- ગુરુ ગોવિંદ દોનો ખડે કિસે લાગુ પાય
- પાદુકા પૂજન સત્સંગ મહાપ્રસાદ સહિતની કાર્યક્રમોની ઉજવણી
રાજકોટમાં ઠેર ઠેર ગુરુ આશ્રમ તથા મંદિરોમાં ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન, પાદુકા પૂજન પ્રાર્થના , ભજન સત્સંગ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુપૂર્ણિમા પર્વ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનો તહેવાર આ દિવસે ગુરુદ્વારે જઈને પૂજનીય ગુરુના દર્શન કરવા સત્સંગ સાંભળવા થી માનસિક ઉપાસના કરવાથી વર્ષોના તમામ ઉપવાસ અને ઉત્સવનું ફળ મળે છે આ દિવસે શિષ્ય સાધનામાં માર્ગ જે આગળ વધવા માટે સેવા અને સાધના કરવાના સંકલ્પ સાથે ગુરુ પાસેથી નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધે છે જે પોતાનું સ્થાન મન અને ધન ગુરુના ચરણોમાં અર્પણ કરે છે તે ગુરુ પ્રત્યેની ભક્તિ કેળવે છે શિષ્યએ આખી જિંદગી ગુરૂની કીર્તિ નો ધ્વજ લહેરાવો જોઈએ
આશારામબાપુ આશ્રમ
- રાજકોટ આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અને ઋષિ પ્રસાદ જયંતિ મહોત્સવ સમય સવારે 9 થી આશ્રમ પરિસરમાં શ્રી પાદુકા અને ઋષિ પ્રસાદની શોભાયાત્રા,
- માનસ-પૂજા, પ્રાર્થના, શ્રી પાદુકા પૂજા, સ્તોત્ર પઠન અને ભજન-કીર્તન બાપુજીના સારા સ્વાસ્થ્ય અને વહેલી મુક્તિ માટે સામૂહિક જપ (મહાસંકલ્પ),
- વિડીયો સત્સંગ, પૂજ્ય બાપુજીના કમળના પુષ્પોથી પ્રગટેલી શાશ્વત જ્યોતના દર્શનનો લાભ અને મહા આરતી કાર્યક્રમ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
- સ્થળ સંત શ્રી આશારામજી બાપુ આશ્રમ, કાલાવડ રોડ, કણકોટ પાટિયા, ન્યારી ડેમ પાસે, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ગજાનંન આશ્રમ પરિવાર
- બ્રહ્મ સમાજના આભૂષણ સમાન ગજાનંન આશ્રમ માલસર ના સંચાલક અને બ્રહ્મ રત્ન સમાન ગુરુદેવ વિજયભાઈ જોશીની નીશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક રાજકોટ ખાતે યોજાશે.
- તારીખ 21 ના રોજ નાગર બોર્ડિંગ વિરાણી ચોક ટાગોર રોડ ખાતે યોજાનાર ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ગુરુદેવ વિજયભાઈ જોશી ની ઉપસ્થિતિમાં ગુરુજીના ચરણ પાદુકાનું પૂજન રવિવારે સવારે સાત કલાકે મંત્ર દીક્ષા મહોત્સવ સવારે 8:00 વાગ્યે સદગુરુનું પૂજન સવારે 9 થી 12 વાગ્યા સુધી અને મહાપ્રસાદ બપોરે 12 વાગ્યાથી તમામ શિષ્યો સેવકો ભક્તો માટે યોજવામાં આવેલ છે મહોત્સવ દરમિયાન યુવા કલાકાર સાગર રાવલ દ્વારા ભક્તિ પદો અને સંગીત સુરાવલી કાર્યક્રમ પણ ચાલશે.
