બગદાણા, પાટડી, વિરપુર, સતાધાર સહિતના ધાર્મીક સ્થળોએ ગુ‚પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમો: જ્ઞાનની કેડી બતાવનાર ગુ‚નો ઋણ ચુકવવાનો કાલે અનેરો અવસર
રાજકોટ
અજ્ઞાનનો અંધકાર દુર કરી જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથરનાર અને દરેક વ્યકિતના જીવનમાં ભગવાન તથા માતા પિતા જેટલું જ મહત્વ ધરાવતા ગુ‚ના ઋણ ચૂકવવાનો આવતીકાલે સોનેરી અવસર છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં કાલે ભારે ભકિતભાવ સાથે ગુ‚પૂર્ણીમાની ઉજવણી કરવામાં આવશે બગદાણા, સતાધાર, વિરપુર, પાટડી સહીતના સ્થળોએ ગુ‚પુજન, મહાપ્રસાદ સંતવાણી સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી તમામ ધાર્મીક સ્થળોએ ભાવીકોની ભીડ જામશે.
૨૮ વર્ષથી નિયમિત પણે ચાલતા રામ સંકિર્તત પાછળ સારીએ કારર્કિદી ન્યૌછાવર કરનાર મંહત સુરેશભાઇના લલકારથી રાત્રુ ૧૦ વાગ્યે રામનામની અલખ જગાવવામાં આવશે. એ મઘ્યે જ સંકિર્તનના રંગે રંગાયેલા સ્વજનો દ્વારા મહંત સુરેશભાઇનું ભવ્યથી ભવ્યાતીત સન્માન કરવામાં આવશે તે પૂર્વે બપોરે સેંકડો લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂલેલિયા હનુમાનજી મંદીરે પણ રામધુન તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વય સંઘ દ્વારા પણ ઘ્વજ ને ગુ‚ સ્થાને રાખી ગુ‚પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખંભાળીયામાં પ્રતિવર્ષ ગુ‚પૂર્ણિમાનું મહત્વ વધી રહ્યું છે.
વડીયા
શ્રી ભુનેશ્ર્વર મહાદેવ તથા સદગુ‚ મહારાજ પરમ પૂજય શ્રી કૈલાસગીરીબાપુની સમસ્ત પાવન ચેતનાના આશીર્વાદ થી ઢોળવા ગામની તપોભૂમિ એવી શ્રી કૈલાસ આશ્રમમાં શ્રી ગુ‚પૂર્ણિમા મહોત્સવનું સુંદર આયોજન થયેલ છે. તો આ પાવન પ્રસંગે સંતદર્શન, પ્રસાદ તથા ગુ‚પુજન અને ભજનો તથા ભજન સંઘ્યામાં નામી અનામી કલાકારો સંતવાણી રજુ કરશે.
રાજુલા
રાજુલાના રામપરા-ર ગામે સંતશ્રી રામદાસબાપુની પાવન ભૂમી એવા વૃન્દાવન આશ્રમમાં ગુ‚પૂર્ણિમા મહોત્સવનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં ગુ‚ પુજન દિવ્ય પૂજા તથા બપોરના ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પૂ. રાજેન્દ્રદાસ બાપુ ગુ‚શ્રી લાલદાસબાપુ તથા સર્વે સેવકગણ વૃન્દાવન બાગ રામપરા-ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવેલ છે.
દ્વારકા
દ્વારકાના સુપ્રસિઘ્ધ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરનિામ સંંકિર્તન મંદીર ખાતે ગુ‚પૂર્ણિમા ઉત્સવની ઉજવણી થનાર છે. ટ્રસ્ટી પ્રફુલભાઇ દાસાણી, જગદીશભાઇ ભાતેલીય, તથા પ્રેમ પરીવાર ગુ્રપના કે.જી. હિન્ડોચા, ભરતભાઇ સોલંકી તથા પુજારી પરીવારના ભાનુભાઇ મીન વિગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ઉત્સવ દરમ્યાન પ્રભાત ફેરી સવારે ૫.૩૦ કલાકે, શ્રી અભિષેક પૂજન આરતી સવારે ૧૦.૩૦ થી ૧૨ વાગ્યા સુધી, ગુ‚ પૂજન બપોરે ૧૨ વાગ્યે ગુ‚પ્રસાદી બપોરે ૧૨.૩૦ કલાકે તેમજ નગર સંકિર્તન સાંજે ૬.૩૦ કલાકે રાખેલ છે.
