ગુરૂના ચરણોમાં શીશ ઝુકાવી, આર્શિ વચન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા શિષ્યો: ગામે ગામે મહાપ્રસાદ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી
રાજકોટ સહીન સમ્રગ સૌરાષ્ટ્રમાં શુક્રવારે ગુરુ અને શિષ્યના પાવન પર્વ ગુરુ પુર્ણિમાની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી અને આર્શિવચન પ્રાપ્ત કરી શિષ્યઓ ધન્યતા અનુભવી હતી. ગામે ગામ પાદુકા પુજન મહાપ્રસાદ અને સંતવાણી સહીતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. પાટડી ઉદાસી આશ્રમ બગદાણામાં બાપા સિતારામની જગ્યા, સતાધાર, પરબવાવડી, વિરપુર સહીતના ધાર્મિક સ્થળોએ ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
ધ્રાગધ્રાધ્રાગધ્રા શહેરમા સ્થિત અતિ પૌરાણીક ૩૦૦ વષઁ જુના રામ મહેલ મંદિરે પણ ભક્તોની ભીડ જામી હતી. ગુરુ અને શીષ્યના મિલનનો આજનો દિવસ એટલે ગુરુપુણીઁમાના દિવસે ધ્રાગધ્રાના અતિપૌરાણીક મંદિરે હજારો લોકો દશઁને આવ્યા હતા સાથે અહિના મહંત મહાવીરદાસજી મહારાજ દ્વારા દુર-દુરથી આવતા પોતાના સેવકો અને શીષ્યો માટે મહાપ્રસાદનુ આયોજન પણ કરાયુ હતુ.
ગુરુપુણીઁમાના દિવસે રામ મહેલ મંદિરે અગાઉના શિષ્યો તથા હાલ તે શિષ્યોના બાળકોને પણ ગુરુ દ્વારા કંઠી પ્રદાન કરી ગુરુમંત્ર અપાયો હતો. જ્યારે રામ મહેલના મહંત દ્વારા દશઁને આવેલા હજારોની સંખ્યામા ભક્તોને પ્રસાદરુપી આશીઁવાદ અપાયા હતા જ્યારે રામ મહેલ મંદિરે આજના પાલન દિવસે ધીરુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, અનોપસિંહ ઝાલા, મુન્નાભાઇ દયાવાન સહિતના સેવકો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે શહેરના આ પૌરાણીક રામ મહેલ મંદિર ખાતે મોટી સંખ્યામા ભાવી ભક્તો ઉમટી મંદિરના મહંત મહાવીરદાસજીના દશઁન કરી પોતે ધન્ય પણ અનુભવ્યા હતા.
વડીયાવડિયા શહેરમાં વિઠલદાસ બાપુ નું છે જે રસ્તા પર રહે છે પોતાની મસ્તી મા હોઈ છે માત્ર એકજ વ્યસન સીતારામનું નામ , કોઈ સાથે કોઈ વહેવાર નહીં પણ ગુરુ પૂર્ણિમાના દિવસે રાજા થી રંક સુધી તેમના દર્શને આવે છે તાલુકા ગ્રામ્ય વિસ્તારોના નાના-મોટા મંદિરો આશ્રમો પર આજના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો ની ભીડ જામી હોઈ છે અને ગુરુ જ્ઞાન લે છે તેમજ ગુરુના આશિષ મેળવવા માટે અચૂક આવે છે
માણાવદરમાણાવદર વાસીઓએ જેમને ખરા હદય થી પોતાના હદયસ્થાને બેસાડયા છે એવા બ્રાહ્મલીન ૧૦૮ શ્રી રધુવીરદાસબાપુ ની આરસની પ્રતિમાનું લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતુ આખા ગુજરાતમાં માણાવદર નું ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર એવુ છે કે જયા બે બે પોઠીયા સાથે શિવજીની પૂજા થાય છે આ મંદિર ની સ્થાપના રધુવીરદાસબાપુ એ કરેલ છે તેમજ માણાવદર ના ખખાવી રોડ ઉપર આવેલ સંતશ્રી નેહલગીરીબાપુ ના આશ્રમે પણ ગુરૂપૂર્ણિમાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ નેસલગીરીબાપુ ના આશ્રમે ભકતોની ભીડ જામી હતી
ભારતીય પરંપરામાં ગુરુની તુલના ભગવાન સાથે કરવામાં આવી છે. જ્ઞાન ધર્મના ઉત્થાન તરફ લઇ જતાં ગુરુનું સ્મરણમાત્ર કલ્યાણકારક કહ્યું કે ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે પ.પૂ. સ.ગુ. સ્વામી નિરગુણ જીવનદાસજી ના શિષ્ય સ.ગુ. કોઠારી સત્યપ્રકાશદાસજી સ્વામીએ ગુરુપુજન કરી રહ્યા છે. આજે ગુરુપૂર્તિમાંના દિવસે માણાવદર ના કેળવણીકાર જેઠાભાઇ પાનેરા એ પણ ગુરુના આશિર્વાદ લીધા હતા.
દ્વારકાદ્વારકાની નગરપાલિકા સંચાલીત ડી.એન.પી. ઇગ્લીશ મીડીયમ સ્કુલમાં ગુરુપુર્ણિમાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મીનાક્ષીબેન ઠાકર તેમજ શિક્ષક ગણે તમામ બાળકોને જીવનમાં નિરંતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
સરલા
સરકારી ઉ.મા. શાળા સરલા ખાતે તા. ૨૭-૭ ના રોજ ગુરુપૂર્ણીમા અંતર્ગત ગુરુવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિઘાર્થીઓ દ્વારા શાળાના ગુરુજનોનું કુમ કુમ તિલક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો શ્રી આર.એન. પ્રજાપતિ સાહેબ અને વારિસભાઇ ભટ્ટએ ગુરુવંદના વિશે વ્યકતત્ય આપ્યો હતો.
