન્ટ રાખવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ અમેરિકામાં કથિત રીતે એન્ટ ઇમિગ્રેશનનું વલણ દાખવતા હોય, તેવા લોકોને ચેતવણી આપવામાં આવી ખાસ કરીને ભારતીયોને યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીસ ના એક રીપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૧૭૫.૬ ટકા કુલ અરજીઓમાંથી ૩.૬૫ લાખ અરજીઓ એચ-૧બી વિઝાને મંજુર કરવામાં આવ્યા . જેમાં મુળ ભારતમાં જન્મેલા કર્મચારીઓના સમાવેશ થતો હતો.
કિસનાએ જણાવ્યું હતું કે, ઇમીગ્રેશન રિફોર્મ દ્વારા એવા લોકો પર જ પસંદગી મુકવામાં આવે કે જેઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય જેની અમેરિકાને જરુર છે તેવા ને જ વીઝા મળે.
જેનું સામાન્ય તારણ એ છે કે દાખલા તરીકે જો અમેરિકાના સ્થાનીકને બદલે એચ-૧ બી વિઝા ધારકને કામ પર રાખ્યા હોય તો તુરંત તેને કાઢીને અમેરિકન સ્થાનીકોને નોકરીમાં રાખવા.
જો કે આ પ્રોસેસ ખરેખર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એચ-૧ બી વિઝા એવા જ લોકોને આપવામાં આવી રહ્યા છે. જે જેઓની ખરેખર અમેરિકાને જરુર છે. અને હવે ઇમીગ્રેશન એપ્લીકેશનમાં પણ અરજદારનું સ્પેશ્યાલીટી ઓફ એકયુપેશન લખવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જુન ૨૦૧૮ માં અમેરિકન ઇમીગ્રેશન લોયર એસોસિએશન દ્વારા કેટલાક પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર ને માત્ર ગ્રીન કાર્ડ લેવા માટેની અરજીઓ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૭ ની સરખામણીમાં આ અરજીઓમાં ૪૧ ટકાનો વધારો થયો હતો.
જો કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનીક અમેરિકનો માટે એક સૂત્ર કહ્યું હતું. બાય અમેરિકન હિયર અમેરિકન આ અંતર્ગત ભારતીય મુળના લોકોની મોટી સંખ્યામાં અરજીઓ નામંજુર કરવામાં આવી. એટલે હવે એચ- ૧બી વિઝા મેળવીને અમેરિકામાં નોકરી મેળવવી ભારતીય લોકો માટે કપરૂ થઇ પડશે.