વાંકુનીધાર
અમરેલી જીલ્લાના વાંકુની ધાર શ્રી પંચમુખી હનુમાનજી આશ્રમે ગુ‚પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. પ.પૂ.શ્રી રામબાલકદાસ બાપુની નિશ્રામાં ગુ‚પૂર્ણિમા ઉત્સવ ઉજવાનું આયોજન થયેલ છે. સવારના ૮ થી ૯.૩૦ ગુ‚પૂજન ૯.૩૦ બાદ વિશ્ર્વશાંતિ માટે ૧૧ હનુમાનન ચાલીસા પાઠ યજ્ઞ અને બપોરની આરતી બાદ હજારો સેવકો પ્રસાદનો લાભ લેશે. ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામ પાસે ચલાલા રોડ ઉપર દરેક ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોએ ગુ‚પૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
સાવરકુંડલા
સાવરકુંડલા થી ૬ કી.મી દુર આવેલા હાથસણી રોડ ખાતે આવેલા માનવ મંદિર આશ્રમ(પાગલ આશ્રમ) કે જ્યા નિ:સ્વાર્થભાવે મંદબુધ્ધિ મહીલાઓની અને સમાજે તરછોડી લીધેલ મહીલાઓની પ.પૂ ભક્તિરામ બાપુની નિશ્રામાં સેવા ચાકરી કરવામાં આવેછે અને માનવ મંદિર(પાગલ આશ્રમથી) અનેક મંદબુધ્ધિની મહીલાઓ મંદબુધ્ધિમાથી બહાર નીકળી ને પોતાના નવજીવન ની શરૂઆત કરી છે અને પોતાના પરીવારોથી છુટા પડી ગયેલાને પોતાના પરીવાર સાથે મીલન કરાવ્યા છે હાલમાં ત્યા ૩૪ જેટલી મંદબુધ્ધિની( પાગલ મહીલાઓ) સારવાર લઇ રહયાં છે અહીંયા મંદબુધ્ધિની મહીલાઓ સમયસર વેલ્લા ૬:૩૦ કલાકે ઉઠીને ચા, નાસ્તો કરીને પોતાની રીતે વિશાળ જગ્યા માનવ મંદિરમાં વોકીંગ કરે છે પછી ટાઇમસર જમવાનું આપીને, દવા આપીને પોતનાના રૂમમાં મુકીદેવા આવેછે સાંજે ૪:૩૦ કલાકે બધાને બહાર કાઢીને ફરી પાછો ચા,નાસ્તો કરીને પોતાની રીતે વોકીંગ કરે છે ત્યાર બાદ સાંજે એકજ લાઇનમાં બધા આરતી સમયે મંદબુધ્ધિની (પાગલ મહીલાઓ) એક સાથે એકઠા પ્રાર્થના કરે છે. થઈ ને પાગલએ પરમાત્માનું સ્વરૂપ છે દવા,દુવા, અને કુદરતી હવાના પ્રભાવ થી માનસીક દરીદ્વતા દુર કરવાનો પ.પૂભક્તિરામ બાપુ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે મંદિર ખાતે આ પાચમી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં તા.૮/૭/૨૦૧૭ સાંજે ૬:૩૦ કલાકે પ્રસાદ,રાત્રે ૮ કલાકે સંતવાણી, તેમજ અષાઢ સુદ્ધાં ૧૫ (પૂનમ)તા.૯/૭/૨૦૧૭ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ગુરૂપૂજન સવારે ૮:૩૦ કલાકે, સવારે ૯:૩૦ કલાકે મારૂતિ યજ્ઞ સહીતનુ આયોજન કરવામાં આવ્યુ છે.