સેંકડો સંતોને હજારો હરિભક્તો તથા વિદ્યાર્થીઓએ અંતિમ દર્શન કર્યા
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના શલક્ષ્મીનારાયણ સ્વામીજીના પાર્થિવ શરીરને સાંજે 4 વાગ્યેે પાલખીમાં પધરાવી દર્શનાર્થે રખાયેલ. જુનાગઢ, અમદાવાદ મેમનગર, છારોડી, નિકોલ, શાંતિગ્રામ,સુરત, વડોદરા, વિદ્યાનગર, નવસારી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર , મોરબી, સુરેન્દ્રનગર, નીલકંઠધામ પોઈચા, વર્ણન્દ્રધામ પાટડી, જસદણ,ભાયાવદર, તરવડા, હરિયાળા, ભૂમેલ વગેરે ગુરુકુલોથી પધારેલા સંતો તેમજ જુનાગઢ, ગઢડા, વરતાલ, લોયા, કંડારી, ફરેણી, દવારકા, ગોડલ સરધાર, વંથલી, ધોરાજી, ઢસા, રાજ્કોટ, બગસરા, દામનગર, મહુવા, રીબડા, છાણી, ધાંગધ્રા વગેરે મંદિરોએથી પધારેલા સંતો તેમજ મુંબઈથી નવીનભાઇ દવે, રાજુભાઇ ગાંધી, મેઘજીભાઈ બંગારી, રમેશભાઈ લાખાણી,સુરતથી લાલજીભાઈ પટેલ, તુલસીભાઇ ગોટી, ધીરૂભાઇ કોટડીયા, રાકેશભાઈ દુધાત, લાલજીભાઇ તોરી, બીપીનભાઈ દેસાઇ, અમદાવાદથી બાબુભાઈ શેલડીયા, રવજીભાઈ કથીરીયા, મોરબીથી મગનભાઈ ભોરણીયા તેમજ સ્વામીજીના પૂર્વાશ્રમના ભાઈશ્રી વલ્લભભાઇ લીલા વગેરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હરિતકતોએ ભાવ સૂમન અર્પણ કરેલ.
સાંજે 4 વાગે તેમના પાર્થિવ શરીરને ગંગાજળ આદિ તીર્થ જળથી સ્નાન કરાવી. નૂતન વસ્ત્રો, જનોઈ તથા તિલક ચાંદલો ધારણ કરાવ્યા. પાલખીમાં પધરાવી ગુરુકુલ પરિસરમાં હજારો વિદ્યાર્થીઓ અને હરિભકનોના દર્શનાર્થે પધરાવેલ.
અમદાવાદ મેમનગર, સુરત, જુનાગઢ , તરવડા, જસદણ,નીલકંઠધામ પોઈચા, વરણીન્દ્રધાન પાટડી, હૈદરાબાદ, બૈગલોર, વરણામાં વડોદરા, નવસારી,ગઢપુર, જુનાગઢ, દવારકા, વડતાલ, કંડારી, લોયા, સરધાર, ધાંગધ્રા, હરિયાળા,ગોડલ, ધોરાજી, વંથલી, રાજકોટ બાલાજી મંદિર, મહુવા, ફરેણી, રીબડા, ઢસા, છાણી-વડોદરા, વગેરે મંદિરો તથા ગુરુકુલોથી મોટી સંખ્યામાં સંતો તેમન શ્રી નવિનભાઈ દવે,શી લાલજીભાઇ પટેલા સુરત, શ્રીધીરૂભાઇ કોટડીયા, શ્રી રાકેશભાઇ દુધાત, મુંબઈ, અમદાવાદ સુરત, વડોદરા, હૈદરાબાદ, બેંગ્લોર, સુરેન્દ્રનગર, જુનાગઢ, વગેરે શહેરો તથા ગામડાઓમાંથી આવ્યા હતા. મેયરશ્રી, ધારાસભ્યશ્રી લાખાભાઈ વગેરે રાજદ્વારીઓ, તથા સ્વામીના પૂર્વાશ્રમના ભક્તો સહુ દર્શનાર્થીઓએ હાર તથા પુષ્પ પાંખડીઓ તથા પ્રવચનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર તેઓના ચૌદમાના દિવસે તા. 18 સપ્ટેમ્બર ને રવિવારે સવારે 9 -00 વાગે ગુરુકુલમાં શ્રદ્ધાજલિ સભા યોજાશે.