કુલ ૬૦ સ્પર્ધાઓમાં એક લાખથી પણ વધુના ઈનામો એનાયત કરાયા
જીટીયુ ટેકફેસ્ટ ૨૦૧૮ રાજકોટ ઝોનનું વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે શાનદાર સમાપન થયું હતુ. જેમાં કુલ ૬૦ સ્પર્ધાઓમાં રૂ. એક લાખથી પણ વધુના ઈનામો અપાયા હતા ઈનામ વિતરણ સમારંભમાં વીવીપીનાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા ઉપરાંત પીજીવીસીએલનાં મેનેજીંગ ડીરેકટર જે.જે. ગાંધીસર, પેલીકન ઈન્ડસ્ટ્રીઝના ભરતભાઈ શાહ, દર્શન એન્જીનીયરીંગ કોલેજનાં પ્રિન્સીપાલ ડો. આર.જી. ધમસાણીયા, બાલાજી વેફર્સ પ્રાઈવેટ લી.ના કેયુરભાઈ વિરાણી, બ્રિજેશભાઈ દુધાગરા, નરેન્દ્રભાઈ, મનીભાઈ સંઘાણી તેમજ વીવીપી ઈજનેરી કોલેજનાં પ્રિન્સીપાલ જયેશભાઈ દેશકર ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે વીવીપી દ્વારા જીટીયુ ટેકફેસ્ટ ૨૦૧૮નું આયોજન થયું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી આજે માનવજીવીનનું અભિન્ન અંગ બની ગયું છે.તેવા સમયે સમાજના ઉત્કર્ષ માટે સાયન્સ અને ટેકનોલોજીને વાપરી શકાય તે વિચારવાની જરૂર છે એલન માસ્ક જેવા યંગ સાયન્ટીસ્ટ જયારે ૨૬ વર્ષની ઉંમરે હાઈપરલુપની કલ્પનાને સાકારીત કરે અને દુનિયાને ટ્રાન્સપોર્ટેશનનો એક નવો જ આયામ મળે એવી શોધો ભારતમાં થવી જરૂરી છે.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ અતિથિઓ એ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતુ જીટીયુ દ્વારા સેન્ટ્રલ લેવલ યોજાયેલી આ સ્પર્ધામાં કુલ ૬૮૦ ગ્રુપના ૨૩૮૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.