બોટાદ જૈન આરાધના ભૂવનથી ‘જય જય નંદા જય જય ભદ્રા’ના જયનાદ સાથે પાલખીયાત્રા નીકળી
ખેડૂત કડવા પટેલના દિકરાએ નાની વયે સંયમ સ્વીકારી ૭૩ વર્ષ સુદીર્ઘ સંયમ જીવનનું કર્યુ પાલન: અમીગુરૂ કાળ ધર્મ પામતા જૈન શાસનને મોટી ખોટ પડી
ગુજરાતના સ્થાનવાસી સંપ્રદાયોના સંતોમાં સૌથી સુદીર્ઘ સંયમ પર્યાયધારી બોટાદ સંપ્રદાયના ગચ્છાધિ પતિ પૂજય ગુરૂદેવ અમીચંદજી મહારાજ સાહેબ સમાધિ ભાવે બોટાદમાં ગઇકાલે તા.૩ના રોજ ૧૦-૫૫ કલાકે સંથારા સહિત કાળધર્મ પામ્યા છે પૂજય ગુરૂદેવ કાળધર્મ પામતા સમગ્ર જૈન શાસને મોટી ખોટ પડી અમીગુરૂ સાહેબે માત્ર ૧૭ વર્ષની વફે સંયમનો માર્ગ સ્વીકાર કર્યો હતો ૯૦ વર્ષની ઉમરે, ૭૩ વર્ષનો દીર્ધ સંયમ પર્યાયધારી આત્મ બોટાદ ખાતે કાળ ધર્મ પામતા જૈન સમાજ દુ:ખની લાગણી અનુભવી રહ્યું છે.
બોટાદ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી ખાતેથી સરકારના દિશા નિર્દેશોના પાલન સહ જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદ સાથે સવારે ૧૦ કલાકે પાલખી યાત્રા નીકળી હતી.
જૂનાગઢ નેમધામ ખાતે બીરાજમાન પૂ. નમ્રમુની મ.સાએ પૂજય અમીગુરૂના ઉપકરણોનું સ્મરણ કરી ગુણાંજલિ અર્પીત કરી છે. ગચ્છાધિપતી ગુરૂદેવના દેવલોકગમનથી બોટાદ સંપ્રદાય તેમજ જિત શાસન ને બહુ મોટી ખોટ પડી છે તેઓનો આત્મા શીધ્રતિ શીધ્ર શક્યત સુખોને પામી અનંતા સિદય ભગવંતોની સાથે બિરાજમાન થાય તેવી દેવાધિદેવને જૈન સમાજના શ્રાવક-શ્રાવિકોએ પ્રાર્થના કરી.
પટેલના દિકરાએ ૧૭ વર્ષની વયે સુદીર્ઘ સંયમ જીવનનો કર્યો સ્વીકાર
અમીગુરૂના ઉપકારોનું સ્મરણ કરતા નમ્રમુનિ મ.સા.એ ગુણાજંલિ અર્પણ કરી
જૈન કૂળમાં જન્મ ધારણ કરે તે જ જૈન સાધુ બની શકે એવું નથી,આ તો પાળે તેનો ધમે છે.પૂજ્ય અમીગુરૂ જન્મે જૈન નથી,પટેલ પરિવાર,ધરતી પુત્ર છે.તેઓનો જન્મ ચૂડા તાલુકાના ખોબા જેવડા ભૃગુપુર ( ભડકવા ) ગામમાં ખેડૂત કડવા પટેલ પરિવારના પૂણ્યશાળી પિતા કેશુભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી મોંઘીબેનની કૂખે થયેલ. પરિવારમાં તળશીભાઈ,પ્રેમજીભાઈ,અમરશીભાઈ ( પૂ.અમીગુરૂ ) તથા સમજુબેન એમ,ચાર ભાઈ-ભગિનીનો પરિવાર. અમરશીભાઈ અમરત્વ લેવા જ જાણે જન્મયા હોય એમ,કુટુંબીજનોએ તેઓનું શુભ નામ અમરશી રાખેલ.તેઓનો ઉછેર રાજકોટના પૂણ્યવંત નંદલાલભાઈ કોઠારી પરિવારમાં થયેલ.જેનાથી તેઓને જૈન સંતોનો પરિચય થયો. સવંત ૨૦૦૧ માં પંડિત રત્ન પૂ.નવીન ગુરૂની રાજકોટમાં દીક્ષા થઈ.એક વખત અમરશીભાઈએ પ્રવચનમાં સાંભળ્યુ કે જૈન ધમે તો પાળે એનો ધમે છે.આ મહાવીરનું શાસન છે,જયાં સૌના સરીખા આસન છે. અમરશીભાઈએ મનોમન નક્કી કર્યું કે હું ખેડૂત પુત્ર છું, પરંતુ મારે હવે મારા આત્માની ખેતી કરી સંયમ થકી આત્મ કમાણી રૂપી મબલખ પાક મેળવવો છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તેઓએ મહા વદ દશમ તા.૨૦/૨/૧૯૪૮ ના શુભ દિવસે બોટાદ સંપ્રદાયના દાદા ગુરુદેવ પૂ. માણેચંદજી મ.સા.પાસે કરેમિ ભંતે નો પાઠ ભણેલ.પૂ.ગુરુદેવ શિવલાલજી મ.સા.ને ગુરૂ તરીકે ધારણ કરેલ.અમીગુરુએ નાગનેશ ગામની પૂણ્ય ભૂમિ ઉપર માત્ર ૧૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધેલ.ગોંડલ સંપ્રદાયના પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના મુખમાથી શબ્દો સરી પડેલ કે ” ગુરુદેવ નૂતન – અમીની જોડી,કોઈ ના શકે તોડી . અત્રે ઉલ્લેખનીય છે કે ગોં.સં.ના પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.એ બોટાદ સંપ્રદાયમાં ચતુથે તીથે સ્થાપવામાં બેજોડ અનુમોદના કરેલ. પૂ.અમીગુરુની અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચ પૂ.શૈલેષમુનિ મ.સા.,પૂ.જયેશમુનિ મ.સા.તથા ડો.પૂ.સુપાશ્ર્વમુનિ મ.સા.સહિત ૩ સંતો અને શ્રમણી શ્રેષ્ઠા સાધ્વી રત્ના પૂ.સવિતાબાઈ મ.સ.સહિત ૪૯ પૂ.મહાસતિજીઓએ સમયે – સમયે સેવાનો લાભ લીધેલ.