૨૨ થી ૨૮ સપ્ટે. સુધી ભાગવત સપ્તાહના કાર્યક્રમને લઈ ટ્રસ્ટી તથા ભાગવતાચાર્ય અબતકને આંગણે

આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણીક ભાષા સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર અર્થે પ્રણવાનંદ સંસ્કૃત ભવન ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો મુખ્ય હેતુ વ્યસન મુકતી અને સમાજના દુષણો દૂર કરવાનો છે. આ તકે પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના સેક્રેટરી કૌશિકભાઈ છાયા અને ભાગવતાચાર્ય સુરેન્દ્રનગર દવેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં ૪૦ વર્ષથી સતત નિયમિત વિદ્વાન વક્તાઓ દ્વારા આધ્યાત્મિક વ્યાખ્યાનમાળાઓ, પ્રવચનો યોજાય છે. તે પવિત્ર તીર્થસ્થાન સમી ભૂમિ ઉપર તન મન અને ધનથી વર્ષો સુધી આ સંસ્થાને સેવા આપનાર ભાગવતાચાર્ય વિદ્વાન શાસ્ત્રી પ્રા. સુરેન્દ્રભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શ્રીમદ્ ભાગવતના ૩૩૫ અધ્યાયનું અમૃત રસપાન કરાવશે.

મહોત્સવનું ઉદઘાટન રવિવારે સાંજે ૪ વાગ્યે સંસ્થાના પ્રમુખ પ્રા. ડો. મનસુખભાઈ જોશી કૌશિકભાઈ છાયા ડો. જનકભાઈ મહેતા ડો.પારૂલબહેન મહેતા અને જનાર્દનભાઈ પંડયા વગેરે ગણમાન્ય વિદ્વાનોના પ્રાસંગીક ઉદબોધનથી થશે. ૨૨.૯ મહાત્મ્ય પ્રથમ દ્વિતિય સ્કંધ, ૨૩.૯ કપિલ જન્મ જયંતી વારાહ અવતાર ૨૪.૯ નૃસિંહ જન્મ , વામન જન્મ, ૨૫.૯ રામજન્મ અને કૃષ્ણ જન્મોત્સવ, ૨૬.૯ બાળલીલા, રાસીલાલા, ગોવર્ધનલીલા, દશમ સ્ક્રંધ પૂર્વાર્ધ, રાસપંચાધ્યાયી ૨૭.૯ દશમ સ્કંધ ઉતરાર્ધ, સુદામા, આખ્યાન, રૂકમણી વિવાહ ૨૮.૯ સુદામા ચરિત્ર, ઉધ્ધવ ગીતા અને પરીક્ષીત મોક્ષ થશે.

દરરોજ સાંજે ૪ થી ૭નો સમય રહેશે પૂજન, આરતીનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ કૌશિકભાઈ છાયા ૯૮૨૪૯ ૦૧૦૫૧નો સંપર્ક સાધવા સંસ્થા તરફથી અનુરોધ છે. કથાનું શુભ સ્થળ: પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રેઈસકોર્ષ, આર્ટ ગેલેરી સામે, ભારત સેવક સમાજ રાજકોટ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.