ગુરૂ તારો પારો ન પાયો

પૂ. ભાવેશબાપુ અને પૂ. વૈભવબાપુના સાનિધ્યમાં સિતારામ પરિવાર દ્વારા ગૂરૂપૂર્ણિમાની ભકિતસભર ઉજવણી કરાશે: ગૂરૂપૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના ભકિતસભર કાર્યક્રમો યોજાશે

ગુરૂ ગોવિંદ દોનો સામને  ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દીયો દિખાય,સમરણ કરૂ ત્યાં સહાય મળે છે  બાપા  તમારૂ  નામ લેતા  આ બધા પાપો  ટળે છે.   આ સાખીને  પાટડી ઉદાસી આશ્રમના  સંત શીરોમણી પૂ. જગાબાપાએ ચરીતાર્થ કરી દેખાડી છે. બાપાની સુખદ સાનિધ્યમાં હજારો  સેવક ગણોએ  જાણે  હરિના  દર્શન  થયા હોય  તેવો  પાવનકારી અહેસાસ કર્યો છે. આજે  ભલે પૂ. જગાબાપા સદેહ આપણી વચ્ચે ન હોય પરંતુ  તેઓની હાજરીના સતત  પરચા શિષ્યોને  મળી રહ્યા છે. ગુરૂનું ઋણ કયારે ચૂકવી શકાતુ નથી પરંતુ  ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે  ગુરૂના ચરણોમાં શિશ ઝુકાવી આત્માને  સુધ્ધ કરી શકાય  છે. આગામી  સોમવારે  ગુરૂપૂર્ણિમાનો અવસર છે ત્યારે  પૂ. જગાબાપાની  પાવન ભૂમિ એવા ઉદાસી આશ્રમ ખાતે સિતારામ પરિવાર દ્વારા  ગુરૂપૂર્ણિમાનું ભકિતસભર ઉજવણી કરવામાંઆવશે.

જીવનમાં માતા-પિતા પછી જો  કોઈનું સ્થાન  હોય તો તે ગુરૂનું છે માનવ  જીવનમાં કયારેય ગુરૂનું ઋણ ચૂકવી શકતો નથી.  માતા જન્મ આપે છે પરંતુ જીવન જીવવાનો સાચો  માર્ગ ગુરૂ બતાવે છે ગુરૂની કૃપા અગણીત  અને  અપરંપાર છે. ગૂરૂ માટે કોઈ એક દિવસ નહીં પરંતુ ગુરૂથી જ તમામ દિવસો  શિષ્ય માટે સૂવર્ણ હોય છે. આગામી સોમવારે પાટડીના  ઉદાસી આશ્રમ સહિત સૌરાષ્ટ્રભરમાં  ગૂરૂપૂર્ણિમાની ભકિતસભર ઉજવણી  કરવામાં આવશે ગુરૂપુજન, મહાઆરતી, મહાપ્રસાદ, પાદુકા પૂજન અને સંતવાણી જેવા ભકિતસભર  કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

પાટડીના  ઉદાસી આશ્રમ ખાતે સિતારામ  પરિવાર દ્વારા પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવબાપુ, અને પૂ મયૂરબાપુના મંગલ સાનિધ્યમાં  સોમવારે ગૂરૂપૂર્ણિમા પર્વની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે. ભકતગણ દ્વારા પૂ. જગાબાપાની પાદુકાનું પૂજન કરવામાં આવશે. સાંજે  5 કલાકે આશ્રમના સેવકો  દ્વારા ગુરૂપૂજન કરવામાં આવશે. ત્યારબાદ મહાઆરતી,  મહાપ્રસાદ અને   રાત્રે સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.  સિતારામ  પરિવારમાં જબ્બરો  ભકિતરસ  ઘૂંટાય રહ્યો છે. ગુરૂની  ઝાંખી  પામવા માટે  સૌરાષ્ટ્ર સહિત   રાજયભરના ભાવિકો   સોમવારે પાટડી ઉદાસી આશ્રમ ખાતે ઉમટી પડશે.સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સોમવારે   ગૂરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ અને ન્યારામાં આવેલા સદગુરૂ આશ્રમ,   વિરપુરમાં  જલારામ મંદિર ખાતે, બગદાણામાં  બાપા સિતારામ મંદિર ખાતે ગૂરૂપૂર્ણિમા નિમિતે  અનેકવિધ  ધાર્મિક કાર્યક્રમોનું આયોજન  કરવામા આવ્યું છે. સૌરાષ્ટ્રના દરેક ગામમાં  ગૂરૂપૂર્ણિમાં પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

જીવન જીવવાની  સાચી દીશા  દેખાડનાર  ગૂરૂનો  ભકતોજનો સાચા હૃદયથી  આભાર  વ્યકત કરશે ગુરૂના ચરણોમાં શીશ ઝૂકાવી જીવન પાવન કરવાનો અવસર માણશે ભારે વરસાદના   કારણે પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો કેન્સલ  કરવામાં આવ્યો છે. જૂનાગઢના ભવનાથ, તોરણીયા, સતાધાર, ચોટીલા નજીક આવેલા આપા ગીગાના ઓટલે, વિરપુર, તલગાજરડા,  સહિત ગામે ગામ ગૂરૂપૂર્ણિમા પર્વ ઉજવાશે શિષ્ય ગણના રોમ-રોમમાં  આનંદ પ્રવર્તિ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.