Abtak Media Google News
  • એ…જી… મને ઝીણો ઝીણો સાદ સંભળાય ગુરૂજી મારા આવે છે…
  • બગદાણા,વિરપુર,સત્તાધાર,પાળીયાદ,પાટડીના ઉદાસી આશ્રમ સહિતના તીર્થધામો ખાતે ગૂરૂપૂર્ણિમાની ઉજવણી થશે
  • અંધારા ઉલેચી જ્ઞાનની  રોશની  આપનાર ગૂરૂજીનું ઋણ  ચૂકવવાનો કાલે અણમોલ અવસર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં  આવતીકાલે  ગૂરૂપૂર્ણિમાં પર્વની ભકિતસભર ઉજવણી કરવામાં આવશે અંધારા ઉલેચી જ્ઞાનની રોશની આપનાર ગુરૂજીનું ઋણ ઉતારવા અને તેઓનાં ચરણોમાં વંદન  કરવાનો આવતીકાલે પાવનકારી દિવસ છે. સૌરાષ્ટ્રમાં તમામ નામી અનામી તીર્થધામો ખાતે ગૂરૂપૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં  આવ્યું છે. ગૂરૂજીની પાદુકા પૂજન, મહાપ્રસાદ,  સંતવાણી જેવા ધાર્મિક  કાર્યક્રમો યોજાશે.

ગુરૂપૂર્ણિમા પર્વને લઈ શિષ્ય સમુદાયમાં ભારે હરખની  હેલી ચડી છે.  તમામ વેદ-પુરાણમાં ગૂરૂજીનો  સવિશેષ  મહાત્મ્ય  દેખાડ વાામં આવ્યું છે. પ્રાચિન  કાળથી માનવ જીવનમાં ગૂરૂજીનું મહત્વ રહેલું છે. ગુરૂપૂર્ણિમાના દિવસે આખો દિવસ સદગુરૂના સવિશેષ ગુણગાન ગાવાનોઅવસર છે. કાલે સૌરાષ્ટ્રમાં બગદાણા,  વિરપુર, પાટડીના ઉદાસી આશ્રમ, રણછોડદાસજી બાપુ, પાળીયાદ સહિતના  તિર્થધામો ખાતે ગૂરૂપૂર્ણિમાના અવસરની ઉજવણી કરવામાં આવશે.

શિષ્યો કયારેય ગૂરૂનું ઋણ ચૂકવી  શકતા નથી  કારણ કે ગૂરૂજીએ શિષ્યને  જીવન જીવવાની  સાચી કેડી બતાવી છે.  ગૂરૂ માટે કોઈ એક દિવસ નહી પરંતુ  365 દિવસો મહત્વના હોય છે. આખુ વર્ષ અથાગ મહેનત  કરવામાં આવે તો  પણ ગૂરૂજીનું   ઋણ શિષ્ય  ચૂકવી  શકતો નથી. ગૂરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે શિષ્ય ગૂરૂના ચરણોમાં શીશ ઝૂકાવી જીવનને  પવિત્ર  કરશે.

સૌરાષ્ટ્રમાં ગામે ગામ ગૂરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ગૂરૂજીની મહાઆરતી,  મહાપ્રસાદ,  પાદુકાપૂજન અને સંતવાણી જેવા અનેક સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  એવું કહેવાય છે કે ‘ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગુ પાય બલીહારી ગુરૂ આપકી ગોવિંદ દીયો દિખાય’ ગુરૂની બલિહારી થાય તોજ વ્યકિતને ગોવિંદના  દર્શન થાય છે. ગુરૂ જ  બ્રહ્મા, વિષ્ણુ અને  મહેશ છે શિષ્યોની  નાની અમથી પીડા પણ  ગુરૂ સહન કરી શકતા નથી.

શાસ્ત્રોમાં ગુરૂનો અપાર મહિમા  ગવાયો છે.  વ્યકિત  જીંદગીભર ગુરૂનું  ઋણ ચૂકવી શકતો નથી. ગૂરૂના  દર્શન કરી ધન્ય થવાનો આવતીકાલે  અવસર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.