એક વર્ષથી વર્ષીતપ કરી રહેલા ભાવિકોએ ગુરૂભગવંતોના આશિર્વચનથી અક્ષયતૃતીયાને સાર્થક કરી
‘અબતક’ના વિવિધ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ૫૦ હજારથી વધુ જૈનોએ કાર્યક્રમનો લાભ લીધો
સમગ્ર દેશમાં વ્યાપ્ત થયેલી લોકડાઉનની વિષય પરિસ્થિતિની વચ્ચે પણ પ્રભુ ધર્મની વિજયગાથાને ગુંજાવી સમગ્ર જૈન સમાજની એકતાના દર્શન કરાવતું એક વિશેષ આયોજન ગુરુ પ્રેમ મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત જૈન સમાજના ચારેય સંપ્રદાયના ગુરૂ ભગવંતોએ એકસાથે લાઇવ પ્રસારણના માધ્યમે બોધ પ્રવચન આપીને હજારો ભાવિકોને ધન્યતા પ્રદાન કરી હતી.
જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથ પરમાત્માની પરંપરામાં છેલ્લાં એક વર્ષથી વર્ષીતપની આરાધના કરી રહેલા હજારો ભાવિકોની તપશ્ર્વર્યાના પારણા સ્વરૂપ આજના અક્ષયતૃતીયાના પાવન અવસરે એમને આર્શીર્વચન પ્રદાન કરવા તેમજ દર્શન વંદનનો લાભ આપવા લાઇવ પ્રસારણમાં શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના પૂ. આચાર્ય નિત્યાનંદ સુરીશ્ર્વજી મ.સા. પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર વિજયજી મ.સા. ગુરુ પ્રેમ મિશનના પૂ. આચાર્ય કુલચંદ્ર સૂરીશ્ર્વરજી મ.સા, સ્થાનકવાસી સંપ્રદાયના શ્રમણ યુવાચાર્ય મહેન્દ્રઋષિજી મ.સા. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તેમ જ દિગમ્બર સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂજય આચાર્ય પુલકસાગર જી મ.સા. પધાર્યા હતા અને ભાવિકોને પ્રવચન ઉદબોધન આપ્રયુ હતું.
જૈન દર્શનના તમામ પર્વ ત્યાગ માટેના: પૂ. પૂલક સાગરજી મ.સા.
પરમ પૂજય પુલક સાગરજી મહારાજ સાહેબે આજરોજ પ્રવચન આપતા જણાવ્યું હતુ કે જૈન દર્શનમા જેટલા પર્વ આવે છે તે ત્યાગ માટેના, તપસ્યા માટેના છે. આપણી સંસ્કૃતિમાં જયારે કોઈ પર્વ આવે ત્યારે આપણે સારૂ ખાઈએ છીએ, સારા-નવા કપડા પહેરીએ છીએ અને પર્વ ઉજવીએ છીએ પરંતુ જૈન ધર્મના જેટલા પર્વ આવે છે તે ત્યાગ માટેના અને તપસ્યા માટેના છે. જૈન ધર્મનો પર્વ આજે ત્યારે જૈનના બાળકો સારૂ ખાવા, સારા કપડા પહેરવા નથી રડતા પરંતુ તેઓ એકાસણા કરવા અને ઉપવાસ કરવા હર્ષના આંસુ સારે છે. બાળકોના આ આંસુ ત્યાગ, તપસ્યા મટેના છે બાળકોને હરખ હોય છે. કે આજે હું એકાસણા કરીશ કે ઉપવાસ કરીશ આમ, પરમ પૂજય પૂલક સાગર મહારાજ સાહેબે જૈન એકતાના દર્શન કરતા જણાવ્યું હતુ કે જૈન ધર્મના આવતા ત્યોહારો હંમેશા ત્યાગ તપસ્યા માટેના છે.
તમારી લાઇફમાં પ્રતિકુળતા આવે તેને વેલકમ કરો: રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.
આજે વર્ષીતપની આરાધના કરી રહેલા હજારો ભાવિકોને રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.એ બોધ પ્રવચન આપતા જણાવ્યું હતું કે કોઇપણ વિકટ પરિસ્થિતિ આવે તો તેને ભુલી જઇ હમેશા પોઝીટીવ થીન્કીંગ કરવું જોઇએ. કોઇપણ પરિસ્થિતિ આપણી સામે આવે ત્યારે આપણી ક્ષમતાને ચકાસીને આવે છે જે વ્યકિતને નબળી બનાવે છે. અથવા તો સ્ટ્રોંગ બનાવે છે. પ્રતિકુળ વ્યકિત વિકટ પરિસ્થિતિમાંથી પોતાનો રસ્તો શોધી લ્યે છે. ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જો આગ ફેલાય અને આ આગ નાની હોય તો પવન તેને બુઝાવી દે છે પણ આગ વિકરાળ હોય તો પવન તેને વધુ ફેલાવે છે. મહાન પુરૂષો જંગલની આગ જેવા હોય છે તેઓની સામે આવેલી આવી આગ રૂપી સમસ્યાઓમાંથી તેઓ મહાન બને છે. આગરૂપી આવી પડેલી સમસ્યામાં સંતોની પ્રતિકુળતા વધે છે પરંતુ સામાન્ય વ્યકિત દબાઇ જાય છે તમારી લાઇફમાં જેટલી પ્રતિકુળતા આવે તેને તમે હંમેશા વેલકમ કહો કારણ કે તે તમારી પ્રગતિ કરાવવા આવે છે. વ્યકિતનો વિરોધમાંથી વિકાસ થાય છે જેના ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સમાજની આવી વ્યકિતઓ જેમાં ગાંધીજી, મીરાબાઇ વગેરેનું પ્રતિકુળતામાંથી સર્જન થયું મહાનતા દુ:ખ વગર કયારેય પ્રગટ થતી નથી.
