રોબો ક્રિકેટ, ધ સર્કિટ ચેલેન્જ, કેમી ડ્રાઈવ, ડેર ટુ કોડ જેવી તકનીકી સ્પર્ધાઓ યોજાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની તકનીકી શકિતઓને પ્લેટફોર્મ આપવાના હેતુસર તકનીકી સ્પર્ધાઓ સાથે ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯ના જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ માટે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગમાંથી વીવીપી ઈજનેરી કોલેજની પસંદગી કરવામાં આવી છે. આ ટેક ફેસ્ટની વિશેષ માહિતી આપતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્મલભાઈ મણીઆર અને પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે જણાવ્યું હતું.
કે, જી.ટી.યુ. ઝોનલ ટેકફેસ્ટનું તા.૮ અને ૯ માર્ચના રોજ વીવીપી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જે જીટીયુની ૩૯ ઈવેન્ટ તથા વીવીપીની ૧૧ ઈવેન્ટ મળી કુલ ૫૦ ઈવેન્ટનું આયોજન સિવિલ, મિકેનીકલ, ઓટોમોબાઈલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, એમ.સી.એ, ઈલેકટ્રીકલ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, કેમીકલ, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને એમ.ઈ.એમ.બી.એ, ડીપ્લોમાં, બીએસસીના વિદ્યાર્થીઓ તથા કાર્યક્ષેત્ર માટે કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છની એન્જીનિયરીંગ કોલેજો, એમ.બી.એ.ની કોલેજો તથા અન્ય ડીમ્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૯માં ભાગ લેશે. આ ટેક ફેસ્ટ-૨૦૧૯ વિશેષતા એ છે કે નેશન ફર્સ્ટ થીમની પસંદગી કરવામાં આવેલ છે.
ધ્યાનાકર્ષક ઈવેન્ટમાં રોબો ક્રિકેટ, ધ સર્કિટ ચેલેન્જ, કેમી ડ્રાઈવ, ડેર-ટુ-કોડ, ડેક્ષટર, બ્રેકપ બ્રિઝ, જંકયાર્ડ વોર વગેરે તકનીકી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને ભાગ લેવો હોય તેમના માટે તા.૮/૩/૨૦૧૯ના ઓન ધ સપોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ઝોનલ ટેક ફેસ્ટની સફળતા માટે વીવીપીના પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો-ઓર્ડીનેટર ઈલેકટ્રીકલ વિભાગના અધ્યાપક પ્રો.શિલ્પાબહેન કાથડ તથા બાયોટેકનોલોજી વિભાગના અધ્યાપક પ્રો.પુજા ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર ધ્રુવ થાનકી, સૌરભ સામલ અને તમામ વિભાગના વિભાગીય વડા, અધ્યાપક ગણ, કર્મચારીગણ અને ખાસ વિદ્યાર્થીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.