વર્કઆઉટ કરતી વખતે ગમે તેટલો પરસેવો પાડવો પડે, પણ સુંદર બોડી માટે આપણી આ કોશિશ ક્યાંકને ક્યાંક આપણને રાહત આપે છે. છતાં પણ સુંદર પર્સનાલિટી માટે કરવામાં આવતી આ કોશિશ દરમિયાન આપણી કેટલીક ભૂલો સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે. તો તમે પણ જાણો, વર્કઆઉટ દરમિયાન કેવી ભૂલો તમારી સ્કિન અને વાળ માટે મુસીબત બની શકે છે. 

વર્કઆઉટ દરમિયાન તમારાં વાળને યોગ્ય રીતે બાંધવાનું ના ભૂલો. તેને વધારે ટાઇટ ના બાંધો. જો તમે વાળને વધારે ટાઇટ બાંધશો તો વર્કઆઉટ દરમિયાન તેના ઉપર પ્રેશર પડશે તે ખેંચાવાના કારણે કમજોર પડી જશે. લાંબા ગાળે તે હેર ફૉલ તરીકે જોવા મળશે.

  • વર્કઆઉટ દરમિયાન ડિયોડરન્ટનો ઉપયોગ ના કરો. ડિયોડરન્ટ સ્કિન પોર્સને બંધ કરીને પરસેવા અને ગંદકીને બહાર નિકળવાથી રોકે છે. આ પરસેવો અને ગંદકી તમારી સ્કિનમાં રહીને ખીલ અને અન્ય સ્કિન બિમારીઓને આમંત્રણ આપશે.
  • તમારી સ્કિનને કરચલીઓ અને બારીક રેખાઓથી બચાવીને રાખવા માટે વર્કઆઉટ બાદ વધુમાં વધુ પાણી પીવો. વર્કઆઉટ પહેલાં એક લાઇટવેટ મોઇશ્ચરાઇઝર લગાવો.
  • વર્કઆઉટ દરમિયાન ઘણો પરસેવો થાય છે, છતાં ચહેરાને વારંવાર અડકીને તેને લૂછવાની કોશિશ ના કરો. આનાથી તમારાં હાથમાંથી ગંદકી અને બેક્ટેરિયા સ્કિનમાં જતા રહેશે. પરિણામે એલર્જી, ખીલ અને રેશિઝ જેવી સ્કિન સમસ્યાઓ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.