ગુરૂ ગુન કા, ગુરૂ બાવળા તોય ગુરૂ દેવન કા દેવ, તું શિષ્ય શાણા હે, તો કરલે ગુરૂ કી સેવ !!!!
લોકગાયક અને ભજનીક જયમંતભાઈ દવે સાથે ગુરુપૂર્ણિમા પ્રસંગ પૂર્વે કરી વિશેષ ’ગુરૂચર્ચા’
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ’ગુરૂ’ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે. તો ચાલો આજે આ5ણે ગુરૂ અને શિષ્યના 5વિત્ર સબંઘને મજબુત કરતા હોઈ છે.
પ્રશ્ન : ગુરુ એટલે કોણ ?
જવાબ : ગુરુના ઘણા પ્રકારો છે, મુખ્યત્વે ગુરુને ભગવાન કરતા પણ વધારે માનવામાં આવ્યા છે. સાખી એ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઇ….મતલબ એજ છે કે ભગવાનને વંદન કરતા પહેલા ગુરુને વંદન કરવું એ જરૂરી છે. ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કેવાઈ છે અને તેને કોઈ પણ કાળમાં મોક્ષ મળતો નથી. જેથી ગુરુનું મહત્વ અનેરું છે.
પ્રશ્ન : શુ ગુરુના ઋણ માંથી નીકળી શકાય ?
જવાબ : માતા પિતા જન્મ આપી અને તેઓ તેમનું કાર્ય પૂર્ણ કરી લેતા હોય છે પરંતુ ગુરુ મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે અને દરેક કર્મની પીડા શિષ્યને ન વેઠવી પડે તે દિશામાં જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે માતા-પિતાના ઋણમાંથી બાળક નીકળી શકે છે પરંતુ ગુરુના ઋણમાંથી કોઈ શિષ્ય નીકળી શકે નહીં. ગુરુ ની આજ્ઞાનું અનુસરણ અથવા તો તેનું પાલન કરતો હોય તે શિષ્ય જીવનમાં કોઈ ક્ષણે દુ:ખી થતો નથી. કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે કારણ કે ગુરુ શિક્ષણની સાદો સાથ કર્મની પીડાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં ગુરુ માણસને માણસ બનાવે છે જે અન્ય કોઈ કરી શકે નહીં.
પ્રશ્ન : ગુરુ કેવા કરવા જોઈએ ?
જવાબ : હાલના સમયમાં મોક્ષ મેળવવા માંગતા દરેક લોકો ગુરુ ધારણ કરતા હોય છે પરંતુ જરૂરી એ છે કે ગુરુ કેવા કરવા જોઈએ ત્યારે કોઈપણ વ્યક્તિ ઉપર એક નિજ ભરોસો બેસે અને લાગે કે તે ગુરુ તેનો બેડો પાર કરશે તો કોઈ પણ સંચય વગર તે વ્યક્તિને ગુરુ તરીકે અપનાવી શકાય. ભગવાન રામ ભગવાન કૃષ્ણ કે જેવો દિવ્ય આત્મા અને ભગવાન હતા તેઓએ પણ માનવ અવતારમાં ગુરુને ધારણ કરવા પડ્યા છે જેનો અર્થ એ જ છે કે મનુષ્ય માત્રને ગુરુની આવશ્યકતા છે કારણ કે ગુરુ તેના દરેક કર્મને સારા કરે છે અને કરેલા પાપ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
પ્રશ્ન : ઈશ્વર પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા કેટલી ?
