૧૯૫૪માં હરિચરણદાસજીબાપુએ ગોંડલ રામજી મંદીરની ગાદી સંભાળી ત્યારથી અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે
પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં કહેવાય છે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ શ્રી ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો, ૧૯૪૬માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહિયાં જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામ ઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.
ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪ માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્યો રણછોડદાસજી બાપુ ના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞ ની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે, ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા હરી ધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ખાતે જલારામ અન્નક્ષેત્ર માનવ કાપદરા રાજકોટ બનારસ કર્ણપ્રયાગ ઇત્યાદિ આશ્રમો સાથે આ સેવાયજ્ઞ પરમ આવતી સમાન શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા શ્રી હરિચરણદાસજી મહારાજ સંતો નો સ્વભાવ છે કેવો જનેતા ની ગોદ ના જેવો ભગતબાપા રચિત આ પંક્તિઓને સાર્થક કરતા રહ્યાં છે.
પૂજ્ય હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથિ પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠ ના ઓપરેશન તદ્દન ફ્રી, સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાય ફ્રુટ સાથે એક કિલો કાટલુ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ મચ્છરદાની આપવામાં આવે છે, બાળકોના વિભાગમાં ક્ષશભ યુનો કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઈ, આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિ શુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે તેમજ આંખનાં ૪૭ હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
ગોંડલના રામજીમંદીરે રામનવમી ગુરુપૂર્ણિમા આસો નવરાત્રિ દિવાળી ચોપડાપૂજન લક્ષ્મીપૂજન અન્નકોટ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દબદબાભેર ઉજવવામાં આવી રહ્યા છે
પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગોંડલ ખાતે રામજી મંદિર વાંકાનેર ખાતે સદ્દગુરૂ આનંદ આશ્રમ વડોદરા ખાતે ટ્રસ્ટ, ગોતા ખાતે હરી ધામ આશ્રમ, અયોધ્યા ખાતે અભય દાશા હનુમાનજી મંદિર, બનારસ ખાતે સીતારામ આશ્રમ, ઇન્દૌર ખાતે દાસં મહારાજ, રૂષિકેશ ખાતે મનોકામનાં હનુમાનજી મંદિર, રાજકોટ ખાતે બાલા હનુમાનજી મંદિર અને પાંડુ કેશ ખાતે જલારામ અન્નક્ષેત્ર જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,