વકીલને મળી કડી, મર્ડર સમયે જય ગુગલ સેફિૅગ કરતો હતો
ઇન્ટરનેટ સફિંગ માટે ઉપયોગી ગુગલ નિર્દોષને ન્યાય પણ આપી શકે છે. તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા જય પ્રતાપસિંહને ગત વર્ષે ૧૧ વર્ષના છોકરાની હત્યા કરવાના આરોપમાં જેની ધરપકડ કરવામાં આવી હતી. જેણે ગુગલની મદદથી પોતાને બેગુનાહ સાબિત કરી નિર્દોષ ન્યાય મેળવ્યો હતો. આ કેસમાં જીલ્લા તેમજ સેન્સન જજ રજતસિંહ જૈને વધુમાં તપાસ હાથ ધરી પોલીસ સાથે મળીને આ કેસનો ખુલાસો કર્યો હતો.
જય પ્રતાપસિંહ એર ફોર્સ ઓફીસનો પુત્ર છે, તેના ઉપર કાનપુર પોલીસ દ્વારા રેહાન, ૧૧ વર્ષના બાળકની હત્યાનો આરોપ હતો. રેહાન ૨૦ ઓગષ્ટ ૨૦૧૬ના રોજ સંઘ્યા સમયે ૬.૩૦ વાગે ગુમ થયો હતો. તો તેના ર કલાક બાદ જ તેની કાપ કુપ કરીને ચિરેલી ડેડ બોડી મળી આવી હતી. જય પર લગાવવામાં આવેલા પોલીસના આરોપ પ્રમાણેના કોઇ ત્થ્યો મળતા ન હતા. કારણ કે ઇન્ટરનેટના ગુરુ ગુગલનું માનવું છે. કે હત્યાના સમયે જયનું આઇપી એડ્રેસ કાર્યરત હતું.
મતલબ જય તે સમયે ઇન્ટરનેટ સર્ફિગ કરતો હતો. જેનાથી સાબિત થાય છે કે જય નિર્દોષ છે. જયના કહેવા પ્રમાણે તે રેહાનની હત્યાના સમયે ઓનલાઇન એનિમેશન ડિઝાઇન પર કામ કરી રહ્યો હતો. તેના પિતાએ જયનું લોકેશન, સર્ફિગનો સમય તેમજ જેટલી વેબસાઇટ તેણે ખોલી હતી તેની માહીતી એકઠી કરી કોર્ટમાં પુરાવા માટે હાજર રહી હતી. ગુગલના રિપોર્ટ પ્રમાણે જય સાંજે ૪ થી લઇને રાતના ૧૧ વાગ્યા સુધી ઇન્ટરનેટમાં વ્યસ્ત હતો જેમાં તેણે ઘણી વેબસાઇટો પર કામ કર્યુ.
પોલીસે ૨૦ ઓગસ્ટના જયની ધરપકડ કરી પરંતુ એરેસ્ટ વોરંટ ૩૦ ઓગસ્ટના દાખલ કરયો. માટે જયના વકીલે જણાવ્યું કે જય પર બુગુનાહ હોવા છતાં સબ ઇન્સ્પેકટર દ્વારા ખોટો આરોપ નાખવામાં આવ્યો છે. જયારે એસઆઇની ટીમે આ મામલાની તપાસ કરી ત્યારે તેને ખુસાસો થતાં જય નિર્દોષ સાબિત થયો.