જવાબ : હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં અનેક તહેવારો આવે છે પરંતુ ગુરુપૂર્ણિમા એક એવો વ્યવહાર છે જેની વિશેષતા અનોખી છે એટલું જ નહીં દરેક લોકોને ઈશ્વર પ્રાપ્તિ કરવા ની ઈચ્છા હોય છે અને તેમનો લક્ષ્ય પણ હોય છે પરંતુ એ લોકો એ નથી જાણતા કે ઈશ્વર પ્રાપ્તિ કોઈ સાધના કે સિદ્ધિથી ન થઈ શકે હા તે મહત્વની છે પરંતુ સાચી જરૂરિયાત ત્યારે જ પૂર્ણ થાય કે જ્યારે ગુરુ તમારી સાથે હોઈ. જે વ્યક્તિએ ગુરુ ધારણ કર્યા હશે તેને ખૂબ સહજતાથી ઈશ્વર પ્રાપ્તિ પણ થાય છે કારણ માત્ર એટલું જ કે તે શિષ્ય તેનું સર્વોચ્ચ તેનું સર્વસ્વ ગુરુના ચરણે ધરી દયે છે અને ગુરુમય બની જતો હોય છે.
પ્રશ્ન : જગાબાપાએ એક ઉત્તમ ગુરુ તરીકે ઉદાહરણ પૂરું પાડ્યું
જવાબ : બ્રહ્મલીન જગાબાપા અગમ અને નિગમ વ્યક્તિત્વ છે. જેનો મતલબ થાય છે કે ન સમજી શકાય એવી વિભૂતિ હતી. દેશ વિદેશમાં જગા બાપા ના ખૂબ મોટી સંખ્યામાં સેવકો અને શિષ્યો છે જે માત્ર સીતારામ નાદ સાથે જ દરેક કાર્યોની હાકલ કરે છે. પૂજ્ય જગા બાપા ના એવા અસંખ્ય પરચાઓ છે જેનાથી લોકો વાકેફ છે. જગાબાપા એટલે તપસ્વી, સાધક અનેક અલગારી જીવન જીવતી દિવ્ય આત્મા હતી. જગા બાપા એ પણ ઉદાસી બાપુ ને ગુરુ તરીકે ધારણ કરવા પડ્યા હતા જે સૂચવે છે કે ગુરુનું મહત્વ ખૂબ વધુ છે. જગા બાપા તેમના દરેક ભક્તો અને સેવકોના દરેક પ્રશ્નોને નિવાર્ય છે કારણ કે દરેક ભક્તો અને સેવકોએ તેમના પ્રશ્નોને તેમના ચરણમાં સમર્પિત કરી દીધા છે અને જગાબાપા મય બની ગયા છે. કારણ કે દરેક સીતારામ પરિવારના સેવકોએ જગાબાપાને પિતા તુલ્ય માન્યા છે અને એટલે જ જગા બાપા તરીકે તેઓ ઓળખાય છે.
પ્રશ્ન : ગુરીની મહત્વતા તો અનેરી પરંતુ તે ગુરુ જ્યારે શિષ્યના કસ્ટ હરે છે તે સમયે ગુરુની વેદના શું હોય
જવાબ : માતાએ પણ બાળકને જન્મ આપવા પૂર્વે 9 માસની વેદના વેચવી પડે છે પરંતુ તે માત્ર ને માત્ર નવ માસ પૂરતી જ સીમિત છે પરંતુ ગુરુને એક શિષ્ય બનાવતી વખતે જે કષ્ટ પડે છે જે પીળા થાય છે તે અવિસ્મરણીય છે અને તેની કોઈ તુલના ન થઈ શકે. કારણ કે માનવ જન્મ લીધેલ વ્યક્તિ સમયાંતરે ભૂલ કરતો હોય છે તે ભૂલ તેને તેના કર્મની પીડા પણ ભોગવડાવે છે પરંતુ જે શિષ્ય ગુરુ ધારણ કર્યા હોય ત્યારે તે શિષ્યના તે પાપ અને અવગુણ ની પીડા પણ ગુરુએ વેઠવી પડે છે.
પ્રશ્ન : કળિયુગમાં લોકો એક ગુરુ નહીં પરંતુ અનેક ગુરુ બનાવે છે કારણ કે તેઓ ગુરુને એટલે માને છે કે તેમના ધાર્યા કામ પૂર્ણ થાય શું વાસ્તવિકતા ?
