પ્રથમ વખત મીડિયા જગત માટે સમર્પણ ધ્યાન યોગની આધ્યાત્મિક શિબિરનું આયોજન: રાજકોટ તેમજ અમરેલી અને સૌરાષ્ટ્રના મીડિયાકર્મીઓની ઉપસ્થિતિ: વર્તમાન સમયના ગુરૂઓ, ઓરા, ધ્યાન જીવંત મૂર્તિ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી
શ્રી સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા હિમાલયના પરમ સિધ્ધયોગી પૂજય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની દિવ્ય ઉપસ્થિતિમાં ખાસ મીડિયા સાથે સંકળાયેલા તમામ લોકો માટે વિશેષ સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન આમ્તિય યુનિ.માં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો આરંભ પૂજય ભોળાનંદજીમહારાજ, કૌશિકભાઇ મહેતા, ધર્મેશભાઇ વૈદ્ય, સંજય પટેલ, ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના કે.કે. કરમટા, બીજેપીના પ્રવકતા રાજુ ધ્રુવ, સમર્પણ ધ્યાન યોગ પરિવારના જીજ્ઞા ગોહેલ, એ.એન.આઈ. ચેનલના સુરેશ પારેખ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજય સ્વામીશ્રી શિવકૃપાનંદજીના પ્રવચનનો આરંભ થયો હતો. પૂ.સ્વામીજીએ નિયમિત ધ્યાન વ્યક્તિના જીવનમાં કઇ રીતે બદલાવ લાવે છે એ વિશે તેમજ વર્તમાન સમયમાં ધ્યાનની આવશ્યકતા, ઓરા તેમજ યોગ વગેરે વિશેષ વિસ્તૃત જાણકારી આવી હતી.
સવારે ૭ વાગ્યે પ્રારંભ થયેલા કાર્યક્રમનો મીડિયા કર્મીઓને બે કલાક સુધી પૂજય સ્વામીજીના પ્રવચનનો લાભ લીધો હતો. પ્રથમ વખત યોજાયેલ આ શિબિરમાં પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે લોકો સાચી વાત સમાજ સુધી રજુ કરી શકો છો. મીડિયા વિશેના નકારાત્મક વાતાવરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સકારાત્મક સમાચારોની શરૂઆત કોઈએ તો કરવી જ પડશે અને તમે લોકો એ કામ કરી શકશો. પ્રવચન બાદ પૂ.સ્વામીજીને નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરવા બદલ સમગ્ર મીડિયા જગત વતી ભાવના દોશી, પત્રકાર અશ્ર્વિન છત્રાલા, દેવેન્દ્ર જાની, જવલંત છાંયા, સુરેશ પારેખે સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત એડીટર તેમજ રીપોટરોએ પૂજય સ્વામીજીને પુષ્પગુચ્છ વડે અભિવાદન કર્યું હતું.
શિબિરના સફળ આયોજનમાં આત્મિય યુનિવર્સિટી યોગીધામ સંકુલના પ્રેસીડેન્ટ પૂજય શ્રી ત્યાગ વલ્લભસવામીજી તેમજ જીજ્ઞેશભાઇ રાઠોડે સહયોગ આપ્યો હતો.