કર્મયોગ મંદિર
- શહેરના ઇવનિંગપોસ્ટ, જ્યુબેલી બાગ પાસે ડોક્ટર રાજીવ મિશ્રા સંચાલિત કર્મયોગ મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આવતીકાલે રવિવારેગુરુપૂર્ણિમાની ગરીમા પૂર્ણ ઉજવણી કરાશે આ શુભ પ્રસંગે ડોક્ટર રાજીવ મિશ્રા દ્વારા કર્મજ્ઞાન પર સુંદર વ્યાખ્યાન માળા યોજાશે સવારે સાત થી નવ કલાક દરમિયાન કર્મયોગ આરતી, આશીર્વચન, પ્રાર્થના સહિતના સુંદર કાર્યક્રમ યોજાશે
ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ગુરૂપૂર્ણિમા કાર્યક્રમ
- 2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે કે શહે2 ભાજપ દ્વા2ા ગુરૂપૂર્ણિમાના પાવન અવસ2 નિમિતે શહે2ના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિ2ો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવેલ છે. વધુમાં મુકેશ દોશીએ જણાવ્યું હતું કે જીવનયાત્રાને પા2 પાડવા ગુરૂ પથદર્શકની ભુમિકા ભજવે છે. સદગુરૂ શિષ્યના જીવનને દિશા આપે છે તેમજ જીવનની દ2ેક પળે ગુરૂની જરૂિ2યાત વર્તાય છે અને દ2ેક પળને સુશોભિત ક2ના2 આ મહામાનવને યાદ ક2વાનો અવસ2 એવા ગુરૂપુર્ણિમાના શુભ દિવસે ગુરૂનો મહિમા ગાવા, ગુરૂ ૠણનું સ્મ2ણ ક2વા અને ગુરૂપ્રાપ્તિનો પ2માનંદ માણવા અને ગુરૂમય બની જવાના આ શુભ દિવસે 2ાજકોટ શહે2 ભાજપ ા2ા ગુુરૂપૂર્ણિમા અંતર્ગત શહે2ના તમામ વોર્ડના વિવિધ મંદિ2ો- આશ્રમોમાં ભાવવંદના અને ભક્તિસભ2 ગુરૂપૂજનના કાર્યક્રમો યોજવામાં આવશે.
રણછોડદાસજીબાપુ આશ્રમ
- રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ) રાજકોટ સમગ્ર ભકતજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. આશ્રમ માટે ગુરુદેવ કહ્યું છે કે ‘આશ્રમમેં તો સદૈવ બિરાજમાન હું’ મુજ પર શ્રઘ્ધા રખોગે તો મેરી હડીયા ભી આપ સે બાત કરેગી તેમના આ અટલ વચનો આજે પણ અનેક ભકતજનોને આર્શિવાદ આપી સાર્થક થયા છે. આજ નો માનવ અનેક સમસ્યાઓથી ધેરાયેલો છ અને કષ્ટ ભોગવવી રહ્યો છે મુંજવણમાં રહે છે. તેમના માટે આશ્રમ આસ્થાનું કેન્દ્ર છે.
- ગુરૂપૂર્ણિમામાં મંગલ દિવસે સવારે 5.30 થી રાત્રિના 11.30 વાગ્યા સુધી આવી ગુરુદેવના દર્શન કરી આપી જશો, આજના આ મહામંગલમય દિવસે આશ્રમ, ગુરુદેવના ચરણપાદુકા દર્શન, ઝાંખી, ભકિતસંગીત, ભજીયા જાંબુ મહાપ્રસાદ સાથે ધમધમી રહ્યો થશે. તો અવશ્ય લાભ લેશો.
- તો સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનોને નમ્ર વિનંતી છે. કે આપને જે પણ ગુરુદેવની અનુભુતિ થઇ હોય પ્રેરણા થઇ હોય તે અમોને પત્ર દ્વારા લખીને ડોનેશન વિભાગમાં મોકલી આપશોે.
યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર
- રવિવારના રોજ યોગદા સત્સંગ ઘ્યાન કેન્દ્ર રાજકોટ દ્વારા ગુરુ પૂર્ણિમા નીમીતે વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. સમય સવારે 9 થી 11 વાગ્યા એમ.-4 ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં.1, પરમહંસ યોગાનંદ માર્ગ, સ્વામીનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ત્રંબા: મોહનધામ આશ્રમ
- ત્રંબા ખાતે આવેલ મોહનધામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા તમેજ પૂજ્ય સંત શ્રી મોહદાસ બાપા ના જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધુમા મોહનધામ આશ્રમના સેવક જગદીશ રઘાણી દ્વારા જણાવવા માં આવ્યુ હતું કે પૂજ્ય સંત શ્રી શામળાબાપા ના આશીર્વાદ અને પૂજ્ય સંત શ્રી મોહનદાસ બાપાના સાંનિધ્ય માં સવારે 8:30 થી 9:30 મહાપૂજા , 10 થી 12:30 ગુરુવાણી અને ભજન ત્યારબાદ મહાપ્રસાદનું અયોજન કરવામા આવ્યું છે .
