અમદાવાદ: ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનની જીત બાદ શુભેચ્છા પાઠવવા મામલે વિવાદ થયો છે. પાકની ટીમને જીત બાદ કોંગ્રેસના પૂર્વ પ્રભારી ગુરૂદાસ કામતે ટ્વિટ કરીને પાકિસ્તાનની ટીમને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે મોડી રાત્રે કામતે ટ્વિટ કર્યું હતું ત્યારબાદ તેના પર પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે. કામતની ટ્વિટ પછી પાકિસ્તાન જવાની સલાહ આપી દીધી હતી. તેમણે ટાંકયું કે તમારો આ દેશ પ્રેમ દેશની કે ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. આ પાકિસ્તાનની જીત નથી. આ આતંકવાદની જીત છે. એટ્લે તમારો આ આંતકવાદ પ્રેમ ત્યાં જઈને દેખાડો.
કાવડિયાની આ ટ્વિટ પછી જાણે કે ટ્વિટ પણ એક યુદ્ધ શરૂ થયું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રભારી કામતના ટ્વિટ બાદ મંત્રીએ પ્રતિક્રિયા આપી. જો કે અમદાવાદના ભાજપના જ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ટ્વિટ કરીને પાકિસ્તાનને સુભેચ્છા આપી હતી. આશ્ચર્યની વાત એ રહી કે ભાજપના સાંસદની પાક ટીમને શુભેચ્છાની ટ્વિટ બાદ કોઈએ પ્રતિક્રિયા આપી નહીં.