મ્યાનમારના સૈન્ય હવાઈ હુમલામાં સોથી વધુ લોકોના મૃત્યુ થયા છે ગરમીનો પારો વધતો જાય છે અને આગજનીના સમાચાર પણ સાંપડી રહ્યા છે તો સૂર્ય ગ્રહણ અને ચાંડાલ યોગ નજીક આવી રહ્યા છે ત્યારે ઘણા ક્ષેત્રોમાં તેની અસર વર્તાઈ રહી છે. ગુરુ મહારાજ ૨૨ એપ્રિલના મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે.

અશ્વિની નક્ષત્રમાં ગુરુના આવવાથી દવાઓમાં નવી શોધ થશે અશ્વિની નક્ષત્ર ગતિનું નક્ષત્રછે ગુરુ રાહુ બંને અશ્વિનીમાં હોઈ વધુ તેજ રફ્તાર જાનલેવા બનતી જોવા મળે,મોટા અકસ્માતો સામે આવે. આ સમયમાં વધુ તેજ ગતિથી દોડી શકતા વાહનો સામે આવે અને વિવિધ માધ્યમોમાં તેનો ઉપયોગ થાય પણ રાહુ સાથે હોવાથી વધુ ગતિની નકારાત્મક અસર પણ જોવા મળે.

ગુરુ રાહુ સાથે હોવાથી અને સૂર્ય ગ્રહણ આવી રહ્યું હોવાથી સરકારોને કોઈ ને કોઈ તકલીફ પડતી જોવા મળે વળી આ ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં જ થઇ રહ્યું હોય મગજને લગતી તકલીફો મસ્તિસ્કની તકલીફો દિમાગી હાલત માં ફેરફાર જોવા મળે. સમાજમાં બહેનો સાથે દુર્વ્યવ્હારની ઘટનાઓ વિશેષ સામે આવતી જોવા મળે. અશ્વિની નક્ષત્રમાં જ ચાંડાલ યોગ અને સૂર્ય ગ્રહણ બે ઘટનાઓ એપ્રિલમાં આવતી હોય સમગ્ર વિશ્વમાં અનેક ક્ષેત્રોમાં તેની અસર થતી જોવા મળે.

 

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.