આર્ટ ઓફ લીવીંગ
- ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ ના રાજકોટ ચેપટર દ્વારા 21જુલાઈ, રવિવારનારોજ ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે સેવા, સાધના અને સત્સંગ ના ત્રિવેણી સંગમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમા ના દિવસે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ પૂજન ગુરુજી દ્વારા પ્રેરિત સેવાઓ, સાધના પદ્ધતિ તેમજ સત્સંગ થકી કરવામાં આવશે. પ્રખ્યાત ગાયકો શ્રી. યશછાબરાજી આ ઉજવણીમાં ભાગ લેશે. આ ઉજવણી ગુરુ પૂર્ણિમા ના દિવસે તારીખ 21 જુલાઈ, રવિવાર ના રોજ સાંજે 8:15 થી રાત્રે 11:30 વાગ્યે રાજકોટ ના શ્રીપ્રમુખ સ્વામી ઑડિટોરિમ, રૈયારોડ, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.
કોઠારીયા કોલોનીના કોટેશ્ર્વર મહાદેવ મંદિર
- કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિક સમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે રવિવારના શુભદિને મંગલકારી ગુરૂપુર્ણિમા મહોત્સવ ધામધુમથી ઉજવાશે, કોટેશ્ર્વર મહાદેવ મંદિરે પૂ. બજરંગદાસબાપુની મઢુલી ખાતે સવારે મંગળા આરતી, ઘ્વજારોહણ કરવામાં આવશે. સાથે ગુરુપુજન યોજાશે. મઢુલીને ગુલાબના પુષ્પ શણગાર કરવામાં આવશે. ધુન ભજન તથા ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. સાંજે 7.30 કલાકે ઓમકાર મહાઆરતી કરવામાં આવશે. સમગ્ર મઢુલી બાપાસીતારામ ના ગગનચૂંબી નાદથી ગુંજી ઉઠશે.
- ધર્મપ્રેમી ભાવિકોને ગુરુ પૂર્ણિમા મહોત્સવ તથા ગુરુપુજનનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા તથા મંદિરના પુજારી રસીકગીરીબાપુ (અતિત) સહિતનાએ અનુરોધ કર્યો છે.
યોગ વેદાંત સેવા સમિતિ
- સંતશ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરેલ છે. આ નિમિતે આશ્રમમાં સવારે નવા વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમો જેવા કે માનસ પુજા, સ્ત્રોત્ર પાઠ, ગુરુ પાદુકા પુજન, ભજન-કિર્તન, સામુહિક જપ, પુજય બાપુનો વિડીયો સત્સંગ વિગેરે કાર્યક્રમો થશે જેનો બધા ભકતજનો લાભ લઇ શકશે. આ દિવસે ઋષિપ્રસાદ જયંતિ હોવાથી આશ્રમમાં શોભાયાત્રાનું પણ આયોજન થયેલ છે.
- પુજય બાપુ દ્વારા ર3 વર્ષથી પ્રજવલિત અખંડ જયોતના ગુરૂ પુનમ ઉપર દર્શન થઇ શકશે. કાર્યક્રમ નીમીતે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
અંતર યાત્રા આશ્રમ
- અંતર યાત્રા આશ્રમ 1રપ આસ્થા વિલેજ કાલાવડ રોડ, મેટોડા જીઆઇડીસી ગેટ નં.3 થી આગળ જયોતિ સીએનસી સામે રાજકોટ ખાતે ગુરૂ પૂર્ણિમા નીમીતે સમય સવારે 10 થી 11.30 ગુરુ તત્વની પૂજા, 11.30 થી 12.30 હિમાલયની અંતર યાત્રા પ્રયોગ બપોરે 12.30 થી 2 મહાપ્રસાદ, 2 થી 4 ગ્રુપ હાર્મનિ ચા પાણી, 4 થી 6.30 સત્સંગ, સ્વયની અનુભૂતિ, કિર્તન, 9 કલાકે ગુરુપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવેકાનંદ યુથ કલબ દ્વારા
- શહેરની વર્ષોથી અનેકવિધ સેવા પ્રવૃતિ કરતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે વર્ષો સુધી શિક્ષક તરીકે કાર્યરત રહી સેંકડો છાત્રોના જીવન ઘડતરમાં નિમિત બનનાર વીરબાઇમા મહિલા કોલેજના નિવૃત પ્રાઘ્યાપક કુંજલતાબેન ઘોડાસરા, 1ર0 વર્ષથી વધુ જુની સૌરાષ્ટ્ર હાઇસ્કુલના નિવૃત શિક્ષક પ્રદ્યુમનભાઇ જોષીપુરા, પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલમાં વષો સુધી ફરજ બજાવનાર પર્યાવરણ પ્રેમી શિક્ષક હરીભાઇ વેગડા, હજારો દિકરીઓની માતા બની જીવનને નવી દિશા આપનારા નાટય જગત સાથે જોડાયેલા આવૃતિબેન નાણાવટી, રમેશભાઇ છાયા સ્કુલના નિવૃત પ્રિન્સીપાલ પૂર્ણિમાબેન સુધીરભાઇ જોશી તેમજ કરણસિંહજી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે કાર્યરત રહેલા મહમદ હુસેન કડીવારનું ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે સવારેના 9 થી 1 વાગ્યા સુધીમાં તેઓના નિવાસ સ્થાને જઇને તમામ ગુરુજનોનું સંસ્થા દ્વારા કુમ કુમ તિલક કરી પુષ્પગુચ્છ, શ્રીફળ સાકરનો પડો, પુસ્તક, વિવેકાનંદજીનો ફોટો આપી ખેસ પહેરાવી તેમજ શાલ ઓઢાડીને લાગણીસભર ગુરુવંદનના કરવામાં આવશે.
