શિષ્યના અંતરના ઓરડામાં સતગુરૂ જ્ઞાનનું અજવાળુ પાથરે છે શિષ્યને ગાઢ અંધકારમાંથી દિવા ઉજાસ તરફ લઇ જવા માટે ગુરૂ દિવા દાંડીનું કામ કરે છે. ભકતજન કે શિષ્ય પોતાની ચામડીના જોડા બનાવી પહેરાવે તો પણ ગુરૂનું ઋણ ઉતારી શકતો નથી. આગામી રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભકિતભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. પાટડીના ઉદાસી આશ્રમ ખાતે પણ ગુરૂપૂર્ણિમા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આશ્રમ ખાતે પધારતા શિષ્યોને રતિભાર પણ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાટડીના ઉદાસી આશ્રમ ખાતે આગામી રવિવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભકિતસભર ઉજવણી માટે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે. પ.પૂ. સતગુરૂ શ્રી ઉદાસીગીરી મહારાજ અને પ.પૂ. સંત શિરોમણી જગાબાપાની અસીમ કૃપાથી પ.પૂ. ભાવેશબાપુ તથા પ.પૂ. વૈભવબાપુના સાનિઘ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે રવિવારે સવારે 10 કલાકે પ.પૂ. સતગુરુ ઉદાસીગીર મહારાજ અને પ.પૂ. સતગુરુ જગાબાપાની ચરણ પાદુકાનું સવિશેષ પુજન કરવામાં આવશે સાંજે પાંચ કલાકે ઉદાસી આશ્રમના ગાદીપતિ પ.પૂ. ભાવેશબાપુની ચરણ પાદુકાનું પુજન કરવામાં આવશે. સાંજે 7.30 કલાકે શ્રી જગદીશ્ર્વર મહાદેવની મહાઆરતી કરવામાં આવશે. ભાવિકો માટે રાત્રે 8 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ભવ્યાતિભવ્ય લોકડાયરો પણ યોજાશે. જેમાં ગુજરાતના નામી કલાકારો ગુરૂ મહિમાના ગુણગાન રજુ કરશે.
પાટડીના ઉદાસી આશ્રમ ખાતે દર વર્ષ ગુરૂપૂર્ણિમાની શાનદાર અને ભકિતસભર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે જેમાં ભાવિકોને હોંશભેર સામે થવા સ્નેહ નિતરતું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વર્ષમાં ગુરૂપૂર્ણિમાનો એક જ દિવસ એવો છે કે જયારે શિષ્ય ગુરૂનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરે છે. ગુરૂના ચરણોમાં શિશ ઝુકાવવા માટે વર્ષના તમામ 365 દિવસ શુભ જ હોય છે. કારણ કે શિષ્યોને ઉંડા અંધકારમાંથી પરમ તેજ ગુરૂદેવ જ લઇ જાય છે.
કહેવાય છે કે સત્તગુરૂના ચરણોમાં અમારે રોજ રે દિવાળી નથી જોઇ અમે કયારેય રાત અંઘારી ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં સામેલ થઇ ગુરૂના ચરણોમાં શીશ ઝુકાવી પાવન થઇએ.
સવારે 10 કલાકે શ્રી ઉદાસીગીરી મહારાજની અને પ.પૂ. સતગુરૂ શ્રી જગાબાપાની ચરણ પાદુકાનું પુજન
સાંજે પ કલાકે પૂ.શ્રી ભાવેશબાપુનું પુજન: 7.30 કલાકે શ્રી જગદીશ્ર્વર મહાદેવની મહાઆરતી, 8 કલાકે મહાપ્રસાદ અને રાત્રીના 10 વાગ્યાથી લોકડાયરો: ભાવિકોને ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં પધારવા સ્નેહ નિતરતું આમંત્રણ