Abtak Media Google News
  • વ્રજધામમાં ગૂરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી
  • વી.વાય.ઓ. વડોદરાની નવી કમિટીના  પ્રમુખ તરીકે  સાંસદ હેમાંગ જોશીએ લીધા શપથ

ગુરુ વ્યક્તિના જીવનને સાચી દિશા પ્રદાન કરે છે અને વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. પોતાના જીવનમાં ગુરુ કૃપાથી આધ્યાત્મિક બળ મુજબૂત કરીને વ્યક્તિ જીવનને સંયમિત અને આનંદમય માર્ગે અગ્રેસર કરવામાં સફળ બને છે. ગુરુપૂર્ણિમા જે વ્યાસપૂણિમા તરીકે સમગ્ર દેશ તથા વિદેશોમાં પણ ઉત્સાભેર ઉજવાય છે, એની પારંપરિક પ્રેરક ઉજવણી આજે શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે સંપન્ન થઇ હતી.

વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મંગલ સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિકજનોની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ હતી જેના અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી અને આ તબક્કે સૌ ભાવિકજનો રસતરબોળ બન્યા હતા.

ગુરુપૂર્ણિમા પ્રસંગે વ્રજધામ સંકુલ ખાતે ભાવિકજનો ઉપરાંત રાજકીય, સામાજિક તથા વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠિજનો ગુરુ પૂર્ણિમાના પોતાના મનના આનંદમય ભાવોથી પૂજવણીનું અભિવાદન કરવાં આવી પહોંચ્યા હતા. જે પૈકી મેયર   પિન્કીબેન સોની, સાંસદ તેમજ વીવાયોના પ્રમુખ હેમાંગભાઈ જોશી, ડોક્ટર વિજયભાઈ શાહ બીજેપી શહેર પ્રમુખ વડોદરા, બાલુભાઇ શુક્લા મુખ્ય દંડક ગુજરાત રાજ્ય, કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય ે સયાજીગંજ વડોદરા, ચિરાગભાઈ બારોટ ડેપ્યુટી મેયર વડોદરા શહેર, મીનેશભાઈ  પડ્યા ચેરમેન  શિક્ષણ સમિતિ,

બંદીષભાઈ શાહ કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ ગજુર ઓબીસી મોરચા મહામંત્રી વડોદરા   મિતેશભાઈ શાહ મેડિકલ એસોસિએશન પ્રમુખ, જસવંતસિંહ સોલંકી મહામંત્રી   વડોદરા શહેર, પ્રિતેશભાઈ શાહ અર્થ ગ્રુપ . ચિરાગભાઈ શાહ વીવાયઓ ટ્રસ્ટી, જેકે શર્માજી વીવાયઓ ટ્રસ્ટી વડોદરા પ્રભારી, રમેશભાઈ પટેલ બિલ્ડર, આશિષભાઈ પટેલ ઉદ્યોગપતિ, કલ્પેશભાઈ શેઠ ટ્રસ્ટી વ્રજધામ સંકુલ, આશિષભાઈ ઠક્કર ટ્રસ્ટી વ્રજધામ સંકુલ, નયનભાઈ ગાંધી વ્રજધામ સંકુલ, ધૂમિલભાઈ મહેતા બિલ્ડર, નિસર્ગભાઈ શેઠ, નિલેશભાઈ શેઠ રત્નમ ગ્રુપ, જયેશભાઈ ઠક્કર ઉદ્યોગપતિ, શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય   ડભોઇ, જેવા અનેક અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહી અને ગુરુપૂર્ણિમા ના સુંદર પાવન દિવસના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

એકેડેમિક એક્સપર્ટ અને   રીસર્ચર દ્વારા આ .પ્રી સ્કૂલના યુનિક સેલેબસ નું કાર્ય થયું છે. ભારતીય સંસ્કૃતિ તથા શૈક્ષણિક જ્ઞાનનું સમતોલ જાળવીને   તૈયાર થયું છે. પ્રિ સ્કૂલના માધ્યમથી પ્રાર્થના, દેવી-દેવતાઓની વાર્તાઓ, સાન્વિક ખૂંચ, ” એસી કલાસરૂમ, તથા વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોને લાભાન્વિત કરાશે.

આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત  ક્રીશ્ર્ના કીડસ પ્રી સ્કુલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદઘાટન સંપન્ન થયું હતું. વૈષ્ણવાચાર્ય પર વ્રજરાજકુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભગ અવસર સંપન્ન થશે. વીવાયઓ ના તત્વાવધાનમાં કાર્યરત બનેલ ક્રીષ્ના કીડસ પ્રી સ્કુલ  આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે. આ પ્રિ-સ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેચા દ્વારા ખુબ મોટી રાશિ અર્પિત કરવામાં આવી હતી

આ પ્રસંગે વીવાયઓ વડોદરા નવી કમિટી 2024-26ના નવનિયુક્ત સદસ્યોનો શપથ વિધિ સમારોહ પણ સંપન્ન થયો હતો. પૂજ્ય વ્રજરાજકુમીરજીએ સૌ નવનિયુક્ત સદસ્યોને વીવાયઓના સેવાકીય કાર્યો અર્થે શપથ લેવડાવ્યા હતા.વીવાયઓ  વડોદરા. . નવી કમિટીના પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ શપથ  લીધા હતાં. વીવાયઓ  વડોદરાના પ્રભારી તરીકે જે કે શમાં, મહિલા વિન્ગ પ્રમુખ તરીકે રશ્મિ શાહ અને યુથ વિંગ પ્રમુખ તરીકે મુકેશ ભરવાડે શપથ લીધા હતો. 8 ઝોન અને 25 એરિયા કમિટી દ્વારા વીવાયઓ વડોદરા દ્વારા સમગ્ર શહેરમાં સેવા અર્થે સેવક નેતૃત્વ ઉભું કરી અનેક જન સમર્પિત અનુષ્ઠાનો, સત્સંગ, ધર્મપ્રચાર સહિતની પ્રવૃતિઓ કાર્યરત કરવામાં આવશે

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સૌથી મોટી સંસ્થા વીવાયઓ  વિશ્વના 15 દેશોમાં અને ભારતના 46 શહેરોમાં ધર્મ સેવા સાથે સમાજને સમર્પિત માનવ સેવા તથા રાષ્ટ્ર સેવા અર્થે સતત કાર્યરત છે. વીવાયઓ  દ્વારા વિશ્વના 5 દેશોમાં 16થી પણ વધુ સંકુલો કાર્યરત થઇ રહ્યા છે.

ત્યારે આ અવસરે  વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં બાળકોને સુસંસ્કૃત કરવા પ્રી સ્કૂલનું ઉદ્ઘાટન અને સમાજના તમામ વયની નાગરિકોને પ્રેરક કાર્યો થકી લાભાન્વિત કરવાં અને સમાજની જરૂરિયાતોને વાચા આપતા સમાજ – માનવ સેવા કાર્યો અર્થે વીવાયઓ  વડોદરા નવ નિયુક્ત કમિટીની શપથ વિધિ સંપન્ન થવી આ બે પ્રેરક આયોજનો થકી ગુરુપૂર્ણિમાની પાવન ઉજવણી સાકાર થઇ હતી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.