ગુરૂુપૂર્ણિમાનું મહત્વ: ગુરુએ પરમાત્માનું જ સ્વરૂપ છે
- ગુરુપૂર્ણિમાએ હિંદુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જે આધ્યાત્મિક ગુરુઓને માન આપવા માટે ઉજવવામાં આવે છે જેઓ આપણને જ્ઞાનના માર્ગ પર માર્ગદર્શન આપે છે. પૂર્ણિમાનો દિવસ ગુરુ ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. ગુરુ-શિષ્ય પરંપરાનું સન્માન કરવું. આધ્યાત્મિક વિકાસ માટે તેમના આશીર્વાદ મેળવવા.ગુરુને પરમાત્માનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુનું માર્ગદર્શન અજ્ઞાનને દૂર કરવામાં અને મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ગુરુના આશીર્વાદ મન અને આત્માને શુદ્ધ કરે છે તેવું માનવામાં આવે છે. ગુરુ ઉપાસનાને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન માનવામાં આવે છે
- ગુરુ-શિષ્ય પરંપરાનું સન્માન: ગુરુપૂર્ણિમા ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધની ઉજવણી કરે છે, ગુરુના માર્ગદર્શન અને ડહાપણને સ્વીકારે છે.
કૃતજ્ઞતા વ્યક્ત કરવી
- આ આધ્યાત્મિક માર્ગદર્શકો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે જેમણે અમને જીવનની સફરમાં નેવિગેટ કરવામાં મદદ કરી છે. આશીર્વાદ મેળવવા ભક્તો આધ્યાત્મિક વિકાસ, જ્ઞાન અને મુક્તિ માટે તેમના ગુરુના આશીર્વાદ લે છે.
- જ્ઞાન અને શાણપણની ઉજવણી:ગુરુપૂર્ણિમા ઉત્ક્રાંતિમાં જ્ઞાન અને શાણપણના મહત્વને માન આપે છે.
ગુરુપૂજનની મહાત્મા
- સર્વોચ્ચ વ્યક્તિ તરીકે ગુરુ: હિંદુ ધર્મમાં, ગુરુને સર્વોચ્ચ વ્યક્તિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે, જે આદર અને પૂજાને લાયક છે.
- ગુરુની કૃપા દ્વારા મુક્તિ: ગુરુનું માર્ગદર્શન અને આશીર્વાદ શિષ્યને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરવા માટે માનવામાં આવે છે.
- મન અને આત્માનું શુદ્ધિકરણ: ગુરુપૂજનને મન અને આત્માને શુદ્ધ કરવાનું સાધન માનવામાં આવે છે, જે આધ્યાત્મિક વિકાસ અને આત્મ-સાક્ષાત્કાર તરફ દોરી જાય છે.નિ:સ્વાર્થ પ્રેમ અને સેવા: ગુરુપૂજન એ ગુરુના નિ:સ્વાર્થ પ્રેમ અને સેવાનું પ્રતીક છે, જે કોઈ અપેક્ષા વિના શિષ્યને માર્ગદર્શન અને સમર્થન આપે છે.
- સારમાં, ગુરુપૂર્ણિમા અને ગુરુપૂજન ગુરુ-શિષ્ય સંબંધની પરિવર્તનશીલ શક્તિની ઉજવણી કરે છે, આધ્યાત્મિક વિકાસ અને મુક્તિમાં ગુરુની ભૂમિકાને સ્વીકારે છે. ગુરુપૂર્ણિમા એ આધ્યાત્મિક ગુરુઓના નિ:સ્વાર્થ પ્રેમ અને માર્ગદર્શનની ઉજવણી છે, જે આપણને જીવનની સફરમાં નેવિગેટ કરવામાં અને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.