ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના તેજસ્વી છાત્રોના સન્માન કાર્યક્રમમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. ઓડિટોરીયમ હોલ ખાતે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તેજસ્વી છાત્રોના મેગા સન્માન કાર્યક્રમમાં સહભાગી થઈ જણાવ્યું હતું કે, આ સમાજે સૌને જોડવાનું કામ કર્યું છે.
મુખ્યમંત્રીએ કડિયા સમાજ મહેનતુ, પ્રમાણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને વર્ષોથી નવસર્જનનું કામ કરે છે તેમ પણ જણાવ્યું હતું. સમાજના તેજસ્વી છાત્રોને તેઓએ શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમમા સમાજના અગ્રણીઓના હસ્તે ૩૫૦૦ જેટલા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુર્જર કડિયા જ્ઞાતિ અને ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીએ મુખ્યમંત્રીનું અગ્રણીઓની સાથે સ્વાગત કરી શાબ્દિક સ્વાગત કર્યું હતું.
જુદાં જુદાં જિલ્લાના સમાજ પ્રમુખોએ પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મીડિયા કર્મીઓએ પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજુભાઈ ધૃવ, હસુબાપુ, નિલેશભાઈ ચૌહાણ, છગનભાઈ રાઠોડ, રાજુભાઈ ચોટલીયા, મનુભાઈ ટાંક, યશવંતભાઈ ધાનાણી, નરસિંહભાઈ સવાણી, ભીમજીભાઇ ટાંક, ગોરધનભાઈ ટાંક, કાનજીભાઈ વાઘેલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.