ગુરૂભક્તિની સાથે રાષ્ટ્રભકિતની પહેલ કરતા ગજાનન આશ્રમ-માલસરના ગુરૂજી
આગામી રવિવારે ગુરૂપુર્ણિમા મહોત્સવ છે ત્યારે ગજાનન આશ્રમ-માલસરના ગુરૂજીએ ગુરૂભક્તિની સાથે રાષ્ટ્રભક્તિ કરવા અનોખી પહેલ કરી છે.શિષ્યોને ગુરૂપુર્ણિમાની દક્ષિણા પ્રધાનમંત્રી રાહતફંડમા અર્પણ કરવા આહવાન કર્યુ છે. ગુરૂપુર્ણિમાના દિવસે સવારે ૯:૩૦ કલાકે ગુરૂજીના ફેસબુક એકાઉન્ટમાથથી લાઇવ દેશ-વિદેશમા વસતા દરેક સનાતન ધર્મપ્રેમી, ગજાનન આશ્રમ માલસર સાથે જોડાયેલા દરેક લોકો માટે દર્શન તથા આર્શીવાદની વ્યવસ્થા કરી છે. સાથે કોરોના મહામારીથી પીડાતા વિશ્ર્વને બચાવવા સર્વેની સુખાકારી માટે તમામ શિષ્યો, ગજાનન આશ્રમના સભ્યો, ફેસબુકના મિત્રોને એક સાથે પૂજ્ય ગુરૂજીની સાથે પોત પોતાના ઘરેથી જ મહામૃત્યુંજય મંત્રનો જપ કરી ૨૦૨૦ની ગુરૂપુર્ણિમા સંપૂર્ણ રાષ્ટ્રને નામ અર્પણ કરવા જણાવ્યું છે.ગુરૂજીનો રાષ્ટ્રપ્રેમ દરેક કાર્યક્રમોમા દેખાય છે. છેલ્લા ૧૨ વર્ષથી આશ્રમનો નિત્યયજ્ઞ હોય, નર્મદાજીનો ચુંદડી મનોરથ હોય કે કોઇ પણ શહેરમા કે વિદેશમા પ્રાણ પ્રતિષ્ઠા કે મહાયજ્ઞો હોય કાર્યની શરૂઆત રાષ્ટ્રગીતથી જ થાય છે. ગુરૂપુર્ણિમાએ જે ભેટપુજા આપવાની હોય તે પ્રધાનમંત્રી રાહતફંડમા અર્પણ કરી ગુરૂભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવા ગજાનન આશ્રમના ગુરૂજીએ આહવાન કર્યુ છે.