સરગમ કલબના આગામી કાર્યક્રમો માટે આમંત્રણ પાઠવ્યું: સેવાકિય પ્રવૃતિઓની ચર્ચા કરી

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ દિલ્હીમાં દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયાનાયડુ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. અને તેમને સરગમ કલબના આગામી કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. ગુણવંતભાઇ ડેલાવાળાએ વડાપ્રધાન મોદીને ગુજરાત અને હિચાચલ પ્રદેશમાં ભવ્ય વિજય મેળવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.

સરગમ કલબના આગામી જાન્યુઆરી માસના ભવ્ય કાર્યક્રમ અંગે મહાનુભાવોને આંમત્રણ આપવા ગુણવંતભાઇ ડેલાવાળા દિલ્હી ગયા હતા. તેઓ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા.

નરેન્દ્રભાઇ મોદીએ તેમને સરગમ કલબના પ્રવૃતિઓ વિશે પૂછયું હતું અને ખુશી વ્યકત કરી હતી. નરેન્દ્રભાઇએ ગુણવંતભાઇને સારા આરોગ્ય માટે શુભેચ્છા પણ આપી હતી. આ મુલાકાત સમયે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પછી ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયાનાયડુને મળ્યા હતા. અને ર૮મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો ઉપરાષ્ટ્રપતિએ સહર્ષ સ્વીકાર પણ કર્યો હતો. વૈકેયાનાયડુએ પણ સરગમ કલમ વિશે માહીતી પ્રાપ્ત કરી હતી અને ૧૮ હજાર સભ્યો હોવાનું જાણીને આશ્ચર્ય વ્યકત કર્ય હતું.

દિલ્હીમાં ગુણવંતભાઇ ડેલાવાળાએ કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રુપાલા અને મનસુખભાઇ માંડવીયા તથા સંસદ સભ્ય પરેશ રાવલ સાથે પણ મુલાકાત કરી હતી અનેતેમને પણ આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત સંસદ સભ્ય શત્રુઘ્નસિંહાને પણ તેઓ મળ્યા હતા.

હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હોવાથી બધા નેતાઓ દિલ્હીમાં હાજર જ હતા તેથી અનેક સાથે મુલાકાત થઇ હતી તેમ ગુણવંતભાઇ જણાવ્યું છે. તેઓ સંસદભવન પણ ગયા હતા અને ગાંધીજીની વિશાળ પ્રતિમાના દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.