સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો,મહંતો અને શૂરવીરોની ભાતીગળ ભૂમિ. આ ભૂમિને અનેકોનેક મહાપુરુષોએ પવિત્ર અને પાવન કરી ઉજાગર કરેલ છે.આવી જ એક પૂણ્ય ભૂમિ ઉપર એટલે કે ગોંડલથી નજીક ખોબા જેવડા ગોમટા ગામમાં વિ.સં.૧૯૮૪ ચૈત્ર કૃષ્ણ પક્ષની દશમીના શુભ દિવસે રત્નકુક્ષિણી ધમે વત્સલા માતા જમકુબેનની કૂખે એક બાળકનું અવતરણ થતાં જ ધમે પરાયણ પિતા મણીભાઈ શેઠ પરિવારમાં કયાંય હરખ સમાતો ન હતો.શેઠ પરિવારમાં જન્મેલ આ પાંચમા પુત્ર રત્નનું નામ ” ભૂપત ” રાખવામાં આવ્યું. ’ ભૂ ’ એટલે પૃથ્વી અને ’ પત ’ એટલે સ્વામી.આ બાળક એકદમ દશેનીય લાગતો હતો.
પુત્ર ના લક્ષણ પારણામાં એ કહેવત અનુસાર આ બાલૂડો જે આવે તેને જોયા જ કરે અને હસ્યાં કરે.જમકુ માતાને કયાં ખબર હતી કે મારી આંખનુ રતન સમાજની કેટલીય માતાના આંખના રતનને ઉછેરવાનો છે.અરે ! હજારો આત્માઓને મહાવીરનો માર્ગ સમજાવવાનો છે. ભૂપતને ગોમટાની પ્રાથમિક શાળામાં ભણવા બેસાડ્યો ,પરંતુ ભૂપતને ભણતર સાથે બાર નહીં બાવીસ ગાઉનું છેટુ હતું.
સમય જતાં મણીભાઈ શેઠ પરિવાર ગોમટા છોડી ગોંડલ માં રહેવા આવ્યાં એટલે ભૂપતે સંગ્રામસિંહજી સ્કૂલમાં માંડ – માંડ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.પહેલેથી જ ભણવામાં મન ચોટતુ નહીં તેથી સ્કૂલને એક દિ આખરી સલામ કરી દિધી ત્યારે શિક્ષકો બોલ્યા મન હોય તો માળવે જવાય પરંતુ આ શિક્ષકોને કયાં ખબર હતી કે ભૂપતના ભાવિના પટારામાં શું છૂપાયેલુ છે.
શાસ્ત્રોના અભ્યાસર્થે પૂ.જગજીવનજી મ.સા.એવમ્ પૂ.જયંતિલાલજી મ.સા. વિ.સં.૨૦૦૪ માં આગ્રા ચાતુર્માસ કર્યુ. ત્યારબાદ બનારસ, વારાણસી, કાશી તરફ વિચરણ કર્યું.વૈરાગી ભૂપતભાઈ પણ ગુરુવર્યોના પાવન સાનિધ્યમાં ગુરુવર્યોની સમીપે રહી તેઓની પાસેથી તત્વનો ગહન અભ્યાસ કર્યો.
ભૂપતભાઈ નૂતન દીક્ષિત ગિરીશચંદ્ગજી મ.સા. : કોલકત્તા સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી પૂ.ગુરુદેવ જગજીવનજી મ.સા. એવમ.પૂ.જયંતિલાલજી મ.સા. ચાતુર્માસાર્થે પધાર્યા. કોલકત્તા સંઘે એવી લાગણી સાથે માગણી વ્યકત કરી કે આદશે વૈરાગી મુમુક્ષુ ભુપતભાઈની દીક્ષા પણ કોલકત્તા સંઘમાં ભક્તિ ભાવે ઉજવાય. સંઘના સવાયા સદ્ ભાગ્યે ગુરુવર્યોએ વિનંતીનો સ્વીકાર કર્યો.
તા.૨૬/૧૧/૧૯૫૨ માગસર સુદ દશમના શુભ દિવસે મુમુક્ષુ ભુપતભાઈનો ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયો.માત્ર ૨૪ વષેની ભર યુવાન વયે ભોગ સુખોને સ્વેચ્છાએ છોડી કઠિનતમ તીથઁકરોનો ત્યાગ માગે અંગીકાર કર્યો. ભાવિકોએ પ્રચંડ જયઘોષથી કોલકત્તા ગજવી દિધેલ.દીક્ષા સમયે ગુરુવર્યોએ ભવિષ્યનો સંકેત આપતા કહેલ કે આ આત્મા ગોંડલ ગચ્છની આન – બાન અને શાન વધારશે.ખરેખર પૂ.ગિરીશચંદ્ગજી મ.સાહેબે ૬૩ વષેના સંયમ જીવનમાં ગોંડલ સંપ્રદાયનો ધમેરૂપી ડંકો વગાડી ગાદીપતિ બની ચરિતાથે કયો.
ઘાટકોપર મુકામે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે ૯ મુમુક્ષુ આત્માઓના ઐતિહાસિક સંયમ મહોત્સવ મધ્યે પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબે પોતાના મુખેથી હજારો ભાવિકો અને ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ને ગોંડલ ગચ્છના ગાદીપતિ તરીકે ઘોષણા પત્રનું વાંચન કરતાં જ હર્ષોલ્લાસ છવાઈ ગયેલ. તા.૧૪/૫/૧૪ ના દિવસે ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલની પૂણ્ય ભૂમિ ઉપર વિધીવત રીતે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.ને ગાદીપતિ તરીકે આરૂઢ કરી ભવ્યાતિભવ્ય ધર્મોત્સવ ઉજવવામાં આવેલ.
ધમોનુરાગી જગદીશભાઈ શેઠે જણાવ્યું કે રાજકોટ શેઠ ઉપાશ્રયમાં તા.૧/૭/૧૫ ના રોજ સાંજના પ્રતિક્રમણ સમયે સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.૮૯ વષેના માનવ જીવનમાં છ દાયકા ઉપરાંતનું સંયમ જીવનનું પાલન અને સ્વ – પરનું કલ્યાણ કરી કાળધમે પામી દેવલોકગમન કરેલ.