રાજયોગ, અમૃતસિધ્ધિ યોગ, સિધ્ધિ યોગ, વ્યતિપાત, ભૌમપ્રદોષના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અનેકગણું પુણ્યફળ મળે છે
પ.પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ), દ્વારા નવ લાખ હનુમાન ચાલીસના પાઠ અભિયાનમાં દેશ વિદેશનાં ધર્મપ્રેમીભાઇ બહેનો જોડાયા છે. વિશેષ દિવસે હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. જેમ કે તા.૪-૯-૨૦ રાજયોગ, અમૃતસિધ્ધિ યોગ તા.૬-૯-૨૦, વ્યતિપાત, તા.૯-૯-૨૦, સિધ્ધિીયોગ, તા.૧૫-૯-૨૦, ભૌમપ્રદોષ છે, જેનુ વિશેષ ફળ મળે છે.
રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્ગુરુ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા ‘સર્વજન સુખાય’, અને સર્વ જન સુ આરોગ્ય માટે તથા વિષય પરિસ્થિતિ માંથી બહાર આવવા માટે પ.પૂ. સદ્ગુરૂદેવ ભગવાન રણછોડદાસજીબાપુએ હનુમાન મહારાજની આરાધના કરવા કહ્યુ છે, અને હનુમાનજી મહારાજ કલયુગમાં જગ્રતદેવ છે, માટે તેઓનાં સુમિરન એવા હનુમાન ચાલીસાનાં નવ લાખ પાઠનો મહાસંકલ્પ પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્ગુરુ સદન ટ્રસ્ટ) દ્વારા કરવામાં આવેલ છે.
જેમા સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ વિદેશથી ભાવિકો, ભકતજનો, ગુરુભાઇ-બહેનો ‘ગુરુ આજ્ઞા સુસાહિબ સેવા’ને ચરિતાર્થ કરીને રણછોડદાસજીબાપુનાં મહાસંકલ્પમાં જોડાયા છે.
આ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પુણ્યુનું ભાથુ બાંધી શકાય છે, આપણા દુ:ખ, ભય, આધિ વ્યાધિ ઉપાઘી વિગેરે દુર થાય છે.