કોરોના મહામારી ને ધ્યાને લઇ ૫ જુલાઇ ના રોજ ગુરુપૂર્ણિમા નિમિતે રણછોડદાસ આશ્રમ માં થતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ લોકો ના સ્વસ્થ્ય ને ધ્યાને રાખી આ વર્ષે રદ્દ કરવામાં આવ્યો છે.દર વર્ષે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. પરંતુ કોવિડ ૧૯ ની મહામારીમાં લોકલ સંક્રમણ ન લાગે તેને ધ્યાને લઇ સદ્ગગુરુ આશ્રમ દ્વારા ભક્તો પોતાના પરિવારજનો સાથે ઘરબેઠા લાઈવ દર્શન કરી શકે તે માટે અબતક ચેનલ ફેસબુક પેઈજ તેમજ સદગુરુ આશ્રમ ના ફેસબૂક પેજ પર લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે.ગુરુ પૂર્ણિમા મહોત્સવ વિશે સદગુરુ આશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ વાસાણીએ અબતક મીડિયાને વધુ માહિતી આપી હતી.

07

સદગુરુ આશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણી એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું કે દર વર્ષે ગુરુપૂર્ણિમા ના દિવસે સમગ્ર ગુજરાત માંથી લાખો ભાવિકો દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના ની મહામારી ના લીધે જો દર્શન ખુલ્લા રાખવામાં આવે તો સંક્રમણ નો ભય રહે અને લોકો ને મુશ્કેલી થાય તેથી આ વર્ષે ગુરુપૂર્ણિમા ના તમામ કર્યો રદ કારેલ છે પણ ભાવિકો માટે આરતી,પૂજન, ચરણ પાદુકા ના દર્શન અને બીજા બધા કાર્યક્રમો લોકો ઘેરબેઠા જોઈ શકે તેના માટે ફેસબૂક ચેનલ મારા ગુરુદેવ માં અને અબતક ચેનલ દ્વારા આખો દિવસ લાઈવ દર્શન ની સુવિધા કરવામાં આવી છે જેમાં લોકો ભગવાન ના આશીર્વાદ મેળવી અને આખો દિવસ ભગવાન નું સ્મરણ કરી શકે.ઘણા વર્ષો પહેલા જ્યારે પ્લેગ ની મહામારી હતી ત્યારે પણ ગુરુદેવ ના આદેશ નું પાલન કરી ભગવાન ના સ્મરણ થકી બીમારી માંથી છુટકારો મેળવ્યો હતો તેવી જ રીતે હાલ માં ચાલી રહેલ કોરોના જેવી મહામારી માંથી જલ્દી બહાર નીકળવા ગુરુદેવ નો સ્મરણ કરી પ્રાર્થના કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.