મોરબીના લાલપર ગામે એલસીબીએ ગ્રાઇન્ડિંગના કારખાનામાં દરોડો પાડી જુગારધામ ઝડપી લઈ જુગાર રમતા છ શખ્સોને ૧.૬૫ લાખ રોકડા તથા કાર, મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૯,૨૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કરતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો.
પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ એલ.સી.બી.મોરબીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા તથા પેરોલ ફલોંના પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા ને મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના લાલપર ગામે સંતોષ ગ્રાઇડીંગ નામના કારખાનામાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા ૧ ચતુરભાઇ પ્રાગજીભાઇ અઘારા રહે.રવાપર રોડ, મોરબી, ૨. કમાભાઇ પીઠાભાઇ મકવાણા રહૈ.ડેલફી સીરામીક, લેબર કવાર્ટર, લગઘીર પૂર રોડ, તા.જી.મોરબી,  ૩.ભરતભાઇ કેશવજીભાઇ અઘારા રહે.ભાગ્ય લક્ષ્મી એપાર્ટમેન્ટ, બ્લોક નં.૫0૪, મોરબી, ૪. ભરતભાઇ ગોરધનભાઇ અઘારા રહે.ભડીયાદ તા.જી.મોરબી,   ૫.લાલજીભાઇ શામજીભાઇ સોરીયા, રહે.મહેન્દ્રનગર,સી.એન.જી.પં૫ સામે, તા.જી.મોરબી, તથા ૬ મહેશભાઇ ગોરધનભાઇ અઘારા
રહે.ભડીયાદ, તા.જી.મોરબી વાળાને રોકડા .૧,૬૫,૦૦૦/તથા મારૂતી સુઝુકી સીયાઝ કાર કી.રૂ. ૭,૦૦,૦૦/, મારૂતી સુઝુકી એસક્રોસ કાર કી.રૂ.૧૦,૦૦,૦૦૦/તથા બજાજ ડીસ્કવર મોટરસાયકલ કી.રૂ.૧૦,૦૦૦/ તેમજ મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂ.૫૦,૫૦૦/મળી કુલ રૂ. ૧૯,૨૫,૫૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા કુલ ૬ આરોપીઓને પકડી પાડેલ હતા.
આમ મોરબી તાલુકામાં ચાલતા જુગારધામ પકડી પાડવામાં એલ.સી.બી. ને સફળતા મળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.