- પ્રમુખ સ્વામી મહારાજની 132મી પૂણ્યતીથી નિમિતે 1680 યજમાનોએ હોમ કર્યા અર્પણ
- પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજની 132મી જન્મતિથિ નિમિત્તે સારંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુહરિનું પૂજન અને શુભ સંકલ્પોની પૂર્તિ માટે વિશિષ્ટ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મહાયાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો પૂર્ણ થયો હતો. આ વૈદિક મહાયાગમાં 105 જેટલા યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફિકા, લંડન વગેરે દેશ-વિદેશના 1680 જેટલાં યજમાનોએ સમૂહમાં સ્વાહાના નાદ સાથે કુલ 1,09,200 જેટલી આહુતિઓ અર્પણ કરી હતી. કુલ 7 વેદપાઠી બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલયના 60 વિદ્યાર્થીઓ પણ યજ્ઞવિધિમાં જોડાયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ મહાયાગમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રનો, સમાજનો ઉત્કર્ષ થાય અને સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી હતી. વિશેષ આશીર્વાદમાં તેઓએ આજના દિવસે ગુરુ યોગીજી મહારાજની સ્મૃતિઓ કરી હતી અને આજના પરિણામ અંતર્ગત રાષ્ટ્રનો ઉત્તરોતર વિકાસ થાય એ માટે શુભ સંકલ્પ અને પ્રાર્થના કરી હતી.
સમગ્ર મહાયાગ દરમિયાન મંદિર પરિસરનું વાતાવરણ વૈદિક વાતાવરણની અનુભૂતિ કરાવનારું બની ગયું હતું. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા યોજાયેલ મહાયાગથી અહિંસક તથા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.