કલાકૃત્તિના ઉત્તમ નમુનારૂપ પ્યાસા-કાગઝ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલામ અને ચૌદવી કા ચાંદ જેવી ફિલ્મો આજે પણ ટોપ-ર0 માં સ્થાન ધરાવે છે
આજે 9મી જુલાઇ એટલે હિન્દી ફિલ્મ કલાના મહાન સર્જક- કસબી સાથે લાગણીશીલ ફિલ્મના નિર્માતા ગુરૂદત્તની જન્મ જયંતિ તેમનો જન્મ 1925નાં રોજ આજની તારીખે કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. પિતા સ્કુલમાં આચાર્યને માતા ટયુશન કરાવતા તેથી શિક્ષણ સાથેનો નાતો ગુરૂદત્તને બચપણથી મળ્યો, ગુરૂદત્તનું બચપણનું નામ વસંતકુમાર હતું. તેમનુ: બાળપણ મુશ્કેલી ભયુૃ હતું. તેઓ થોડો સમય પરિવાર સાથે અમદાવાદ પણ રહેવા આવ્યા હતા. તેઓએ પ્રખ્યાત નૃત્ય સમ્રાટ ઉદય શંકર પાસે બે વર્ષ સુધી નૃત્યની સઘન તાલીમ લીધી હતી.
પ્રારંભે ફિલ્મ કંપનીમાં ત્રણ વર્ષ સુધી ગુરૂદત્તને નૃત્ય નિર્દેશન તરીકે કામ કર્યુ હતું. બાદમાં પ્રથમ ફિલ્મ ‘સુહાગન’માંથી ફિલ્મી યાત્રા શરુ કરી હતી.
ગુરૂદત્તે પછી પ્યાસા, કાલા બાઝાર, હમ એક હૈ, ભરોસા જેવી અનેક ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો. તેમની સૌથી પહેલી નિર્દેશીત ફિલ્મ ‘બાઝી ’ હતી. તેમની કલ્પના શકિત અને મૌલિક વિચારોએ તેના નિર્દેશન બાબતે બોલીવુડમાં આજે પણ તેમની તોલે કોઇ ન આવી શકે, આરપાી, સૈલાબ, મિસ્ટર એન્ડ મિસિસ-પપ જેવી ફિલ્મો નિર્માણ કરી હતી.
ગુરૂદત્તની બે ફિલ્મો ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ આજે પણ અદ્વિતીય છે. તેમનું હ્રદય એક ઉર્મિશીલ કવિનું હતું. ફિલ્મની કલાને કવિતાની કક્ષા સુધી લઇ જનાર તેઓ એક માત્ર સર્જક હતા. તેમની દરેક ફિલ્મમાં તેમની લાગણીઓની નજીકત ભરેલી માવજત જોવા મળતી હોવાથી તેનો ચાહક વર્ગએ જમાનામાં અને આજે પણ છે. તેમનું અવસાન 10 ઓકટોબર 1964ના રોજ મુંબઇ ખાતે થયું હતું.
ગુરૂદત્તે આપેલ ફિલ્મ જગતનું યોગદાન અનન્ય હતું ફિલ્મ ઇતિહાસમાં તેઓ ચિર સ્મરણીય રહેશે ટાઇમ મેનેજીગ દ્વારા તેમની ‘પ્યાસા’ ફિલ્મને સદીની 100 શ્રેષ્ઠ ફિલ્મોમાં નંબર વનનું રેટીંગ મળ્યું હતું. ફિલ્મ યાત્રાના તેમના બે દાયકાના સર્જને બોલીવુડને વૈશ્ર્વિક લેવલે અમીર છાપ ઉપસ્થિત હતી.