ઓખા
ઓખામાં હરીહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા પ.પૂ. જગદીશભાઇ શાસ્ત્રીજી પરિવાર દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ઓખામાં અન્નક્ષેત્ર સાથે ભૂખ્યા પશુ પક્ષી અને કુતરાના રોટલા નાખવાની અવીરત સેવા ચાલુ રાખેલછે.આજરોજ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંઘ્યાએ અમદાવાદથી દ્વારકા જતા ૧૦૦ આશાવર્કર પાસે ટીકીટ ન હોવાથી ચેકીંગ સ્ટાફ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશને ઉતારવા આવ્યા હતા. ત્યારબાદ પેનલ્ટી ફટકાી દંડ વસુલવામાં આવ્યો અને નબળી આર્થીક પરિસ્થિતિ ધરાવતા આ મુસાફરોને રાજકોટ સ્ટેશન પર ભોજન માટે વ્યવસ્થા કરી તેમની દ્વારકા સુધીની જાત્રા ને પુરી કરવા રાજકોટ ડીવીઝનના સ્ટાફે મદદ કરી હતી.
હડીયાણાગુરુપૂર્ણિમાનું પવિત્ર પર્વ છે. આ નિમિતે હડીયાણા ગામે પ.પૂ.૧૦૦૮ સંતશ્રી રામ લખનદાસજી મહારાજના સાનિઘ્યમાં શ્રી રામ આશ્રમ જાગનાથ મહાદેવ મંદીરની જગ્યામાં ગુરુ પુર્ણિમાના શુભ દિવસે ગુરુપુજન અને મહાપ્રસાદનું શ્રી જાગનાથ મહાદેવ મિત્ર મંડળ તથા ગામ સમસ્તનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને સંતના અનુયાયીએ બહારગામથી પણ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.
સુત્રાપાડાવેરાવળના ભાલકા ખાતે આવેલ ઉદાસીન આશ્રમના નિરાલી ખોડીયાર મંદીરના મહંત અને શ્રી મહામંડેલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ આયોજીત ગુરુપૂર્ણિમા મહોત્સવમાં કોંગ્રેસ અગ્રણી ભગુભાઇ વાળા તથા ઉષાબેન કુસકીયા સહીતના કોંગ્રેસ અગ્રણીઓએ હાજરી આપેલ આ તકે ગુરુપૂર્ણિમાના મહાત્મય વિશે ઉષાબેન કુસકીયાએ જણાવેલ કે જીવનરુપી જહાજને ખડક સાથે ટકરાતા બચાવવાનું કામ સતગુરુનું જ છે સ્વામી વિવેકાનંદમાં પરિવર્તન કરાવનાર ગુરુ રામકૃષ્ણ પરમહંસ તેમજ છત્રપતિ શિવાજી મહારાજ પાછળ ગુરુ સ્વામી રામદાસની પ્રતિભા હતી ત્યારે શ્રી કૃષ્ણ ગૌરવથી કહેતા હતા કે હું સાંદિયની ઋષિની શિષ્ય છું ભગવાન શ્રી રામ પણ કહેતા હતા કે હું મહર્ષી વિશિષ્ઠનો શિષ્ય છું તજેમ પારસમણિના સ્પર્શથી લોઢું પણ કંચન બની જાય છે.ઉના
ગાયત્રી પરિવાર શાખા દ્વારા હરિદ્વાર શાંતિકુંજ પ્રેરીત ઉમિયા ધામની પાછળ એમ કે. નગર પાર્ક સોસાયટી ખાતે હિન્દુ સમાજ માટે ભવ્ય મંદીરનું નવનિર્માણ કરવામાં આવેલ જેમાં ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ રાધેભાઇ જોશી, નગર સેવક ઇશ્વરભાઇ નીમીતે પંચકુંડી યજ્ઞ તથા અન્ય સંસ્કારોનું ભવ્ય આયોજન કરેલ હતું જે નવનિર્મિત ગાયત્રી યજ્ઞ મંદીર તરીકે ઓળખવામાં આવશે . ખુબીની વાત એ છે કે આ મંદીરની અડીને સામેની પીર બાપુની દરગાહ આવેલ છે જે હિન્દુ-મુસ્લિમના ભાઇચારાની નિશાની સમાન છે તેથી ગાયત્રી પરિવાર દ્વારા વષોથી દર ગુરુવારે રાત્રીના ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે કે જે હવેથી દર શુક્રવારે નવનિર્માણ મંદીરેજ કરવામાં આવશે.
બગદાણા
ભાવનગર જીલ્લાનું બગદાણા ગામે ગુજરાતમાં પ્રખ્યાત ધરાવતું બગદાણા ધામે ગુરુપૂર્ણિમાની ધામધુમ પૂર્વક ઉજવણી તળાજા તાલુકામાં આવેલું બગદાણા ધામ બાપાસીતારામ તરીકે સુપ્રખ્યાત ધામે બાપાના ચરણે ભકતોના ઘોડાપુર આજુબાજુના લોકો સેવા માટે ત્યાં સેવા આપવા જઇ છે અને બજરંગદાસ બાપુના આર્શીવાદ લે છે અને દર વર્ષ ગુરુ પૂર્ણિમા અંદાજે ૬૦ થી ૭૦ હજાર યાત્રાળુ બાપાના દર્શન અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લે છે સવારથી ભકતોને ચા પાણીની પણ વર્ષોથી રોજ માટે વ્યવસ્થા અને જમવાનું રસોડુ ચાલુ છે દર પુનમના દિવસે ભકતોના ઘોડાપુર જોવા મળે છે.