બીજાના હિતોનો વિચાર જ માનવીને ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધાળુ બનાવે છે: જેના મનમાં, જીવનમાં, ઘરમાં સત્સંગ છે ત્યાં કળિયુગ પ્રવેશ કરી શકતો નથી
અન્યને આપવાની ભાવનાવાળા સેવાના ભેખધારી સંત પૂ. નરેન્દ્ર બાપુ ગૂ‚ જીવરાજબાપુ સ્થાપિત ભૂખ્યજનોની પરબ આપા ગીગાના ઓટલા દ્વારા સર્વ સમાજના સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે રાજકોટમાં ‘શ્રી દ્વારકાધામ’, શેઠ હાઈસ્કુલથી પારડી તરફ જતા રોડ પર આનંદનગર કોલોની પાછળ, રાજકોટ મ્યુ. કોર્પો. કોમ્યુનીટી હોલ પાછળ ગૂ‚વાર તા.૯, નવેમ્બરથી બુધવાર, તા.૧૫ નવેમ્બર સુધી દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ દરમ્યાન સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર પરમ વિદુષી બાલયોગીની પૂ. સાધ્વી શ્રી ગીતા દીદી એમની સંગીત મંડળી સાથે ભાગવતનું હજારો શ્રશેતાઓને રસપાન કરાવી રહ્યા છે. આજે શનિવારે કથાયાત્રા દરમ્યાન નૃસિંહ અને વામન અવતારોની કથા છે, આવતીકાલે રામજન્મ અને કૃષ્ણજન્મના મંગલ પ્રસંગોની કથા મંડપમાં ઉજવણી થશે. આવતીકાલ રવિવારે કથાકાલ દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાઓનાં વંદનીય સંતોની પધરામણી થશે. જેમાં દાનમહારાજની જગ્યા, ચલાલાના મહંત પૂ. વલ્કુબાપુ, વિશામણબાપુની જગ્યા, પાળીયાદના મહંત પૂ. નિર્મળા બા, લાખાબાપુની જગ્યા, સોનગઢના મહંત પૂ. કિશોર બાપુ, પરબધામના મહંત શ્રી પૂ. કરશનદાસબાપુ, નકલંકધામ, તોરણીયાના મહંત શ્રી ધર્મભુષણ પૂ. રાજેન્દ્રદાસ બાપૂ, દાનમહારાજની જગ્યા સણોસરાના મહંત શ્રી નિ‚બાપુ, મોંઘીબાની જગ્યા, સિંહોરનાં મહંત જીણારામ બાપુ, આણદાબાવા આશ્રમ, જામનગરના મહંત દેવપ્રસાદજી મહારાજ, લાલગેબી આશ્રમ, હાથીજણના પૂ. મહાદેવ બાપુ તથા ભરતબાપુ, પીપળીધામના મહંત પૂ. વાસુદેવ મહારાજ, આપાગીગાની જગ્યા, બગસરાનાં મહંત પૂ. જેરામબાપુ, ખોડીયાર મંદિર નેસડીના મહંત પૂ. લવજી બાપુ, બ્રહ્માનંદ આશ્રમ, ચાંપરડાના પૂ. સદાનંદજીબાપુ, નાથજીદાદાની જગ્યા, દાણીધારીયાના મહંત સુખદેવ દાસ બાપુ, સૂર્યમંદિર, સુરજદેવળના મહંત પૂ. હરિચરણદાસબાપુ, અખીલ ભારત સાધુ સમાજના પ્રમુખ, બીલખાના ગોપાલનંદજી મહારાજ, ભારતી આશ્રમ, ગિરનાર તળેટી જૂનાગઢના મહંત પૂ. ભારતીબાપુ, સુરેવધામ ચાંપરડાના મહંત મુકતાનંદજી મહારાજ, ગોરખનાથ આશ્રમ, જૂનાગઢના પૂ. શેરનાથબાપુ, ‚દ્રજાગીર આશ્રમ, ભવનાથના મહંત ઈન્દ્ર ભારતીજી મહારાજ, લાલજી મહારાજની જગ્યા, સાયલાના પૂ. મહામંડલેશ્ર્વર શ્રી દુર્ગાદાસ બાપુ, વડવાળા જગ્યા, દુધરેજના મહામંડલેશ્ર્વર કાશીરામજીબાપુ, વડવાળા દુધઈના