દરેક સમય, સ્થાન અને સંયોગોમાં સમાધિભાવ જાળવીએ: આચાર્ય રત્નસુંદર વિજયજી મ.સા.
જૈન એકતાના દર્શન કરાવતા પ.પૂ. રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે રસ્તારૂપી જીવનમાં અનેક સ્પીડબ્રેકર આવે છે જેમાં ગાડીની પાછળ બેસેલા વ્યકિતને સૌથી વધુ ઝટકા આવે છે આ ઝટકામાંથી ડ્રાઇવર આપણને હમેશા બચાવવાની કોશીશ કરે છે તેવી જ રીતે અઘ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર દરેકને આ રીતે સમસ્યાઓ આવે છે જેને તેઓ અગાઉથી પણ જાણતા હોય છે. અઘ્યાત્મના માર્ગમાં ભગવાન આપણા ડ્રાઇવર છે જે બાજુમાં બેસે છે અને આપણી રક્ષા કરે છે. જીવનના દરેક સમયમાં સ્થાને અને સંયોગોમાં આપણે હમેશા સમાધિ ભાવ જાળવી રાખવો જોઇએ ઉદાહરણ આપતા આચાર્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે જેવી રીતે મહિનો દુકાન બંધ રહે તો વેપારી કે ધંધાર્થીને તેનાથી કોઇ વાંધો હોતો નથી પરંતુ જયારે પણ દુકાન ચાલુ થાય અને ગ્રાહક ન આવે તે સહન કરી શકતા નથી અને માથુ ભમી જાય છે વધુમાં જણાવ્યું હતું કે સાધના સરળ છે. જે નિશ્ર્ચિત સ્થાનમાં છે પરંતુ મનની સ્થિતિને કાબુમાં રાખવું અધરૂ છે. જયારે પ.પૂ. ઋષભદેવે ૪૦૦૦ દિવસ ઉપવાસ કર્યો છતાં તેઓ પ્રસન્ન રહ્યા હતા.
દરેક વ્યકિતને પોતાના કર્મો ભોગવવા પડતા જ હોય છે: પૂ. નિત્યાનંદ સુરીશ્ર્વરજી મ.સા.
પૂ. નિત્યાનંદ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબે ઉદબોધન આપતા જણાવ્યું હતું કે કર્મ કોઇની પણની શેહશરમ રાખતો નથી તેમજ જેણે જે કર્મ કર્યુ છે તે ભોગગવું જ પડે છે. તે પછી રાજા, ચક્રવર્તી કે સામાન્ય વ્યકિત દરેકને પોત પોતાના કર્મો ભોગવવા જ પડે છે વધુમાં જણાવ્યું હતું કે પરમાત્માએ દિક્ષા વેળાએ ૪૦૦ ઉપવાસ કર્યા હતા એનો મતલબ એવો નહિ કે દરેકે આવી રીતે ઉપવાસ કરવા. પરંતુ આજે વરસીતપ અવસરે દરેક વ્યકિતએ પોતાની શકિત મુજબ એક બે કે ત્રણ પોતાની અનુુકુળતાએ ઉપવાસ કરવા જોઇએ આજે લાખો શ્રઘ્ધાળુઓ એ આરાધના કરી પોતાનું જીવન સફળ બનાવ્યું છે.
સમજદારનો સમય શાસ્ત્રોમાં વ્યતિત થતો હોય છે: પૂ. મહેન્દ્રઋષિજી મ.સા.
પૂ. મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબે ભાવિકોને બોધપાઠ આપતા જણાવ્યું હતું કે અષય તૃતીયાના પવિત્ર દિવસે પારણું એ જીવનની લાંબી સાધના વચ્ચેનો વિરામ છે વધુમાં જણાવ્યું હતુ કે જે પણ લોકો ભાવિકો વરસીતપના પારણા કરે છે તે શા માટે કરે છે અને શા માટે કરવું જોઇએ તે પણ ઘ્યાનમાં રાખવું જોઇએ. જૈન દર્શનમાં, જૈન શાસ્ત્રોમાં ‘તપ’ એ સાધનાનો માર્ગ છે અને આપણા અનેક આચાર્યો, ગુરૂ ભાગવંતો એ તપ કર્યા છે. આ ગુરુ ભગવંતોએ તપ કરી આત્મશુઘ્ધિ માર્ગને પ્રશિસ્ત કર્યો હતો. તપ એ આત્મશુઘ્ધિ માટે અનેક કષ્ટદાયક સાધના છે વધુમાં જણાવ્યું હતું કે તપ આપણી પ્રસંશા, પ્રસિઘ્ધિ માટે નથી પરંતુ આ તપ આપણી અનાહરકતા અવસ્થાને પ્રકટ કરવાનું માઘ્યમ છે સમાજનો દરેક શાસ્ત્રો માટે વ્યતિત કરતો હોય છે.