રોજ 400થી અધિક શ્ર્વાનને દુધ, રોટલી, પક્ષીઓને રોજ સવારે ચણ અપાય છે
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.પ્રેરીત જીવદયા અભિયાન રાજકોટ દ્વારા દશેક હજારથી વધારે બિનવારસી , લાવારીશોની , માન સંમાનથી પ્રેરાઇને જીવદયા અભિયાનના ગુણવંતભાઇ ગાંધીએ 11 અંતિમ ક્રિયાનો સર્વ ખર્ચ જીવદયા અભિયાન તરફથી રમણીકભાઇને અર્પણ કરેલ છે.
જીવદયા અભિયાન રાજકોટ તરફથી રોજ 400 થી અધિક શ્વાનને દૂધ , રોટલી , પક્ષીઓને રોજ સવારે ચણ , ગૌશાળામાં ઘાંસચારો , તરબૂચ વગેરે અપાય છે . દર રવિવારે ભિક્ષુકોને ભોજન પીરસવામાં આવે છે . તા.5-6-22 રવિવારે 250 થી વિશેષ ભિક્ષુકોને રસ , પુરી , ચવાણું ભરપેટ ભોજન આપવામાં આવેલ . છેલ્લા બે મહિનાથી લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર છાશ કેન્દ્ર સેવા ચાલુ છે . રોજ 300 થી 350 વ્યકિતને ઠંડક આપી રહ્યા છે . જીવદયા અભિયાનમાં ગુણવંતભાઇ ગાંધીએ જણાવેલ કે જીવદયા અભિયાનમાં કોઇ રોકડ રકમ કે કોઇ સામગ્રી સ્વીકારવામાં આવતી નથી . ગુણવંતભાઇ ગાંધી – મો . 63545 15002 જીવદયા અભિયાન રાજકોટ.