શહેરમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી વી.ડી.એમ. કોલેજ પાછળ આવેલા ગુરુપ્રસાદ સોસાયટી ગરબી મંડળે પ્રથમ દિવસે જ વિવિધ રાસ રજુ કરીને જમાવટ કરી હતી. આ ગરબીની વિશિષ્ટતામાં નાના નાના બાળકોને ‘કાનુડા’ રાસ ખુબજ આકર્ષણ જમાવે છે. આ રાસમાં નાના બાળકોને જેને રમવું હોય તેને પ્રવેશ અપાતો હોવાથી લત્તાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
પ્રથમ નોરતે ગરબીની મુલાકાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કોર્પોરેટર નિતિનભા રામાણી, શૈલેષભાઇ ડાંગર, જાણીતા ઉઘોગપતિ જયંતિભાઇ સરધાર અને જીતુભાઇ સેલારા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહીને આરતીમાં ભાગ લીધો હતો. આજે તાલી રાસ, દાંડીયા રાસ, મટકી રાસ, દિવડા રાસ જેવા રાસો એ જમાવટ કરી હતી. આજે પ્રથમ દિવસે જયંતિભાઇ સરધારે લાણી આપી હતી. સોસાયટી આજુબાજુના દોશી હોસ્પિટલ, નવલનગર, ગોકુલધામ, કૃષ્ણનગર, જેવા વિવિધ વિસ્તારોના લત્તાવાસીઓમાં આ ગરબીનું અનેરુ મહત્વ અન આકર્ષણ હોવાથી બહોળી સંખ્યામાં રાસોત્સવ જોવા પધારે છે.