સાત હજારથી વધારે ભાવિકોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું
નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી પરિવારના ગુરુ સને બિરાજમાન શા. માધવપ્રિયદાસની સાનિધ્યમાં તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થીતી માં ગુરુકુલ પરિવારનું સ્નેહ મિલન યોજાયું.
જેમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા, ગુજરાત હાઇકોર્ટના ઢોલરિયા, હાસ્ય કલાકાર જગદીશ ત્રીવેદી તેમજ ગુરુકુલની અન્ય શાખા રીબડા, દ્રોણેશ્વર અને જ્યોર્જિનીયા ગુરુુકુલના સંતો, ગુરુકુલના પૂર્વ વિર્દ્યાીઓ અને ગુરુુકુલ પરિવારના ૭૦૦૦ ઉપરાંત ભાવિકો ઉપસ્તિ રહ્યા હતા.પ્રથમ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ત્રણેય શાખાના સંતોએ પૂ. માધવપ્રિયદાસજી સ્વામીનું હાર પહેરાવી પૂજન કર્યુ હતું.
ત્યારબાદ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ ગુરુકુલ સંત વૃંદ તા સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા તમામ સંતોનું કપાળે ચંદનની અર્ચા કરી ફુલની પાંખડીઓી વધાવી, પૂજન કર્યું હતું.
આ પ્રસંગે પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું માનવજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુર્ષાને સિદ્ધ કરવા માટે છે. નવા વર્ષનો નવો સૂરજ આપણને એ ચારેય પુરુર્ષાને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવું સાહસ અને સમજણ સો ભગવાનનું સ્મરણ, સેવા, સમર્પણ, સ્નેહ, સદાચાર અને સત્સંગમાં વધુને વધુ પ્રીતિ ાય તેવા હેતુી પરિવારનું સ્નેહમિલન રાખવામાં આવેલ છે.
બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી મોટી વિશાળ સંખ્યામાં ભકતો સ્નેહમિલનમાં પધાર્યા છો તે જોઇ અત્યંત આનંદ ાય છે. ગુરુકુલના આદ્ય સંસપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી સંતોના અને વિધ્યાર્થીઓના હિરાગર ઘડવૈયા હતા. જેઓએ ગુજરાતમાં પ્રમવાર આટલી ગુરુકુલની સપના કરીને સમાજમાં અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનોખી ક્રાન્તિ લાવ્યા છે. પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્ર મંત્રી પરશોત્તમભાઇ રુપાલાએ પારિવારિક સંબંધોની વાત કરી રાષ્ટ્રની નીતિમાં અને રાષ્ટ્રના ઘડતરમાં સંતોનો મહત્વનો ફાળો રહેલ છે. પૂર્વે રાજા દશર જેવી મહાન વ્યક્તિ પણ વસિષ્ઠ જેવા ગુરુની સલાહ લેતા.
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં સફળ જીવનના પાંચ સુત્રો (૧) વહેલા ઉઠવું, (૨) હળવી કસરત કરવી, (૩) સાદો અને પથ્ય ખોરાક ખાવો, (૪) વ્યસની મુક્ત રહેવું અને (૫) ભગવાનમાં અચળ નિષ્ઠા વગેરે સવિસ્તર સમજાવ્યું હતું. આ પ્રસંગે ધર્મવત્સલદાસજી સ્વામીએ ભગવાનના ભકતોના લક્ષણો કેવા હોય તે દ્રષ્ટાંતે સહિત સમજાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરત, અમરેલી, વડોદરા, વાપી, મુંબઇ વગેરે સ્થાનોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્તિ રહ્યા હતા.સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ તા ભકિતવેદાંતદાસજી સ્વામીઓ સંભાળ્યું હતું.