મહામંડલેશ્ર્વર રામબાલકદાસજી બાપુ, મોટા મંદિર, લીંબડીના મહામંડલેશ્ર્વર પૂ. લલિતકિશોરજી બાપુ, દ્વારકા શારદાપીઠનાં પૂ. સદાનંદ સરસ્વતીજી, જગન્નાથ મંદિર, અમદાવાદના મહંત શ્રી પૂ. દિલીપદાસજી મહારાજ, જાનીવડલા, ચોટીલાના મહંત પૂ. ગોપાલગીરી બાપુ, ભજનાનંદ આશ્રમ, બોટાદના પૂ. આત્માનંદ સરસ્વતીજી, અખીલ ભારતીય સંત મહાસભાના પૂ. પરમાત્માનંદજી, સ્વામીનારાયણ ગૂ‚કુળ, રાજકોટના પૂ. શાસ્ત્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, સ્વામીનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટના પૂ. હરિવલ્લભ સ્વામી, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનાં પૂ. અપૂર્વ સ્વામી, યોગીધામ, ગૂ‚કુળ, રાજકોટના પૂ. ત્યાગ વલ્લભ સ્વામી, સ્વામીનારાયણ મંદિર, સરધારનાં પૂ. નિત્યસ્વ‚પદાસ સ્વામી, હનુમાન મંદિર, સાળંગપુરનાં પૂ. કોઠારી સ્વામી ધર્મસ્વ‚પદાસજી, મહાપૂજાધામ, રાજકોટના પૂ. નિલકંઠ સ્વામી, ગૂ‚કુળ છારોળી અમદાવાદનાક માદવપ્રિયદાસજી સ્વામી. ગોંડલ સ્વામીનારાયણ મંદિરના પૂ. દિવ્ય પૂ‚ષ સ્વામી તથાપૂ. ધર્મકુંવર સ્વામી બીએપીએસ, લીંબડીના કોઠારી સ્વામી સતસ્વ‚પદાસજી, વ્રજભૂમિ આશ્રમ, આણંદના નારાયણચરણદાસજી સ્વામી સહિત અનેક ધર્મસંસ્થાનોના સંતો રાજકોટની ભાગવત કથામાં ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે. કથાના દિવસો દરમ્યાન પધારતા સંતોનું કથા વિરામ બાદ ૬.૩૦ વાગ્યે જાજરમાન સન્માન કરવામાં આવશે.રાજકોટની આ પહેલી કથા છે કે ૧૮ વરણના લોકો માટે કોઈપણ જ્ઞાતિ,જાતીનાં પરિવારો માટે પોતાના પિતૃઓનાં મોક્ષાર્થે સંપૂર્ણ પણે વિનામૂલ્યે પોતાના પોથી પાટલા સ્થાપિત કર્યા છે. માતૃ-પિતૃ મોક્ષાર્થે બ્રહ્મદેવો દ્વારા દરરોજ શાસ્ત્રોકત વિધિથી પૂજા કરવામાં આવે છે. કથા વિરામ બાદ દરરોજ સાંજે ૭ થી ૯ દરમ્યાન હજારો ભાવિક શ્રોતાઓ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.વિશાળ આકર્ષક ડોમમાં યોજાયેલ આ ભાગવતકથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેવા પૂ. નરેન્દ્રબાપુ ગુ‚ જીવરાજબાપુ, પૂ. મહંત શ્રી આપાગીગાનો ઓટલો, ચોટીલાની યાદીમાં રાજકોટના નગરજનોને જાહેર સદ્ભાવ આમંત્રણ અપાયું છે.ગઈકાલે કથાયાત્રાના દ્વિતિય દિને વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ ભાગવત ગંગામાં પ્રવેશ કરતા કહ્યું કે, અનેક જન્મનું પૂણ્ય હોય તો જ ભાગવતનું આવાહન થાય છે, તેનું શ્રવણ કરનાર પૂણ્યશાળી હોય છે, ભાગવત કથા માનવીના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે, જે જીવનનો થાક ઉતારે તે કથા, જેના જીવનમાં ભકિત છે તેના