જવાબ : જે શિષ્ય એક ગુરુ નહીં પરંતુ અનેક ગુરુ બનાવતો હોય તે ખરા અર્થમાં શિષ્ય કહેવાય જ નહીં કારણકે માનવ જીવનમાં ગુરુ એક જ હોવા જોઈએ પછી તમારા ઉપર કોઈપણ વિકટ પરિસ્થિતિ કેમ ન આવે ? જે શિષ્ય આ વિકટ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા કે પછી પોતાના ધાર્યા કામ પૂર્ણ થાય તે માટે જો એક નહીં બીજા ગુરુ ને સ્વીકારે તો તે શિષ્ય નથી. ના સમયમાં લોકો અત્યંત સ્વાર્થી અને લાલચુ થઈ ગયા છે અને તેઓ પોતાની આધ્યાત્મિકતા પણ ગુમાવી રહ્યા છે અને ગુરુ પરનો જે ભરોસો હોવો જોઈએ તેમાં પણ ઘણાખરા અંશે અભાવ આવે છે જે ખરા અર્થમાં તે શિષ્ય પાપનો પણ ભાગીદાર બને છે કારણ કે ગુરુ કોઈ દિવસ નથી કહેતો કે તું હવે મારું શિષ્ય નથી ત્યારે લોકોએ આ વાતને સમજવી જોઈએ અને પોતાના બનાવેલ ગુરુને 100 ટકા સમર્પિત થવું જોઈએ.
પ્રશ્ન : ગુરૂના વાક્ય ઉપર સાચો શિષ્ય ક્યારે ખરો ઉતરી શકે ?
જવાબ : જ્યારે કોઈપણ વ્યક્તિની ચડતી કળા હોય માન પાન અને પ્રતિષ્ઠામાં અવિરત વધારો થતો હોય અને તે સમયે ગુરુને વંદન કરવામાં આવે તે તો જરૂરી છે પરંતુ જે સમય જે તે શિષ્ય માટે કપરો સાબિત થાય અને તેની પડતી શરૂ થાય અને તે સમયે જો શિષ્ય તેના ગુરુનો હાથ પકડી રાખે અને ગુરુ શ્રદ્ધા રાખે તે ખરા અર્થમાં ગુરુના વાક્ય ઉપર શિષ્ય ખરો ઉતાર્યો હોય તેવું કહી શકાય . પરંતુ આ 21મી સદીમાં દરેક માનવીએ તેના ગુરુને એક જ પ્રાર્થના કરવી જોઈએ કે તેમના વિકટ સમયમાં તેમનો ભરોસો અને તેમની શ્રદ્ધા ગુરુ પ્રત્યે ન ડગે એ જ જરૂરી છે.
પ્રશ્ન : ગુરુપૂર્ણિમા આ પાવન પ્રસંગે ગુરુને શું ગુરુદક્ષિણા આપવી જોઈએ?
જવાબ : ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે સાચી ગુરુ દક્ષિણા શિષ્યની એ જ હોઈ શકે કે તે ગુરુના ચરણોમાં પોતાની આધી વ્યાધી અને ઉપાધિ ધરી દિયે એટલું જ નહીં અને શિષ્ય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે ગુરુ દોષમાં ન આવે. કારણ કે બે પગાડો માનવી સમયાંતરે ભૂલ તો કરતો જ હોય છે અને તે ભૂલની સજા ગુરુને પણ વેઠવી પડે છે ત્યારે જો શિષ્ય આ પાવન પ્રસંગે એક સંકલ્પ કરે કે તે કોઈ દિવસ ગુરુ દોષમાં નહીં આવે તો તે ખરા અર્થમાં ગુરુ ને આપવામાં આવેલી સાચી ભેટ, સોગાત અથવા તો ગુરુદક્ષિણા કહી શકાય.