- ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
- ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસમેય શ્રી ગુરુદેવ નમ:
ગુરુ વિના માત્ર જ્ઞાન જ નહીં,મોક્ષઅનેમુક્તિપણશક્યનથી..ગુરુપૂર્ણિમાએ ગુરુની ભાવવંદના અને આદરભાવ વ્યક્ત કરવા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવાની ભારતીય સંસ્કૃતિ અને પરંપરા હવે વિશ્વ સમાજની સમજાવવા લાગી છે અને ગુરુ નો મહિમા ચારે કોર થવા લાગ્યો છે.
ગુરુની કૃપા માત્રથી શિષ્યનું મંગળ થઈ જાય છે, ગુરુ શિષ્યના પ્રેમના પાવન પર્વ તરીકે મનાવવામાં આવતી ગુરુપૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ નું ધરોહર ગણાય છે ગુરુ વિના જ્ઞાન નથી મળતું તેવી રીતે મોક્ષ અને મુક્તિ પણ શક્ય નથી.
જીવન અને ભવસાગર પાર ઉતારવા માટે દરેકને પોતાના વિચારો હોય છે પરંતુ આ વિચારોને સાચી દિશા આપવા માટે સદગુરુ ની જરૂર પડે છે શક્તિનો યોગ્ય ઉપયોગ કરવા માટે ગુરુ ની જરૂર પડે છે ગુરુ વગરના શક્તિશાળી અને બુદ્ધિશાળી લોકો પણ દેવ બનવાના બદલે દાનવ બની જાય છે
જીવનના દરેક તબક્કે પથ દર્શક અનિવાર્ય છે.. મનુષ્યના પ્રથમ ગુરુ માતા, પછી શિક્ષક, આચાર્ય અને ધર્મનો માર્ગ બતાવનાર ધાર્મિક ગુરુ… પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે પ્રાચીન સમયથી ગુરુ શિષ્ય ના સંબંધો અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બની રહ્યો છે.. જીવનની પ્રથમ કિરણથી લઈને અંતિમ શ્વાસ સુધી ડગલેને પગલે તમામને કોઈપણ રૂપે ગુરુ ના દિશા નિર્દેશની જરૂર પડે છે.
જીવનના ઘટમાળમાં સાંગોપાંગ ઉતરવા માટે જ નહીં પરંતુ દરેક જીવના અંતિમ લક્ષ્ય મોક્ષ માટે પણ ગુરુની કૃપા અવશ્ય છે ધર્મના આચરણ અને સંસાર નો ભવ તરવા માટે સદગુરુ અનિવાર્ય છે ગુરુ પ્રેરણા સ્ત્રોત છે જે શિષ્યને હંમેશા પ્રેરણા આપતા રહે છે જે રીતે બગીચા માં ફૂલને ખીલવા અને સુગંધ આવવા માટે માળીની માવજત જરૂરી હોય છે તેવી જ રીતે જીવનના આ બાગમાં પણ દરેક વ્યક્તિને ગુરુ રૂપી માળીની જરૂર હોય છે ગુરુનો મહિમા ગોવિંદ કરતા પણ વધારે માનવામાં આવી રહ્યો છે ગુરુ માત્ર પથ દર્શક જ નહીં પરંતુ ગુરુની કૃપાથી જ સર્વ પ્રાપ્તિ થાય છે
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસમેય શ્રી ગુરુદેવ નમ: ના શ્લોકમાં સમગ્ર સંસાર માં ગુરુનો મહિમા દર્શાવ્યો છે ગુરુ શબ્દનો ભાવાર્થ જ ગુરુ નો સાચો મહિમા સમજવા માટે પૂરતો છે અધિકાર દૂર કરનારને ગુરુ કહેવાય છે જીવનમાં માત્ર શિક્ષા પ્રાપ્તિ માટે જ ગુરુની જરૂર નથી આ શિક્ષાની દીક્ષા સર્વ કલ્યાણના ભાવ ઉપજાવવા માટે સદગુરુની જરૂર હોય છે
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાઈ … બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાઈ
ગુરુ માટે નો ભાવ એવો હોવો જોઈએ કે ગુરુ અને ગોવિંદ માં કોઈ ફરક ન રહે ગુરુને આદર આપવાથી જ સર્વત્ર લાભની પ્રાપ્તિ થાય છે ગુરુપૂર્ણિમાના અવસર જનહીં પરંતુ જીવનના દરેક તબક્કે ગુરુનો આદરભાવ રાખવાથી ક્યારેય કોઈ દુ:ખ કે કષ્ઠી આવે જ નહીં તે ભાવ જીવનમાં કાયમ સજીવન રહે તો કાયમ ગુરુપૂર્ણિમાના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે