ખેણી ગૂરૂપૂર્ણિમા હવે માત્ર દીવો બળે એટલે જ દૂર: આપણે પગથી માથા સુધી નિષ્પાપ અને અણીશુધ્ધ પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા લેવાની જ રાહ !
કોરોનાગ્રસ્ત પરિસ્થિતિએ ‘ગૂરૂપૂર્ણિમા’ના પરંપરા મહા ઉત્સવમાં અવરોધ સજર્યો છે. તેને અશુભ અને અમંગળ એંધાણ ગણીએ કે દેશભરનાં ગૂરૂવર્યોની જ મરજી ગણીએ એ મહત્વનો સવાલ !
આપણા દેશમાં આવી જૂગજૂની માન્યતા પ્રવર્તે છે કે, નગૂરૂસો પરમપદ લેઈ, ગૂરૂસેવા મિથ્યાના દેઈથ (ગૂરૂ સેવા નિષ્ફળ જતી નથી, ગુરૂ દ્વારા જ પરમ પદ પ્રાપ્ત થાય છે.
નગૂરૂ: બ્રહ્મા, ગૂરૂ:વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્ર્વર
ગૂરૂ: સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગૂરૂવે નમ:થ
અર્થાત, નગુરૂ તે ઔર ન દૂસરા, જગન્નાથ ગૂરૂદેવથ
નજગન્નાથ તીનો પૂર માંહી, ગુરૂવ વિનુ કાહૂકી ગતિનાહીંથ
જયારે ગુરૂદેવ પધારે ત્યારે તેમનો સત્કાર કરવા આગળ જવું અને જાય ત્યારે પાછળ પાછળ ચાલીને વિદાય આપવી
આપણી જૂગજૂની અને નવી માન્યતા એવું દર્શાવે છે કે, ગુરૂજીનાં આસન પર બેસવું નહી, ને તેઓ ધ્યાનમાં હોય ત્યારે તેમના ધ્યાન મંદિરમાં પ્રવેશવું નહિ.
જો રામધામમાં વિશ્રામ કરવા ઈચ્છતા હો તો શ્રધ્ધાપૂર્વક સદ્ગુરૂને પ્રણામ કરો, ગુરૂજીનાં ધ્યાન સમયે ત્યાંથી દૂર ચાલ્યા જવું, ગુરૂદેવ આજ્ઞા કરે તો પોતે પણ ધ્યાનાનંદ માણવો.
સદ્ગુરૂને જ પૂજો, સદ્ગૂરૂનું ધ્યાન ધરો, સદ્ગુરૂ ઉપદેશનું અમૃત જ મોક્ષદાતા મંત્ર માનો.
રોજ પ્રાત: કાળમાં ગૂરૂ-ચરણામૃત પીવું અને ગૂરૂદેવને ધરાવેલો પ્રસાદ ગ્રહણ કરવો.
ચતુર શિષ્યે સદા સદ્ગુરૂમૂર્તિ ધ્યાન ધરવું અને સદ્ગુરૂનાં લીલાચરિત્રો વાચવાં.
જે કોઈ ગૂરૂ સાથે હોંસાતોષી કરી વાદવિવાદ કરે છે તે અક્ષમ્ય ધોર જંગલમાં બ્રહ્મરાક્ષસની ગતિ પામે છે.
સદ્ગુરૂની સર્વ વસ્તુને સાક્ષાત સદ્ગુરૂ જ ગણવી. તેમની આજ્ઞાના વિના એક તણખલું પણ લઈએ તો કુંભીપાક નરક ભોગવવું પડે.
પીઢા સેવહિ પાંવડી, આસન સેજ સુજાન;
હોત નીર છાયા ગુરૂ, નિલંધની ગૂરૂહિ સમાન
સદગુરૂને બેસવાનો બાજોઠ, ચાંખડી, આસન, શૈયા, ચરણામૃતને છાયા વિગેરેને ગૂરૂ સમાન ગણી તેને ટપવું નહિ.
બરણ એક સેવક હોઈ લીન્હા, શ્રવણ લાગી કે જો ગૂરૂ દીન્હા
ભૂમેં અસ ધન નહીં દિખાવૈ, જાસોં શિષ્ય ઉરિણ હોઈ જાવૈ.
ગૂરૂ પાસેથી એક અક્ષર પણ પ્રાપ્ત થયો હોય તો તેના બદલામાં ધરતી પર એવું કોઈ પણ ધન નથી કે નતેને આપી શિષ્ય ઋણમુકત થાય.
આછે આછે મહલ બનાઈ, સાદર દીજૈ ગૂરૂ પદરાઈ,
બછિયા સહિત દુધકી ગાઈ, ગૂરૂહિ દેત આનંદ સુખદાઈ
સુંદર મજાનું સદગુરૂ સદન બનાવી ત્યાં ગુરૂદેવની પધરામણી કરી તેમની સેવામાં વાછરડાવાળી દૂઝણી ગાય અર્પણ કરવાથી આનંદ અને સુખ મળે છે.
તન મન ધન અપના કછું નાંહી, ગુરૂ સુમિરિ લેહુ મનમાંહી
તન, મન, ધન, આપણું કાંઈ નથી બધુ ગુરૂનું જ છે. તેમ માની ગૂરૂ ગૂરૂ જાપ જપવા.
ઔરાં અધિક અમોલક હીરા, ગૂરૂકે દીયે મીંટે જમ પીરા
બસન નવીન દિયો ગૂરૂ હોતા, માનૌ કત બોયો કુરૂ ખેતા
કાટે બહુત બેર નહિં લાવે, રત્તિ એક દે મહા સૌ પાવૈ.
સદ્ગુરૂને અમૂલ્ય રત્ન ધરનાર યમ ફાંસામાંથી મૂકિત પામે છે. વસ્ત્ર દેનારને કુરૂક્ષેત્રમાં સુવર્ણદાન દીધાનું પૂણ્ય થાય છે. આ ફળ તુરંત જ મળે છે. ગુરૂ માટે કરેલું સામાન્ય દાન પણ મોટુ ફળ દે છે.
આમ, ગુરૂવર્યોનો મહિમા અખૂટ છે અને તે વર્ણવી શકાય તેમ નથી. આનાથી આગળ વધીને કહીએ તો નગૂરૂપૂર્ણિમાથનો દિવસ તો ખૂદ નહરિથ ને મળવા જેવો અને નહરિવરસ્ત્રને પામી જવા જેવો બની રહે છે.
એમ પણ કહી શકાય તેમ છે કે, ગૂરૂજનનોને વંદન કરવાની અને તેઓશ્રીને ભજવાથી કોઈ ભકતજનની લાજ જીવનયાત્રામાં કયારેય પણ જતી નથી. ગૂરૂની રક્ષા તો લોખંડના બખ્તરથીયે વધુ પ્રબળ હોય છે!
આપણો દેશ અત્યારે બેહાલ છે, ને બેસુમાર બરબાદ થઈ ચૂકયો છે. કોરોના સામેની ટકકર એને અતિ ભારે પડી રહી છે.
કમનશીબે અત્યારે આખો દેશ વેરવિખેર છે. છિન્નવિછિન્ન છે. રાજકારણ એને રાજકીય રીતે આર્થિક રીતે અને સ્વાર્થની અંધતાને અનુલક્ષીને તદન પંગુ બનાવી દીધો છે. ભ્રષ્ટાચાર, ભેળસેળ, પાપાચાર અને દુષ્ટતા સામેના યુધ્ધમાં આપણા રાજપુરૂષો અને રાજકર્તાઓ બૂરી રીતે હારી ચૂકયા છે એમ આ દેશની પ્રજાએ અવાર નવાર કહેવું પડે છે.
આપણો દેશ નગૂરૂપૂર્ણિમાથનાં પ્રકાશમાં સાચ અને જૂઠ વચ્ચેનો જાયજો લેતા હોય છે, અને નગૂરૂથના ષોડષોપચાર પૂજન અર્ચન તેમજ આરાધના ઉપાસના સમયે પાપ-પૂણ્ય વચ્ચેના ભેદની તૂલના કરતા હોય છે.
આ વર્ષની ગૂરૂપૂર્ણિમાના અવસર આડે અને તેઓને વંદના આડે હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે
દેશભરનાં પ્રભુતુલ્ય ગૂરૂજનો દેશભકિતના રંગે રંગીને આપણા દેશને નવું કલેવર આપે અને પરિવર્તનની હવા સર્જેતો દેશ અને દેશવાસીઓની ગૂરૂપૂર્ણિમા સાર્થક બની લેખાશે.