રાજકોટ શહેરની પ્રજાને હરવા ફરવા અને મનોરંજન માટે રાજ્ય સરકારશ્રીના સહયોગી રેસકોર્ષ-૨ અને અટલ સરોવરની કામગીરી હા ધરવામાં આવેલ છે. આ કામમાં ક્યાં પ્રકારનું ડેવલપમેન્ટ ઇ શકે તે માટે તાજેતરમાં જ આ પ્રકારનું ડેવલપમેન્ટ યેલ જામનગર ખાતે આવેલ રણમલ તળાવ તા લાખોટાની મુલાકાતે મેયર બિનાબેન આચાર્યની આગેવાની હેઠળ ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, ડે.સેક્રેટરી સી.એન.રાણપરા, ડે.એકઝી.એન્જી. કે.એસ.ગોહેલનું એક પ્રતિનિધિમંડળ ગયેલ આ અંગે માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય જણાવે છે કે, જામનગર ખાતે શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ તા લાખોટાકોઠાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.૪૫ કરોડના ખર્ચે રણમલ તળાવ ખાતે સિન્ેટીક જોગિંગ ટ્રેક, બેટરી ઓપરેટેડ કર ટ્રેક, ૧૨ ફૂડ શોપ, સીનીયર સીટીઝન પાર્ક, બાળક્રીડાંગણ, ૩ બગીચા, એકસરસાઇઝ ઝોન તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂ.૪.૩૫ કરોડના ખર્ચે બાળક્રીડાંગણ, ડાન્સ હોલ, યોગા હોલ, એકસરસાઇઝ ઝોન, ગેમ ઝોન, મ્યુઝીકલ ફાઉન્ટેન વિગેરે ડેવલપ કરવામાં આવેલ છે. તેમની મુલાકાત લેવામાં આવેલ.
ઉપરોક્ત સ્ળ મુલાકાત વખતે જામનગર મહાનગરપાલિકા મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી, શાસક પક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા સો રહેલ અને કરવામાં આવેલ ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ મુલાકતમાં જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી અશોકભાઈ પરમાર, પી.એ.ટુ મેયર હિતેન બુધ્ધભટ્ટી, ડે.એકઝી. એન્જી. ભાવેશભાઈ જાની તથા ચેતન સાંઘાણી પ્લાનીંગ એન્જીનીયર વિગેરે ઉપસ્તિ રહેલ હતા.