સમગ્ર મેધવાડ સમાજના ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે: આયોજકોએ અબતકની મુલાકાત લીધી
સંત દાસીજીવનની જગ્યા ધોધાવદરના સાનિઘ્યમાં વિઘાર્થી સન્માન સમારોહનું ગુરુપૂર્ણિમાના પાવન દિવસે કરવામાં આવ્યું છે. સમગ્ર મેધવાડ સમાજના ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. આ તકે આયોજકોએ શ્રી લોકદાસબાપુ, જેન્તીભાઇ પરમાર, પ્રેમજીભાઇ જાદવ, હરેશભાઇ મકવાણા, સવજીભાઇ સાગઠીયા, શાંતિભાઇ, ભીખાભાઇ, મયુરભાઇ રાઠોડે અબતકની મુલાકાત લીધી.
દાસી જીવણ સાહેબની જગ્યા ધોધાવદર માં ગુરુપૂર્ણિમા ઉત્સવનું તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે વિઘાર્થીઓ ઉત્તરોતર પ્રવૃતિ કરે અને વધુને વધુ વિકાસ કરે તેવા આશયથી આ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શહેરની જાણીતી વ્યકિતઓ ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓનો ઉત્સાહ વધારશે આમંત્રીત મહેમાનોમાં પ્રફુલ ટોળીયા ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ રાજેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ ભુવા સહીતના આગેવાનો પધારશે.