નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલીત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ નાં આચાર્યા વનિતાબેન રાઠોડને પોરબંદર ખાતે પૂજ્ય આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે ગુરુ પૂર્ણીમાની પૂર્વ સંધ્યાએ સન્માનિત કરાયા હતા. વનિતાબેન રાઠોડને શાળામાં કરેલ ઈનોવેટીવ કાર્ય બદલ સાંદિપની દ્વારા ભાવપૂજન કરાયું. પરમવંદનિય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મ અનિલ ગુપ્તા, શિક્ષણવીદ ગિજુભાઈ ભરાડ વગેરેની હાજરીમાં સાંદિપની ગુરુગૌરવ એવોર્ડ અર્પણ કરાયો. વનિતાબેન રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય કક્ષાનાં ઈનોવેટીવ શિક્ષક તરીકે પસંદ થયા છે. સાંદિપની ગુરુ એવોર્ડ મળ્યા બદલ શાશનાધિકારી દેવદતભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, કેળવણી નિરીક્ષક ડો.પૂર્વીબેન ઉચાટે વનિતાબેન રાઠોડને અભિનંદન પાઠવ્યા.
Trending
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!
- કંસ, શકુની, કૃષ્ણ સહિત મહાભારતના આ 5 મામા હતા મહાપ્રતાપી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