ખંભાળીયા ખાતે , રૂ.૧૯.૮૩ લાખનાં ખર્ચે ૩૫થી વધુ સાધનોથી સજજ તાલુકા જીમનું ઉદ્ઘાટન કરતા સાંસદ માડમ

રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગતની કમિશનર યુવક સેવા, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને નગરપાલિકા જામખંભાળીયાનાં સહયોગથી જાહેર જનતાના સ્વાસ્થ્યનાં હિતાર્થે તાલુકા જીમ સેન્ટરનું નિર્માણ નગરપાલિકા હોલ, પોરનાકા ખંભાળીયા ખાતે કરવામાં આવેલ છે જેનું આજે સાંસદ પુનમબેન માડમે લોકાર્પણ કરી પ્રજા સમક્ષ ખુલ્લું મુકયું હતું.

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે લોકોને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુથી રાજય સરકાર દ્વારા ખંભાળીયાને આ સુંદર સુવિધા પુરી પાડવામાં આવી છે. આનો સદઉપયોગ અને સારુ જતન કરવાની જવાબદારી આપણા સૌની છે. બેઠાળુ જીવનના લીધે અનેક બિમારીઓ થાય છે. હમ ફીટ તો દેશ ફીટની દિશામાં આગળ વધવા પ્રધાનમંત્રીએ હંમેશા આગેવાની લીધી છે. મોટા શહેરોનાં સારા જીમ સેન્ટર જેવી મશીનરી આ જીમ સેન્ટરમાં ઉપલબ્ધ છે. આર્મી, પોલીસ જેવી ભરતી તથા રમતવિરો અને જાહેર જનતા આરોગ્ય અને ફીટનેશ માટે ઉપયોગી બની રહે તેવા હેતુથી આ જીમ સેન્ટર શ‚ કરવામાં આવેલ છે. તેમણે શહેરનાં તમામ યુવક-યુવતીઓને આ જીમ સેન્ટરનો લાભ લેવા આહવાન કર્યું હતું.

7537d2f3 2

ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયાએ જણાવ્યું કે, ‚રૂ.૧૯.૮૩ લાખનાં ખર્ચે ૩૫થી વધુ સાધનોનો આ જીમ સેન્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કલેકટર ડો.મીનાએ જણાવ્યું કે, ગુજરાત રાજયનાં દરેક જિલ્લાનાં તાલુકા મથક પર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરેક તાલુકામાં એક જીમ સેન્ટર ઉભા કરવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ છે. નગરપાલિકા હોલમાં ફાળવેલ જગ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ પ્રથમ સરકારી તાલુકા જીમ છે. જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજાએ આ જીમ સેન્ટરનો વધુમાં વધુ લોકોને લાભ મળશે તેમ જણાવી સારી રીતે સંચાલન અને જાળવણી થાય તે જોવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ ગઢવી, મશરીભાઈ નંદાણીયા, દેવશીભાઈ કરમુર, અગ્રણી શૈલેષ કણઝારીયા, ગોવિંદભાઈ કનારા, યોગેશભાઈ મોટાણી, દિલીપભાઈ દતાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર સહિતનાં આગેવાનો, શહેરીજનો, ચીફ ઓફિસર ગઢવી, રમત ગમત અધિકારી રાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.