પોષ શુદ પૂનમને ગૂરૂવાર તા.૨૮-૧-૨૧ના દિવસે ગૂરૂપૂષ્યામૃત યોગ છે. અને સાથે પોષી પૂનમ છે. સોનું ચાંદી જમીન મકાન વાહન ઘર ઉપયોગી ચીજ વસ્તુ કપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તથા આ દિવસે કુળદેવીનીપૂજા શ્રીયંત્રની પૂજા તથા શ્રી સુકનના પાઠ કરવા શ્રીયંત્રની સ્થાપના કરવી પણ ઉતમ રહેશે પોષીપુનમ ગુરૂવાર અને ગુરૂ પુષ્યામૃત યોગના ત્રિવેણી સંગમથી આ બધા કાર્યો ઉતમ ફળદાઈ રહેશે. તથા આ દિવસે અંબાજી માતાજીનો પ્રાગટય દિવસ છે. આ દિવસથી માધ સ્નાનનો પ્રારંભ થાય છે. આદિવસે ચંદ્રમાં ૧૬કળાએ ખીલી ઉઠશે અને પોતાનું સંપૂર્ણ તેજ અને અમૃત તત્વ પૃથ્વી ઉપર પાડશે પોષી પુનમના દિવસથી માધ સ્નાનનો પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું નહાવાના જળમાં ગંગાજળ ખાસ પધરાવું સૂર્યનારાયણને યાદ કરવા સાથી વિષ્ણુભગવાન અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું તિર્થોનું સ્મરણ કરવું. પોષી પૂનમનાદિવસે માતાજી શાંકભરી દેવીનો પ્રાગટય દિવસ છે. આથી માતાજીને લીલા શાકભાજી ધરાવામા આવે છે. આ દિવસે નાની બાળાઓ એ વ્રત રાખી અને સાંજના સમયે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રના દર્શન કરી બાજરાનાં રોટલાની ચાનકી બનાવી તેમાથી ચંદ્રના દર્શન કરી અને ભાઈને કહે છે પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભઈની બહેન રમે કે જમે ત્યારે ભાઈ બોલે જમે આમ ઘરનાં સૌ સભ્યો ભેગા મળી અને અગાશીએ ભોજન કરવું.
ગૂરૂપૂષ્યામૃત યોગના શુભ મૂહૂર્તો દિવસના ચોઘડીયા
શુભ ૭.૨૮ થી ૮.૫૧
ચલ ૧૧.૩૭ થી ૧૨.૫૯
લાભ ૧૨.૫૯ થી ૨.૨૩
અમૃત ૨.૨૩ થી ૩.૪૬
શુભ ૫.૦૯ થી ૬.૩૨
રાત્રીનાં શુભ ચોઘડીયા અમૃત ૬.૩૨ થી ૮.૦૯, ચલ ૮.૩૨ થી ૯.૪૬ અભિજિત મૂહૂર્ત બપોરે ૧૨.૨૮ થી ૧.૨૨