જીવનમાં શાંતિ છે, ભકિત ભાગવત શાસ્ત્રની મહારાણી છે. ભાગવત કથા દિવ્ય જિંદગીની ખોજ છે, આવા સત્સંગો માનવીની મહેચ્છાઓ પૂર્ણ કરે છે, દીદીએ કહ્યું કે ભાગવત ફળને શુકદેવ ‚પી પોપટની ચાંચ લાગી છે. એટલે બહુ મીઠું છે, ભાગવતના ઉપકારોનું સ્મરણ પણ ભકિત છે. બીજાના હિતનો વિચાર જ માનવીને ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધાળુ બનાવે છે. સતાધારની પરંપરા બીજાના હિતનો, બીજાને આપવાનો વિચાર કરવાની છે, આપા ગીગાનો ઓટલો આ પરંપરાની જ પ્રસાદી છે, અહિ પૂ. નરેન્દ્રબાપુ ગૂ‚ જીવરાજબાપુને આપા ગીગાના ઓટલે પધારેલ અતિથિ પ્રત્યેનો ભગવદીય ભાવ ઈશ્ર્વર પ્રત્યની આસ્થાના દર્શન કરાવે છે. શ્રીમદ ભાગવત વેદોનું પાકેલુ ફળ છે. માતાઓનાં ત્યાગ અને બલિદાનની કથા છે, ગૂ‚પુત્ર અસ્વસ્થામાએ પાંડવોના પુત્રને મારી નાખ્યા ત્યારે ગુસ્સે ભરાયેલા પાંડવોએ તેને બાધીને દ્રૌપદી સન્મુખ રજૂ કર્યો અને તેને શું સજા કરવી? ત્યારે દ્રૌપદીએ અસ્વસ્થામાને માફી આપીને છોડી મૂકવા કહ્યું, દ્રૌપદીનો આ અવાજ પાંડવોની પત્નીનો નહોતો, પણ કૃષ્ણની બહેન દ્રૌપદીનો હતો. કથા ઉપક્રમમાં વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ કળીયુગમાં ગાયને કોઈ ઓળખી શકતુ નથી. હિન્દુ સનાતન ધર્મમાં ગાય આધ્યાત્મિક, આધિ દૈવિક, આધિભૌતિક આ ત્રણે તપોનું પરિશમન કરવાવાળી મંગલમય કલ્પલત્તા‚પ છે.ગાય ખૂબ પવિત્ર છે, તેના શરીરનો સ્પર્શ કરતી હવા પણ પવિત્ર થઈ જાય છે, ગાયના ગોબરમાં ઝેરને ખેંચી લેવાની વિશેષ શકિત છે. રોગણુ અને વિષાણુંનાશક છે.કથાયાત્રાને આગળ વધારતા પૂ. દીદીએ પાંડવોની હિમાલય તરફ વિદાય, પૂર્વતારોહણ પછી હસ્તિનાપૂરનું શાસન પાંડવ પુત્ર પરિક્ષીત કરે છે, કળિયુગનો પ્રવેશ, સમીક ઋષિના ગળામાં મૃત નાગ પહેરાવવો, ઋષિપુત્રનો પરિક્ષિતનો શાપ, આજથી સાતમાં દિવસે તક્ષક નામનો નાગ દંશ દેશે અને મૃત્યુ પામીશ, મહામૃતિ સમીકને તેના પુત્રના આ કૃત્ય બદલ ધણોજ પશ્ર્ચતાપ થયો. બીજી તરફ પરીક્ષીત રાજધાનીમાં પહોચ્યા, ધણોજ પસ્તાવો થશે. જીવનમા વૈરાગ્યનો ભાવ દ્દઢ બન્યો અને ગંગાતટ પર અમરણાંત અનશનનો ત્યાગ કરીને શ્રી હરિનું ધ્યાન કરીને બેસી ગયાગંગાતટે પરિક્ષીતના અનશન દરમ્યાન અત્રીઋષિ વિશ્ર્વામિત્ર, પરશુરામ સહિતના અનેક ઋષિમુનિઓનું આગમન થયું. આ વિશિષ્ટ ગોત્રના જુદા જુદા ઋષિઓનું રાજા પરિક્ષિતે યથાયોગ્ય અભિવાદન કર્યુ, દરમ્યાન વ્યાસનંદન ભગવાન શ્રી શુક્રદેવજી ત્યાં પ્રગટ થયા ત્યારે ભકત હૃદય રાજા પરિક્ષિત તેના ચરણ કમણને પ્રણામ કરીને શુક્રદેવજીને નમ્ર ભાષામાં વાત કરે છે… કથા વિરામ લેતા આગળનો ઉપક્રમ તૃતિયદિને.