- સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને માનવીય અભિગમ સાથે સેવા આપતી એચ.જે દોશી હોસ્પિટલનું આધુનીકરણ
- હૃદય અને મગજના રોગની પ્રોસિજરની 24 કલાક સારવારની સેવા ઉપલબ્ધ
- ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું અનાવરણ
- તાત્કાલિક સારવાર વિભાગ,આઈ.સી.યુ,નવો ગાયનેક વોર્ડ,ઓપીડી સહિતની વ્યવસ્થાઓનું નવીનીકરણ
રાજકોટની પ્રચલિત એચ.જે દોશી હોસ્પિટલની સ્થાપનાનો પાયો વર્ષ 1979 માં નાખવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાને ઓછા ખર્ચે ઉત્તમ સ્વાસ્થ્ય ચિકિત્સાનો લાભ મળે તેવા માનવીય અભિગમ ધરાવતા વિચાર આ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી હરિલાલભાઈ જેચંદભાઈ દોશીને આવ્યો હતો. આ વિચારથી સૌરાષ્ટ્રના ચિકિત્સા ક્ષેત્રમાં વટવૃક્ષ સમી સુપ્રસિદ્ધ એચ.જે દોષી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના એચ.જે દોશી હોસ્પિટલ ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવી હતી.કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક વર્ગના દર્દીને ઓછા ખર્ચે આધુનિક ઉપકરણો વડે ઉત્તમ સારવાર પૂરી પાડતી એચ.જે દોશી હોસ્પિટલ રાજકોટના હાર્દ સમા ગોંડલ રોડ પાસે માલવયાનગરમાં નિર્માણ કરવામાં આવી હતી. દાયકાઓ બાદ દર્દી નારાયણને અધ્યતન ટેકનોલોજીની સારવાર અને સુવિધાઓની સવલત પૂરી પાડવા હેતુ એચ.જે દોશી હોસ્પિટલનું (રીનોવેશન) નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓ માટેની સવલતોમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે.
એચ.જે દોશી હોસ્પિટલના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા સહિતના મહાનુભાવો તથા એચ.જે દોશી હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જરૂરિયાતમંદ દર્દીઓ માટે નહીવત ખર્ચે ઉત્તમ પ્રકારની સારવાર પૂરી પાડવા એચ.જે. દોશી હોસ્પિટલ આધુનીકરણ સાથે સુસજ્જ છે. એચ.જે દોશી હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે, ન્યુરોલોજી,સ્ત્રીરોગ,આંખના વિભાગ,ફિઝિશિયન, હાડકાના રોગ,યુરોલોજી,ચામડીનો વિભાગ,કાન-નાક ગળાનો વિભાગ,ફિઝિયોથેરાપી,જનરલ સર્જરી,પેટના રોગ,સાયકિયાટ્રિક,રેડિયોલોજી વિભાગમાં સેવાઓ પૂરી પાડે છે.જે વિવિધ તબીબી સ્થિતિઓ અને સારવારની જરૂરિયાતોનું પાલન કરે છે
દરેક વિભાગ તેમના સંબંધિત ક્ષેત્રોમાં અગ્રિણ નિષ્ણાંત તબીબો દ્વારા સંચાલિત છે જેમાં અસાધારણ સંભાળ સુનિશ્ચિત કરવામાં આવી છે દર્દીઓને વ્યક્તિગત રીતે એકાગ્રતા અને ઉપચાર ની યોજના પ્રાપ્ત થાય છે.ચિકિત્સા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવાની એચ.જે હોસ્પિટલની પ્રતિબદ્ધતા દર્શાવવામાં હર હંમેશ રહી છે.એચ.જે દોષી હોસ્પિટલની વિરાસતના મૂળમાં સામાજિક જવાબદારી સમર્પિત વ્યવસ્થા સંભાળ અને સેવા ભાવની સ્થાયી પ્રતિબદ્ધતા છે.જે સમાજની સમૃદ્ધિમાં મજબૂત પ્રદાન કરે છે.એચ.જે. હોસ્પિટલના વારસાના મૂળ સામાજિક જવાબદારીના ઊંડાણમાં રહેલા છે.જે આગામી પેઢીઓ માટે કાળજી અને કરુણાની સંસ્કૃતિના પ્રોત્સાહન પૂરું પાડે છે.
એચ.જે દોશી હોસ્પિટલના આધુનિકરણના વિભાગો
એચ.જે. દોશી હોસ્પિટલમાં આધુનિકરણની વિચારશૈલી ડિઝાઇન અને સૌંદર્ય લક્ષી ઉન્નતીકરણ દર્દીઓ અને તેમના પરિવારો માટે આરામદાયક વાતાવરણ પૂરું પાડવા હેતુ કરવામાં આવી છે.નવીનીકરણના વિભાગો જેવા કે આધુનિક તાત્કાલિક સારવાર વિભાગ,હૃદયની સારવાર માટે કેથલેબ, નવું આધુનિક આઈસીયુ,નવો ગાયનેક વોર્ડ,નવી ઓપીડી બેસવાની ઉત્તમ સુવિધાઓ,બાગ બગીચા નવા વોર્ડ સ્વીટ રૂમ, આધુનિક મેડિકલ સ્ટોર,ગુણવત્તા યુક્ત ભોજન માટે નવી કેન્ટીન વગેરે વિભાગો સુખાકારી અને ઉત્તેજન આપતું વાતાવરણ બનાવવા માટે હોસ્પિટલના સમર્પણને પ્રતિબિંબ બન્યું છે.
દર્દીના આરોગ્ય સંભાળ માટેની અપગ્રેડ સુવિધાઓ
સૌરાષ્ટ્રનું પ્રથમ 3 ટેસ્લા MRI મશીન, CT સ્કેન મશીન હૃદયની સારવાર માટે આધુનિક કેથલેબ મશીન,સોનોગ્રાફી, X Rayના મશીન,લેબોરેટરી,ઓપરેશન થિયેટર અત્યાધુનિક ટેકનોલોજી અને અધ્યતન તબીબી ઉપકરણોથી સજ્જ છે.