-શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
આવતી કાલે એટલે કે ૨૭ એપ્રિલે ગુરુ પુષ્ય યોગ સર્જાશે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં શુભ ખરીદી અને શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જેમ દિવાળીમાં શુભ કાર્ય, ખરીદી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેવી જ રીતે ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગથી શુભ કાર્યની શરૂઆત કરવી અને નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુપુષ્યા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી જમીન મકાન વાહનની ખરીદી કરવી મકાન નો દસ્તાવેજ કરવો પૂજાના સામગ્રીની ખરીદી કરવી જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરવી શ્રી યંત્રની ખરીદી કરવી આ બધું આજીવન ઉત્તમ ફળ આપનાર બને છે.
પુષ્ય નક્ષત્રમાં વૃદ્ધિનો ગુણ હોવાથી કોઈપણ સારા કાર્ય કે સારી બાબત અને પૂજા ઉપાસના મા તથા શુભ ખરીદી મા ઉત્તમ ફળ આપનાર બને છે તેમાં પણ ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર અને રવિવાર અને પુષ્ય નક્ષત્ર આવે તો આ દિવસે ગુરુપુષ્યામૃત યોગ અને રવિપુષ્યામૃત યોગનો ઉત્તમ દિવસ બને છે અને આ દિવસ દરેક શુભ બાબતોમાં શુભ ફળ આપનાર છે
ગુરુપુષ્યામૃત યોગ ના દિવસના શુભ મુહુત
• શુભ 6.19 થી 7.56
• ચલ 11.08થી 12.45
• લાભ 12.45 થી 2.21
• અમૃત 2.21 થી 3.57
• બપોરે અભિજીત મુહુર્ત 12.19 થી 1.10
• રાત્રિના શુભ સમયની યાદી
• અમૃત 7.10 થી 8.34
• ચલ 8.34 થી 9.57
હાલમાં ગોચરમાં ગુરુ+ રાહુ નો ચાંડાલ યોગ ચાલી રહ્યો છે તો આ દિવસે ગુરુગ્રહ ના બળની વૃદ્ધિ માટે ગુરુના મંત્ર જપ કરવા અથવા તો ગુરુ ના વેદક મંત્ર જપ કરાવવા જેથી આ યોગમાંથી રક્ષા મળશે તે ઉપરાંત આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા પણ ઉત્તમ ફળ આપનાર છે
આ દિવસે ખાસ કરીને પોતાના ઇષ્ટદેવ કુળદેવી ની પૂજા કરવી જપ કરવા ઉપાસના કરવી પણ શુભ ફળદાઈ છે અને આનુ અનેક ઘણુ ફળ મળે છે પરંતુ ખાસ સુચના સાથે એ કે આ પૂજા ઉપાસના ફક્ત એક દિવસ ન કરતા દરરોજ કરવી ઉત્તમ રહેશે ઘણા લોકો આવા ઉત્તમ યોગના દિવસે એક દિવસ જ પૂજા ઉપાસના કરી અને પછી નથી કરતા પરંતુ પોતાના કુળદેવી ઇષ્ટદેવની પૂજા દરરોજ કરવી જોઈએ અને તેમાં પણ ગુરુપુષ્યમૃત યોગના દિવસ થી શરૂ કરશો તો તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે જ
તે ઉપરાંત આ દિવસે નાના બાળકોને બુદ્ધિ બળ વધે તે માટે ઔષધી નુ પ્રાસન એટલે કે સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે તે પણ ઉત્તમ ગણાય છે