મહાપૂજા, અભિષેક, અન્નકુટ, શણગાર, આરતી તેમજ પ્રાગટય કથા સહિતના સાંસ્કૃતિ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા
રામનવમીના પરમ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવાયો હતો.
ઉત્સવમાં એલ ઈ ડી ્રિડી મેપિંગ સ્ટેજ હતું અને ગુરુકુળ ના હરિભક્તો અને વિર્દ્યાીઓએ ભગવાનની લીલાનું ત્રાદૃશ્ય કર્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાય મહાન ગ્રં હરિલીલા કલ્પતરુ ૩૩૦૦૦ હજાર સંસ્કૃત શ્લોકોનું સરળ ગુજરાતી ભાષાંતર કરી ૯ ભાગમાં ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
રાત્રે ૧૦:૧૦ કલાકે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતી ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ ઉતારી હતી ત્યારબાદ ભગવાન
આજી નૃત્ય અને અવનવા રૂપકો રજૂ યા હતા.
ઉત્સવમાં હજારો ભાવિકોએ ભાગ લીધો હતો. ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ પોતાની વાણીમાં જણાવ્યું કે ભગવાન અને સંતોને પૂજવા એ તો સહેલું છે પણ તેના રસ્તે ચાલવું ખુબ કઠીન છે.
આ પ્રસંગે સ્વામીનારાયણ ગુ‚કુળના મહંતે જણાવ્યું હતું કે આણા શાસ્ત્રોકારોના સુચના અનુસાર જયારે ધર્મનો નાશ થાય અને અધર્મ વૃઘ્ધિ પામે ત્યારે યુગે યુગે પરમાત્માનું અવશ્ય અવતરણ થાય છે. ચૈત્રસુદ નવમીના દિવસે રાત્રે ૧૦ કલાક અને ૧૦ મીનીટે પૂર્ણ પુ‚ષોતમ ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટય થયું હતું. વૈદિક સંસ્કૃત પ્રમાણે ભગવાન આવી ભાગવત ધર્મનું પોષણ કર્યુ હતું અને સંતોનું રક્ષણ અને ભકતોને આનંદ આપે છે. સદાચાર અને સંસ્કૃતનો વિસ્તાર કરે છે. ગુ‚કુળ આજથી ૭૦ વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજના હસ્તે શ‚ કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ પ્રભુજીની આરાધનામાં અભિષેક, અન્નકુટ, બાળકો દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભગવાનના પ્રાગટયની કથાઓ રજુ કરાયા હતા. કાર્યક્રમના અંતે રાસ અને પ્રસાદ લઇ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
આ શ્રી હરિલીલા કલ્પતરૂ ગ્રંથ એટલે….???
ભગવાન શ્રીહરિના દતયુગ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના અનન્ય ભકિત ભાવપૂર્ણ સંકલ્પથી સાકારિત થયેલ હરિકૃષ્ણ મહારાજના લીલા ચરિત્રોનો તેમજ સર્વોપરી ઉપાસનાનો અદભુત મહાગ્રંથ
આ ગ્રંથનું લેખક સદ. ગુણાતીતાનંદ સ્વામી અને સદ ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય પંડિતવર્ય શ્રી અચિત્યાનંદ બ્રહ્મચારીજી મહારાજે કરેલ છે.
૩૩,૦૦૦ ઉપરાંત સંસ્કૃત શ્ર્લોક, ૧૨ સ્કંધ, ૬૪૮ અઘ્યાય ધરાવતો વિશાળ મહાકાય ગ્રંથ
રાજકોટ ગુરુકુલ દ્વારા સંપૂર્ણ ગ્રંથનું સરળ ગુજરાતી ભાષાંતર વિવિધ લીલાઓના નામકરણ સાથે, લાઇટ વેઇટ પેપરમાં ટુ-કલર આકષક પ્રિન્ટીંગ તેમજ ૧૨ સ્કંધનું કુલ ૯ ભાગમાં નૂતન સંસ્કરણ સાથે પ્રકાશન થશે.
આ ગ્રથના વિમોચન પ્રસંગે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ રહેશે. ગ્રંથની કિંમત ‚ા ૯૦૦/- આ પ્રસંગે ‚ ૮૦૦/- મળશે.