વિવિધ પ્રવૃત્તિને વેગ આપવા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજ રાજકોટ જિલ્લા ઘટક દ્વારા અવાર નવાર અને સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે. જેના ભાગપે શનિવારે નાગર બોડીંગ ખાતે ‘સ્નેહમિલન’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અબતક સાથે વાતચીતમાં ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજના પ્રમુખ મનોજભાઈ ગેડીયાએ જણાવ્યું હતુ કે આજરોજ ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજ રાજકોટ જિલ્લા ઘટક દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુરૂબ્રાહ્મણ સમાજ દ્વારા અવાર નવાર શૈક્ષણીક સામાજીક કાર્યકમો કરવામાં આવે છે.
ત્યારે આજરોજ સ્નેહમિલનનાં કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જીલ્લાઓમાંથી ગુરૂબ્રાહ્મણ સમાજના ૫૦૦થી ૮૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે. સાથો સાથ ભવિષ્યમાં પણ ગુરૂબ્રાહ્મણ સમાજ દ્વારા શૈક્ષણીક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે સમુહ લગ્ન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ગુરૂબ્રાહ્મણ સમાજના સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મનોજભાઈ ગેડિયા, મહામંત્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી મંત્રી હરેશભાઈ જોષી સહિત તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.